Book Title: Jain_Satyaprakash 1937 08 SrNo 25
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 32
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનધર્મને અહિંસાવાદ [૨૯]. હિંસા સત્વર પલાયન થઈ ગઈ. ત્યારબાદ આ મહાવીર યોદ્ધાએ સમગ્ર વિશ્વમાં હિંસાની પ્રતિક્ષિણી અહિંસાનો [એટલે “અહિંસા vછે ધર્મ: ” એ સુત્રો] ડિડિમ નાદ વગડાવ્યો, અને અહિંસાને વિશ્વવ્યાપિની બનાવવાના ઈરાદાથી તેનો સામ્રાજ્ઞી તરીકે અભિષેક કર્યો, કે જેથી ધર્મને નામે યજ્ઞયાગાદિમાં હોમાતા નિર્દોષ પ્રાણીઓની હિંસા મેટે ભાગે બંધ થઈ ગઈ અને સર્વત્ર શાંતિ ફેલાઈ. આ અહિંસા સામ્રાજ્ઞીના વિશાળ રાજ્યમાં રહેલી પ્રજા નિર્ભય બની આત્મકલ્યાણના પુનિત પંથે પ્રયાણ કરવા લાગી અદ્યાવધિ ધર્મને નામે કાળકા(કાળા) દેવીને નામે યજ્ઞાદિમાં થતી ઘેર હિંસાઓનો પ્રચાર ૧. ધર્મના અંગરૂપ ગણાતી દેવીની આગળ કેવાં કેવાં કારણોને લઈને નિર્દોષ જેની હિંસા કરવામાં આવે છે તે મદ્રાસથી નીકળતા “અહિંસા” નામક એક અંગ્રેજી પત્રમાંના નીચેના લેખથી સમજાશે – જે કાળીદેવી વિશ્વમાતા તરીકે ઓળખાયેલી છે તેના પવિત્ર નામે કેવાં, અન્તઃકરણને કંપાવનારાં કૃત્ય કરાય છે ! જે દેવીના નામ ઉપર ભાવી આપત્તિઓનો પ્રતિકાર કરવાની ખાતર, પોતાના સ્વાસ્થની સવર પ્રાપ્તિને માટે, સંતતિની પ્રાપ્તિને માટે, વિસ્તૃત (ફાળેલા) તેમજ ધાન્યની સમૃદ્ધિવાળા પાકને માટે, એવાં અન્ય વિવિધ કારણોને અંગે; લાખ બકરાં, લાખે મરઘાં, લાખા ડુક્કર અને લાખો ભેંસો ઘણી જ કરતા પૂર્વક મારી નાંખવામાં આવે છે એટલું જ નહિ પરંતુ કેટલેક પ્રસંગે માનવોને પણ નિર્દયતા પૂર્વક હણવામાં આવે છે. આવા નિર્દોષ પ્રાણિઓને મારવાની આ રીત ખરેખર અમાનુષી તેમજ હદયદ્રાવક કૃત્ય જ કહેવાય. આ બધી અને બીજી પણ ઘણી જાતની કરતા, નિર્દોષ મુંગા અને અશરણબચાવ વગરના–પ્રણીઓ ઉપર દેવી માતાના નામથી કરવામાં આવે છે. બધા જીવન ધારણ કરનારા પ્રાણિઓને દેવીના બાળકો તરીકે ઓળખવામાં આવે છે. જે દેવીને અતિ પ્રેમવાળી (દયાળુ) કહેવામાં આવે છે (તે) દેવી પિતાનાં જ બાળકોનું માંસ અને રૂધિર માંગે છે, એમ માનવું એ શું અકુદરતી નથી ? કેટલાક માને છે કે – પ્રાણિઓના જીવ હોમીને પોતાના જીવ બચાવી શકાય છે. પણું જે આ શક્ય હોય તો, હરે રાજાઓ અને શહેનશાહો જે મરી ગયો છે અને આ માનવ સૃષ્ટિમાંથી ચાલ્યા ગયા છે, તેઓએ બકરાં, મરઘાં કે હાથીઓ અથવા એવા અન્ય કીમતી પ્રાણીઓ પણ (જરૂર જણાત તો) હેમીને પિતાનું જીવન લંબાવ્યું હોત, અને ઈષ્ટ સાધ્યું હોત. (તેથી) આ માત્ર માન્યતા તેમજ ઉંડી હેમવાળી અંધશ્રદ્ધા છે. કેટલાક એવા છે કે જેઓ, એમ માને છે કે – રોગો અને ચેપી વ્યાધિ (કાળી) દેવી ફેલાવે છે. આ પણ બીજી મેરી બેટી વિચારણા છે. બુદ્ધિવાળા અને ભણેલા માણસે સારી રીતે જાણે છે જ કે ગંદા રહેઠાણથી, અપથ્ય તેમજ કુસમયના લીધેલા ખોરાકથી, શરીરની (આંતરિક) ખામીઓને લીધે, હવાના ફેરફારો ઈત્યાદિક અનેક કારણે થી રોગની ઉત્પત્તિ થાય છે. જ્યારે એક બાળક માંદુ થાય ત્યારે પ્રથમ કાર્ય તેના માબાપે તે કરવાનું છે કે મારા દાકતરના ઉપચાર લેવા. એમ કરવાને બદલે ઘણા માબાપ દેવી (કાળી) ને પ્રાર્થના કરે છે, અને બાળક સારો થાય તે, બકરું કે મરહ્યું હોવાની બાધા (પ્રતિજ્ઞા) કરે છે. યોગ્ય દવાના ઉપચાર વગરની માત્ર પાર્થના For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62