________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુ શ્રી મહાવીરનું તત્વજ્ઞાન
અને દુઃખ એના પછીના અન્ય ક્ષણને મળે. આ હિસાબે પાપ છોડવાનું કોઈને પણ મન ન થાય એ સ્વભાવિક છે. આ રીતનો ક્ષણવાદ માનતાં પાપને પ્રચાર ધમધોકાર ચાલશે, અને ધર્મકરણનું જડમૂળ જશે, આ મોટી આપત્તિ અલ્પજ્ઞના દર્શનમાં ઉભી થઈ. આવી જ રીતે એકાતે નિત્યમાનનારા પણ “મત્રતાનુત્પસ્થિરનવમા નિત્ય:” આવા સ્વરૂપનું નિત્ય માને છે, અર્થાત જે કદીએ ટ્યુત તથા ઉત્પન્ન નથી થતો અને એક જ સ્વભાવમાં સ્થિત રહે છે તે નિત્ય છે, આવી રીતે નિત્ય માનનારના મનમાં પણ સ્વભાવના ફેરફારને અસ્વીકાર હોવાથી ધર્મને શુભ ફળનો અને પાપના અશુભ ફળનો સંગ માની શકાય તેમ નથી. વળી એક સ્વભાવમાં યા તે બંધ યા તે મોક્ષ બેમાંથી એક જ વસ્તુ મનાય, બે વસ્તુ સિદ્ધ થઈ શકે નહી. આથી સંસારભ્રમણ મોક્ષ, સુખ દુઃખના સાધન પુષ્ય, પાપ આદિ કઈ પણ વસ્તુ આત્મા સાથે સબંધ ધરાવી શકે નહી. આમ નિત્ય અનિત્ય વાદિઓનું ખંડન “ન્યાય ખંડ ખાદ્યમાં” ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજે ઘણી ખુબીથી કર્યું છે. તેઓશ્રીએ પ્રભુ મહાવીરસ્વામીની સ્તુતિ કરતાં ત્રીજા ક્ષેકથી નિયાયિક દ્વારા ક્ષણિકવાદી બૌદ્ધધર્મની ખબર લેવી શરૂ કરી છે. આ રહ્યો તે કલેકઃ नैरात्म्यदृष्टिमिह साधनमाहुरेके, सिद्धेः परे पुनरनाविलमात्मबोधम् । तैस्तैर्नयैरुभयपक्षममापिते वा-गाधं निहन्ति विशदव्यवहार दृष्टया ॥३॥
મેક્ષ-ઉપાયના વિચારમાં બૌદ્ધોએ મોક્ષ માટે નૈરાભ્યદૃષ્ટિ (આત્મા સ્થિર છે, નિત્ય છે અને એક છે, એવા પ્રકારના જ્ઞાનના અભાવ) ને કારણ માન્યું છે. “હું” એવા પ્રકારના વિક૫રહિત આલય વિજ્ઞાનની સંતતિને તેઓ આત્મા અને અનુપ્લિવ (રાગાદિ કલેશ શુન્ય) ચિત્ત સંતાનને મોક્ષ માને છે, કારણ કે –
चित्तमेव हि संसारो, रागादिक्लेशवासितम् ।।
तदेव तैर्विनिमुक्तं, भवान्त इति कथ्यते ॥ રાગદ્વેષાદિથી વાસિત થયેલ ચિત્ત તે જ સંસાર છે, અને રાગદ્વેષાદિ કલેશથી મુક્ત થયેલ ચિત્ત એ જ મોક્ષ છે, એમ બૌદ્ધ શાસ્ત્રનું વચન છે. બધાય આવો આત્માને સ્થિર માનીને સુખાદિની ઈચ્છા કરે છે, અને મનમાં એમ ચિંતવે છે કે –
सुखी भवेयं दुःखी च, माभूवमिति तृष्यतः ।
यैवाहमिति धीः सैव, सहजं सत्त्वदर्शनम् ॥ હું સુખી થાઉં અને દુઃખી ન થાઉં એવા તૃષાતુરની “હું” એવી જે બુદ્ધિ છે, તે જ સહજ સત્વદર્શન છે.
ઉપર પ્રમાણે સુખાદિની ઈચ્છા કરતાં થકા પ્રાણીઓ પિતપોતાના શાસ્ત્રમાં કહેલ વિધિ નિષેધ રૂપ સાધનેને આચરણ કરતાં થકા કર્મ ઉપાર્જન કરે છે અને તેથી જ જન્મમરણાદિકને અનુભવ કરે છે. પરંતુ “હું કોઈ ચીજ નથી, સ્થિર નથી, કોઈ પણ પદાર્થ મારો નથી અને જગતની કોઈ વસ્તુ સ્થિર નથી. બધાએ ક્ષણમાં નાશ પામે છે; માટે મિથ્યા છે.” આવા પ્રકારના નિશ્ચયને પામ્યા પછી કોઈ પણ પદાર્થની ઈચ્છા થતી નથી. અને ઈચછા નહી થવાથી બધી પ્રવૃત્તિને માંડી વાળે છે અને પ્રવૃત્તિના અભાવથી કર્ભાશયથી બંધાતો નથી, અને કર્ભાશયનો નાશ થતાં સુખ દુઃખાદિની સંભાવના પણ
[ અનુસંધાન પૃષ્ઠ ૧૨માની નીચે ]
For Private And Personal Use Only