Book Title: Jain_Satyaprakash 1937 08 SrNo 25
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 24
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧ ] સ્તંભતીર્થને પ્રાચીન જ્ઞાન ભંડાર [૨૧] તાડપત્ર પર લખાવી તે તેમજ પાક્ષિક પ્રતિક્રમણ ચૂર્ણની તાડપત્ર પર લખાયેલી પ્રત પણ શાતિનાથ ભંડારમાં છે. આ રીતે જુદા જુદા સમયમાં લ બાયેલ સંખ્યાબંધ તાડપત્ર પરની પ્રતો સંબંધીના અને તે સર્વ પયુક્ત શાન્તિનાથ ભંડારમાં હોવા સંબંધીના ઉલ્લેખે મૌજુદ છે, જેમાં નીચેના નામે મુખ્ય છે. (૧) મહામાત્ય શ્રી તેજપાળના સમયમાં શીલાંક આચારાંગવૃત્તિ, (૨) મુનિદેવસૂરિકૃત શાન્તિનાથ ચરિત્ર, (૩) પલ્લીવાલા ( મહેશ્વરસૂરિકૃત કાલિકાચાર્ય કથા પ્રાકૃત તથા નાઈલગ૭ના સમુદ્રસૂરિના હસ્તાદીક્ષિત શિષ્ય વિજયસિંહસૂરિની રચેલ ભુવનસુંદરી કથા, પ્રાકૃ1. (૪) હે પાચાર્ય કૃત શબ્દાનુશાસન વૃત્તિ અને છંદેનુશાસન વૃત્તિ. (૫) આવશ્યક નિર્યુક્તિ સહિત તિલકાચયની ટીકા. (૬) શીલાચાર્ય કૃત સૂત્રકૃતાંગ ટીકા અને ઉત્તરાધ્યયન બૃહદુવૃત્તિ, (૭) વિનયપ્રભને ગૌતમસ્વામી રાસ () કુમારપાળ પ્રતિબોધ. (૯) હેમકુમાર ચરિત્ર. (૧૦) ચંદ્રપ્રાપ્તિ ટીકા. (૧૧) આવશ્યક પરની હરિભદ્રસૂરિકૃતટીકા (૧૨) સિદ્ધાંતવિષમ પદપર્યાય ટીકા. આ તો માત્ર છુટી છવાઈ મેળવેલી વિગતે છે. એ સબંધમાં અભ્યાસકે વર્ગ તરફથી સંશોધન ને ગષણ ચાલુ રહે તે જૈન સાહિત્યના ઉદ્ધારણમાં અને સંગ્રહણમાં શાન્તિનાથ જ્ઞાન ભંડારે કેવો ફાળો આપે છે તેને તાગ નીકળી શકે. ઉપર મુજબ જે કેફીય પ્રાપ્ત થઈ છે તે ઉપરથી ફલિતાર્થ તારવી શકાય કે તાડપત્ર પર લખાયેલ પ્રતાનો સારામાં સારો સંગ્રહ થંભતીર્થમાં આ ભંડાર સિવાય અન્યત્ર નહોતો. એક સ્થળેથી એવી નોંધ મળી આવે છે કે સં. ૧૯૪૨માં બીન્યાયાભોનિધિ આચાર્ય મહારાજ શ્રી વિજયાનંદસૂરિ ઉર્ફે આત્મારામજી મહારાજ ખંભાત પધારેલા ત્યારે તેઓશ્રીએ પ્રાચીન તાડપત્રો પરનાં ધર્મ પુસ્તકો વાંચ્યા હતાં. શનિનાથ ભંડારની તાડપત્ર પરની પ્રતો, આગળ વર્ણવેલા ગૌરવ અને મહત્વને લઈ બહાર ગામથી માંગણી આવતાં, મેકલવામાં આવતી તેમજ જિજ્ઞાસુ મુનિરાજોને સે પાતી પણ ખરી. આ જાતની ઉદારતાનું પરિણામ એ આવ્યું કે એમાંની કેટલીક મહત્વની પ્રતા જ્યાં ગઈ ત્યાં રહી, અને કેટલીક જે સાધુ મહારાજે વાંચવા લઈ ગયા તે પાછી ન આવતાં તેમના સંગ્રહમાં ભળી ગઈ. જ્યારે કેટલીક આવી તેમાં પાનાને મેળ ન રહ્યો. આમ છેલ્લા થોડાં વર્ષોમાં યોગ્ય વ્યવસ્થા અને કડક પદ્ધત્તિના અભાવે એક સમયના આ પ્રસિદ્ધ ભંડારે પોતાની જ્ઞાન-સમૃદ્ધિમાં ઘણો ઘટાડો કર્યો. આમ છતાં ભાગ્યું તોયે ભરૂચ” એ જનવાયકા પ્રમાણે હાલ જે પ્રતિ જળવાઈ રહી છે તેને પ્રબંધ એવી વ્યવસ્થાસર બનાવવાની આવશ્યકતા છે કે જેથી જિજ્ઞાસુ વર્ગ છુટથી લાભ લઈ શકે અને તેની સ્થિતિ લાંબા સમય સુધી સારી રહી શકે. આચાર્ય મહારાજ પવિત્ર હાથ લાગવાથી ખૂણે પડેલ ભંડાર જનતાની ચક્ષુએ ચઢયો તો છે અને ઉદ્ધારના કાર્યમાં આગળ વધે છે, છતાં પ્રાચીન સ્થંભતીર્થના એ અનેરા ગૌરવસમ હોવાથી એની શોભા રાજવીના મુગટ તુલ્ય થઈ રહે તેવા દરેક પ્રયાસ સત્વર આદરવાની પ્રત્યેક ખંભાતવાસીની અને પ્રત્યેક જૈનની પ્રથમ ફરજ છે. એ જ સાચી જ્ઞાનભક્તિ છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62