Book Title: Jain_Satyaprakash 1937 08 SrNo 25
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 30
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧] પરમાત મહાકવિ શ્રી ધનપાલનું આદશ જીવન [૨૭] જ એક દેદીપ્યમાન મહાદેવની મૂર્તિ તેમની સમીપમાં આવી. તે મૂતિએ પિતાના શીર્ષ ઉપર જટારૂપી મુગટ ધારણ કર્યો હતે, સગે વિભૂત (ભસ્મ) લગાવી હતી, અને લલાટપર ત્રિપુંડ તિલક ધારણ કર્યું હતું, કઠને વિષે નાગરૂપ હાર શોભી રહ્યો હતો, અર્ધામાં પાર્વતી અને હસ્તકમલમાં ત્રિશુલ ધારણ કરેલું હતું અને મહાપુષ્ટ એવા ધવલ વૃષભ પર તે બેસેલ હતા. આવી દેદીપ્યમાન મહાદેવની મૂત્તિને દેખીને તત્કાળ બને ભાઈઓ નિદ્રાનો ત્યાગ કરીને જાગ્રત થયા, અને પરસ્પર વિચારવા લાગ્યા કે અહા કેવી મનહર મૃતિ ! કેવું અનુપમ સૌંદર્ય ! શું આ તે બ્રહ્માની મૂર્તિ હશે ! આકાશ મંડલમાં શશીને શરમાવે તેવી, સ્વર્ગ ભૂવનમાં સુરઅસુરેન્દ્રને લજજા પમાડે તેવી, આ દેદીપ્યમાન મૂતી કેવી મનોહર લાગે છે. આ પ્રમાણે અ ન્ય વાદવિવાદ કરતાં દંડવત પ્રણામ કર્યો, અને હૃદયની અન્દર આનંદ પામતાં નવા નવા કે વડે સ્તુતિ કરી. તેમની આવી, ભક્તિ–ગર્ભિત સ્તુતિથી મહાદેવ પ્રસન્ન થયા, અને તેમને કહેવા લાગ્યા કે – હે ભકત ! તમે મારી યાત્રા કરવા નીકળ્યા છો, તમારો મારા પર હાર્દિક પ્રેમભાવ જોઈને હું તમારી પર પ્રસન્ન થયો છું,-હર્ષિત થયો છું. તમારે કાંઈ પણ જોઈએ તે માગી લ્યો. મહાદેવની મૂર્તિનાં આવાં પ્રસન્નતાયુક્ત વચનોથી તેઓ ઘણા જ હર્ષિત થયાં– તેમનાં રામરાય વિકસ્વર થયાં. તે બન્ને બંધુઓ હર્ષ પૂર્વક બોલ્યા – હે કરુણદેવ ! આપ અમારા ઉપર પ્રસન્ન થયા છે તો અમારા પર દયા લાવીને અમને આ શરીરથી શિવલાસ આપે. મહાદેવ બોલ્યા, જે તમારે આ પદની અભિલાષા હોય તે આ જ નગરમાં જૈનશાસનરૂપ નન્દન વનમાં કલ્પવૃક્ષ સમાન, સર્વ ભૂતના અનુયાગ રૂપ કંદને વિકસ્વર કરવામાં સૂર્ય સમાન, એવા વર્ધમાનસૂરિ બિરાજમાન છે. તેમની પાસે જાઓ અને તેમની સેવા કરો. તેથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થશે એમ કહીને મહાદેવની મૂર્તિ અદશ્ય થઈ ગઈ (અપૂર્ણ) ૨ સુધારે ? આ માસિકના ગયા અંકમાં છપાયેલા આ લેખમાં પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયલાવયસૂરિજીએ ધર્મક્ષા ઉપર vજ નામની ટીકા બનાવ્યાનું લખ્યું છે તે ભૂલ છે. આ rrr ટીકા તિવમંગ ઉપરની સમજવી. ૧. સં. ૧૦૫પમાં ચાંદ્રગચ્છના વર્ધમાનસૂરિએ હરિભદ્રકૃત ઉપદેશપદ પર ટીકા (જેસ.) રચી, વળી તેમણે ઉપમિતિ ભવપ્રપંચ નામ સમસ્યય (પી ૩, ૧), ઉપદેશમાલ બહરવૃત્તિ : કૃતિઓ રચી જણાય છે. (જેસ. ૫. પૃ. ૩૬) તે સૂરિ શક સં -૧૦ (વિ. સં. ૧૦૪૫) ને પ્રતિમાલેખ કટિંગ્રામમાં ઉપલબ્ધ છે. સ્વ. . ૧૦૮૮. – જૈન સાહિત્યનો ઇતિહાસ [ધિ. ૩, પ૦ ૧] પૃ. ૨૦૭. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62