Book Title: Jain Sahityana Kavya Prakaro Swaroop ane Samiksha
Author(s): Kavin Shah
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 8
________________ પૂ. શ્રી ના શાસન પ્રભાવક કાર્યોની ઝાંખી કરાવતી માહિતી નીચે પ્રમાણે છે. પૂ. શ્રી ની નિશ્રામાં નીકળેલા છરી પાલિતના સંઘ (૧) સિકન્દ્રાબાદથી સમેતશિખરજી ૬ માસનો (૨) કલકત્તાથી વાયા સમેતશિખરજી થઈ પાલીતાણા ૨૦૧ દિવસ (૩) બીજાપુરથી કુલપાકજી (૪) બાલાપુરથી અંતરીક્ષજી (૫) જાલનાથી અનંતરીક્ષજી (૬) અમદાવાદથી પાલીતાણા (૭) સેલમથી પુડલતીર્થ (મદ્રાસ) વગેરે સંઘો સંઘયાત્રાના ઇતિહાસમાં ચિર સ્મરણીય સ્થાન પામ્યા છે. સંવત્ ૨૦૧૮ના વૈશાખ સુ. ૬ના રોજ સકળ સંઘ સમક્ષ પૂ.આ.ભ. જયવંતસૂરિ મ. સાહેબે તીર્થ પ્રભાવક પદપ્રદાનથી અંલકૃત કર્યો હતા. પૂ.શ્રીની નિશ્રામાં સં. ૨૦૨૪ના ચાતુર્માસમાં મદ્રાસમાં ૧૨૦૦ની અઢાઈ તપશ્ચર્યા થઈ હતી. સંવત્ ૨૦૪૦ના ખંભાતના ચાતુર્માસમાં ૧૦૮ મા ખમણની ઉગ્ર તપશ્ચર્યા સંઘમાં થઈ હતી. અને આ તપસ્વીઓને સમેતશિખર મહાતીર્થની યાત્રા કરાવવામાં આવી હતી. જિનેન્દ્ર ભક્તિ મહોત્સવથી આ પ્રસંગે ભક્તિનો રંગ જામ્યો હતો. “તપસ્યા કરતાં હો ડંકા જોર બજાયા હો.”ની ઉક્તિ ચરિતાર્થ થઈ હતી. પૂ. ગુરુદેવ શ્રીની પ્રેરણા અને કૃપાથી પૂ.સા. ગીત પ્રજ્ઞાશ્રીજી અને દીપયશાશ્રીજીએ પાંચ વર્ષમાં ૨૦ માસખમણની ઉગ્ર તપશ્ચર્યા કરી તપ ધર્મનો જય જયકાર થયો હતો. પૂ.શ્રીની નિશ્રામાં અંજનશલાકા પ્રતિષ્ઠા, જિનેન્દ્ર ભક્તિ મહોત્સવ, ઉપધાન તપ, શાખતી ઓળીની આરાધના, દીક્ષા અને પદવી દાન સમારોહ, તીર્થયાત્રા, જેવા સુકૃતો સ્વપરના કલ્યાણાર્થે થયાં હતાં. સર્વ સુકૃતની જેટલી અનુમોદના કરીએ તેટલી ઓછી છે. પૂ. શ્રીએ ગુરુવર્ય આ. લબ્ધિસૂરીશ્વરજીની સાથે રહીને દ્વાદશાર, નયચક્ર ગ્રંથોનું સંપાદન કરીને સંસ્કૃતમાં પ્રસ્તાવના સુંદર લખી છે. શ્રુતજ્ઞાનના વિકાસમાં ગુજરાતીમાં તત્વાર્થ સૂત્રના પાંચમા અધ્યયનનું વિસ્તારથી વિવેચન લખ્યું છે તે અધ્યયન ન્યાયથી ભરેલું છે. માદરે વતન છાણીમાં ચાતુર્માસ દરમિયાન માતાની ઇચ્છા પૂર્ણ થાય તે રીતે માતાને અંત સમયે પૂ.શ્રીએ નમસ્કાર મહામંત્રની આરાધના કરાવી હતી અને માતાનું સમાધિ મરણ થયું હતું. પૂ.શ્રીના વચન સિદ્ધિનાં અન્ય પ્રસંગો પણ યાદગાર બન્યા છે. પૂ.શ્રીની વાણીના નમૂનારૂપે વિચારીએ તો તમે વચન પાળો, વચન તમોને પાળશે, શાસ્ત્રો આત્મ સમાધિ માટે છે. શાસ્ત્રો મૈત્રી ભાવનાના વિસ્તાર માટે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 392