Book Title: Jain_Satyaprakash 1937 08 SrNo 25
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 21
________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org | [૧૮] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૩ અય તીર્થપતિઓની કલ્યાણક ભૂમિઃ આ પછી તે ઘણો કાળ વ્યતીત થઈ ગયો. શ્રી શાંતિનાથ પ્રભુજી, શ્રી કુંથુનાથ પ્રભુજી અને શ્રી અરનાથ પ્રભુજી વગેરે ત્રણ ચક્રવર્તિ અને તીર્થકર દેવનાં અવન, જન્મ, દીક્ષા અને કેવલજ્ઞાન આ ચાર ચાર કલ્યાણ કે અહીં થયાં છે. આ ત્રણે ચક્રવતિઓએ છ ખંડ ધરતી જીતી લીધી. છ ખંડ ધરતી ઉપર અહીંથી સત્તાનાં સૂત્રો ચાલતાં. ત્રણ ત્રણ ચક્રવતિઓની રાજધાની અને ત્રણ ત્રણ તિર્થંકરોનાં ચાર ચાર કલ્યાણકની ભૂમિ, એમ બેવડુ માન હસ્તિનાપુરી સિવાય બીજ ગરીઓના લલાટે નથી લખાયું. મહાભારતની મહાસમરાંગણ ભૂમિ: પછી મહાભારત યુગમાં પાંડવો અને કૌરવોની જન્મભૂમિ, કીડાભૂમિ અને રાજભૂમિ બનેલી એ નગરી ખરે જ ચિરસ્મરણીય બની છે. સંસાર પરિવર્તનશીલ છે. ઉન્નતિ અને અવનતિ એક ઢાલની બે બાજુ માં છે. હસ્તિનાપુરી ને ભાગ્યરવિ આ યુગમાં જ નમવા માંડે છે અને અને અસ્તાચલના આરે ઉતરે છે. કૌરવો અને પાંડવો ઘત બેલે છે, પટપટુ કૌરવો સાથેના દાવમાં પાંડવો હારે છે. વિનાશ કાઢે વિપરીત વૃદ્ધિ” સુઝે છે. પાંડવો રાજપાટ, અને સ્ત્રી સુધ્ધા દાવમાં મૂકે છે અને અન્ત પરાજયની કાલિમા વહોરી લે છે, અને વનવાસ સ્વીકારે છે. પુનઃરાજ્યની યાચના થાય છે. ગીતાજીના સૃષ્ટા શ્રીકૃષ્ણજી દૂત બની હસ્તિનાપુરના રાજદ્વારે આવે છે અને એ પણ નિષ્ફળ બની પાછો જાય છે. જતાં જતાં અસ્તાચલના ઓવારે ઉતરતા હસ્તિનાપુરીના ભાગ્યરવિનું નિરીક્ષણ કરી નિઃસાસા નાખતા, પુનઃપુનઃ પાછું વાળીને જેતા ચાલ્યા જાય છે. અને ભયંકર કુરુક્ષેત્ર આરંભાય છે, મહાભારત મંડાય છે. બન્ને પક્ષના હજારો, લાખો, કરોડો માનવીઓ રણક્ષેત્રના દેવતાના ખપ્પરમાં હોમાય છે. શ્રી હસ્તિનાપુરીના પતન-અરે સમસ્ત ભારતના પતન–ના શ્રી ગણેશ અહીંથી આરંભાય છે. ન માલુમ કુરૂક્ષેત્રનો દેવતા કેટલો નરસંહાર પોતાના ખપ્પરમાં ભરવા માંગતો હશે ? જેના અણુએ અણુમાં માનવ જાતિના રકતના કણીયા ભર્યા છે, જેના અણુએ અણુમાં નરજાતિના સંહારને ભયંકર ઇતિહાસ ભર્યો છે ! છેવટે વિજયમાળા પહેરી પાંડે હસ્તિનાપુરમાં આવ્યા. પણ એ સ્મશાન ભૂમિ જોઈ તેમનું હૃદય દ્રવ્યું. અને ઈન્દ્રપ્રસ્થ “ગર નવું વસાવી રાજધાની ત્યાં લઈ ગયા. હસ્તિનાપુરીના સૌભાગ્ય ચિહો ઉઠી ગયાં; ધીમે ધીમે ટુંક મુદતમાં જ આ સૌભાગ્યશાલિની નગરી શ્રીહીન વિધવાનારી જેવી બની ગઈ એ નગરીને વિસ્તાર : શ્રી હસ્તિનાપુરીનો વિસ્તાર જોવા જઈએ તે અદ્યાવધિ જેનાં પ્રાચીન સ્મૃતિ ચિન્હો હાથ આવે છે, તે સ્થાનો પ્રાચીન હસ્તિનાપુરના જ ભાગ છે. જેમકે બરનાવા. જ્યાં કૌરવોએ પાંડવો માટે લાલા (લાખ) નો મહેલ બનાવ્યો હતો અને રાત્રે જલાવી દેવામાં આવ્યો હતો. જ્યાંથી સુરંગવાટે પાંડવો જીવતા અન્યત્ર ચાલ્યા ગયા હતા. ૧ આ લેખને અને “હસ્તિનાપુર કલ્પને અનુવાદ આપીશ જેથી વાચકને ઘણું જાણવાનું મળશે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62