________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧]
તીર્થકર નામકમ
ખાધી જેથી બત્રીસે ગર્ભ (ના જીવો) વધવા માંડયા. પિડા વિશેષ થતાં દેવની આરાધના નિમિત્તે કાઉસ્સગ કર્યો. દેવે આવી પીડા દૂર કરી. ૩૨ પુત્રો જનમ્યા. પ્રભુ શ્રી મહાવીરદેવે અંબડની મારફત આ સુલસા શ્રાવિકાને ધર્મલાભ કહેવરાવ્યો હતો. તે આવતી ચોવીશીમાં શ્રી શીતલનાથની જેવા નિર્મમ નામે પંદરમા તીર્થંકર થશે.
વિશેષ બીના ઉપદેશપ્રાસાદિ ગ્રંથોમાંથી જાણી લેવી.
૯. રેવતી શ્રાવિકા – પ્રભુ શ્રી મહાવીરદેવ ગામાનુગામ વિચરતાં મેઢિકગ્રામ નામના નગરમાં પધાર્યા. ત્યાં તેમને અધિક બળતરાની વેદનાવાળો પિત્તજ્વર અને લોહિતવર્ગ વ્યાધિ (મરડો) થયો. તેમાં મૂલ કારણ ગોશાલાએ પ્રભુની ઉપર તેજલેશ્યા મૂકી તે હતું. આ અવસરે લોકે એમ બોલવા લાગ્યા કે, ગોશાલાની તેજલેશ્યાથી પ્રભુનું શરીર દાઝવું, જેથી છ માસની અંદર પ્રભુ કાલધર્મ પામશે. આ બીના સાંભળી અનન્ય ભક્ત સિંહ મુનિએ વિચાર્યું કે “મારા ધર્માચાર્ય મહાવીરને તાવ પીડા આપી રહ્યો છે, તેથી અન્ય ધર્મીઓ એમ કહેશે કે – “શ્રી મહાવીર, ગોશાલાએ તેજો લેમ્યા મૂકી જેથી ઇક્વસ્થ અવસ્થામાં કાલધર્મ પામ્યા.” આવા ઈરાદાથી તે મુનિવર્ય, મનમાં ઘણું જ નારાજ થઈ માલુકક૭ નામના વનમાં જઈ રૂદન કરવા લાગ્યા. પ્રભુએ સ્થવિરને ત્યાં મોકલી તે મુનિને બોલાવ્યા, ને કહ્યું કે –
હે સિંહમુનિ ! જે તમે વિચાર્યું તેમ થવાનું નથી. યાદ રાખજો કે – હજુ હું દેશન સેળ વર્ષ સુધી કેવલિપણે વિચરીશ. તમે નગરમાં જાઓ ! ત્યાં રેવતી શ્રાવિકાએ મારા માટે કાળાપાક તૈયાર કર્યો છે, તેની જરૂર નથી, પણ બીજોરાપાકની જરૂર છે, તે તમે લા! સિંહમુનિ નગરમાં રેવતી શ્રાવિકાને ઘેર ગયા. બીજોરાપાકને ખપ (જરૂરી) જણાવ્યો. જેથી રેવતી શ્રાવિકોએ સ્વઆત્માને કૃતાર્થ માની દાનનાં પાંચે ભૂષણે સાચવી મુનિને ખપ પ્રમાણે તે હરાવ્યું. મુનિશ્રીએ લાવીને પ્રભુને હાથમાં આપો. વીતરાગપણે વાપરવાથી પ્રભુદેવ નરોગી બન્યા. શ્રી સંધ ઘણો જ ખૂશી થશે. દેવાદી પણ હર્ષથી નાચવા લાગ્યા. રેવતી કાલધર્મ પામી બારમા દેવલોકે ગઈ ત્યાંથી આવી તે જીવે આવતી ચોવીશીમાં – શ્રી શીતલનાથની જે – સમાધિનામે સત્તરમ તીર્થકર થશે. લેખ વધી જાય આ ઈરાદાથી ઉપરની બીના ઘણું જ સંક્ષેપમાં જણાવી છે. - શ્રી સંવેગમાલા આદિમાં તીર્થકર નામકર્મ બાંધવાનાં કારણો સવિસ્તર જણાવ્યાં છે. ભવ્ય આ પ્રમાણે સંક્ષિપ્ત બીના જાણી તીર્થકર નામકર્મ બંધનાં શ્રી વિસકસ્થાનક સાધનાદિ કારણે સેવી તેવી ઉત્તમ કર્મપ્રકૃતિ બાંધી – તેરમે ગુસ્થાનકે ઉદય પામી રવપરોપકાર કરી મુક્તિપદ પામે એ જ હાર્દિક ભાવના !
: સૂચના : શ્રી પર્યુષણું મહાપર્વ નિમિત્તે આવતે અંક બંધ રહેશે અને તે પછીને અંક વધુ પાનાને નીકળશે.
હવેથી માસિક પાંચમના બદલે પંદરમી તારીખે પ્રગટ થશે.
For Private And Personal Use Only