________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧].
પ્રભુ શ્રી મહાવીરનું તત્વજ્ઞાન
[૭]
- -
રીતે ન કહી શકાય. બાધકને ઓળખી તેને દૂર કરીને જ સ્વીકૃત સાધન સિદ્ધ સાધ્ય બને છે. અન્યથા સાધનની કિંમત નથી. માટે સાધનથી પણ બાધકને ઓળખવાની વધારે જરૂર છે. એ જ કારણથી સાધક અને સાધ્યની વચ્ચે બીજાં સાત તો ગોઠવવામાં આવ્યાં છે. સંવર અને નિર્જરા નામનાં બે તો મુક્તિનાં સાધન છે, માટે તે બે તો સાધ્યની સાથે ઉપાદેય છે. બાકીનાં રેય અને હેય છે, પુણ્ય, પાપ અને આશ્રવને જાણ્યા સિવાય તથા બંધનાં સ્થાનો ઓળખ્યા સિવાય સંવર તથા નિર્જ થઈ શકે નહી, માટે તે તે તને જાણવાની અગત્ય છે. જીવનો પ્રતિપક્ષી પદાર્થ અજીવ હોવાથી, જીવ પછી તુરત અજીવ તત્ત્વ મૂક્યું છે. પુણ્ય, પાપ અને આવની સત્તાઓ સંવર હોઈ શકે માટે તે ત્રણ તો પછી સંવર આવે છે. પુણ્ય અને પાપમાં પુણ્યની પ્રિયતા જીવને હોવાથી તે પ્રથમ આવે છે અને પુણ્યના પ્રતિપક્ષી તરીકે પાપ તત્ત્વ છે. અને તે બન્ને ભેગા થઈને જ આશ્રવ થાય છે, એટલે ત્યારપછી આશ્રવ તત્ત્વ આવે છે. નિર્જરા વડે બંધને તેડી મુક્તિ મેળવી શકાય છે, એટલે બંધ પછી મોક્ષ તત્ત્વ છે. આ સિવાય બીજા ઘણાં કારણે કલ્પી શકાય છે. પરંતુ રચનાક્રમના સિદ્ધાન્તમાન્ય કારણે હોય તે જ વધારે વિશ્વસનીય બની શકે છે.
હવે આપણે પ્રથમ જીવ તત્ત્વ પર વિચાર કરીએ : ૧. સૂક્ષ્મ ૨. બાદર એકેન્દ્રિય, ૩. કીન્દ્રિય, ૪. ત્રીન્દ્રિય, ૫. ચતુરિન્દ્રિય, ૬. અસન્નિ૭. સગ્નિ પંચેન્દ્રિય; એ સાત ભેદોને પર્યાપ્તા, અને અપર્યાપ્તા એ બે ભેદોથી ગુણતાં જીવના વૈદ ભેદ થાય છે.
વતિ રામાવગ્રાળાનું ઘરતીતિ : ” એ વ્યુત્પત્તિથી, પ્રાણોને ધારણ કરનાર જીવ કહેવાય છે. પ્રાણોનાં ૧. સ્પર્શેન્દ્રિય, ૨. રસેન્દ્રિય, ૩. ધ્રાણેન્દ્રિય, ૪. ચક્ષુરિન્દ્રિય, પ. ટોવેન્દ્રિય, ૬. મનોબળ, ૭, વચનબળ, ૮. કાયબળ, ૯. “વાસોચ્છાસ અને ૧૦. આયુષ; એમ દશ ભેદો છે. - સૂમ બાદર એકેન્દ્રિયને, ૧. સ્પર્શેન્દ્રિય, ૨. કાયબળ, ૩. શ્વાસરાસ અને ૪. આયુષ્ય; એમ ચાર પ્રણિ હોય છે.
બેઈનિદ્રામાં ૧. સ્પર્શેન્દ્રિય, ૨. રભિ , ૩. (ભાષા હેવાથી) વચન બળ, ૪. કાયદળ, ૫. શ્વાસોશ્વાસ અને ૬. આયુષ્ય; એમ છે પ્રાણ છે.
તેઈન્દ્રિયમાં ૧. સ્પર્શેન્દ્રિય, ૨. રસેન્દ્રિય, ૩. ધ્રાણેન્દ્રિય, ૪. ચક્ષુરિન્દ્રિય, પ. વચનબળ, ૬. કાચબળ, ૭. શ્વાસોશ્વાસ અને ૮. આયુષ્ય; એમ આઠ પ્રાણ હોય છે.
અગ્નિ પંચેન્દ્રિયમાં ૧. સ્પશેન્દ્રિય, ૨. રસેન્દ્રિય, ૩. ધ્રાણેન્દ્રિય, ૪. ચક્ષુરિન્દ્રિય, ૫. શ્રોવેદ્રિય, ૬. વચનબળ, ૭. ક્રાયબળ, ૮. શ્વાસ અને આયુષ્ય; એમ નવ
પ્રાણ છે
સગ્નિ પંચેન્દ્રિયમાં ૧. સ્પર્શેન્દ્રિય, ૨. રસેન્દ્રિય, ૩. ધ્રાણેન્દ્રિય, ૪. ચક્ષુરિન્દ્રિય, ૫. શ્રોન્દ્રિય, ૬. (મન હોવાથી) મનબળ; ૭. વચનબળ, ૮. કા બળ, ૯ શ્વાસોચસ અને ૧૦. આયુષ્ય; એમ દશ પ્રાણો હોય છે.
જીવ તત્ત્વ દ્રવ્યથી અને ક્ષેત્રથી સાન્ત (અંતવાળું) હોવા છતાંય કાલ અને ભાવથી અનંત છે. આ વાતનું ભગવતી સૂત્રના બીજા શતકના પહેલા ઉદ્દેશામાં સ્વયં વીર-વર્ધમાન સ્વામી ઢંધકજીના પ્રશ્નોત્તરમાં નિરૂપણ કરે છે, તે પાઠ નીચે મુજબ છે –
For Private And Personal Use Only