Book Title: Jain Sahityana Kavya Prakaro Swaroop ane Samiksha
Author(s): Kavin Shah
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 9
________________ ८ શાસ્ત્રો સમતાની સાધના માટે છે. આજે શાસ્ત્રો અંગે વિવાદ ચાલે છે પણ તત્ત્વ ભૂલી ગયા છે. પૂ. શ્રીની પ્રેરણાથી ભરૂચ તીર્થનો તીર્થોદ્ધાર થયો. ભરૂચ તીર્થમાં જિનાલયનું નિર્માણ થયું છે. તથા વિશ્વનું સહુ પ્રથમ શકુનિકા વિહાર ભક્તામર મંદિર જિનાલયના ભોંયરામાં સાકાર થયેલ છે. તે આખુ જિનાલય અત્યંત દર્શનીય છે. પૂ.શ્રીના જીવનના અંતિમ દિવસો અમદાવાદમાં ધરણીધર પાસે ગૌરવ બંગલામાં પસાર થયા હતા. પૂ.શ્રીનું ૨૦૪૨ના રોજ દિવાળીના દિવસે સ્વર્ગારોહણ થયું હતું. અંત સમયે પ્રસન્નતા અને પૂર્ણ સમાધિ સાથે જીવનદીપ બુઝાયો અને સૌને પ્રસન્નતાનો શુભ સંદેશ પ્રાપ્ત થયો હતો. પૂ.શ્રીની સ્મૃતિમાં અગ્નિ સંસ્કાર સ્થળે શાંતિનગર અમદાવાદમાં ગુરુ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. તથા પાલીતાણા કંચનગિર આદિ અનેક સ્થળોએ ગુરુમંદિર નિર્માણ પામ્યા છે. નામ વિક્રમ અને કામ પણ વિક્રમ સર્જક પૂ.શ્રીની ઉદારતા, સૌમ્યતા, જ્ઞાનોવાસના, સરાગ સંયમ, રત્નત્રયીની વિશુદ્ધ આરાધના, સ્વ-પરના કલ્યાણની ઉદાત્ત ભાવના, પરમ વાત્સલ્ય ભાવ, સિદ્ધાંત અને સંયમ નિષ્ઠા જેવા કાર્યો અને ગુણોની સમૃિદ્ધિ ભાવિક ભક્તોને ભેટ ધરી છે. જેનાથી ભક્તો ગુરુદેવ વિક્રમસૂરિજીને વારંવાર વંદન કરીને કૃતકૃત્યતા અનુભવે છે. જૈન સશાસન જયવંતુ વર્તે છે આવા યુગ પ્રવર્તક આચાર્ય ભગવંતોના પુણ્ય પ્રતાપથી. પૂ. ગુરુદેવશ્રીને કોટિ કોટિ વંદન સંદર્ભ :- વિક્રમગુરુની અમર કહાની. (પૂ. આ.ભ. પદ્મયશસૂરિ મ.સા.ના આર્શીવાદથી) Jain Education International For Private & Personal Use Only સંકલન : ડૉ. કવિન શાહ બીલીમોરા www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 392