Book Title: Jain Sahityana Kavya Prakaro Swaroop ane Samiksha Author(s): Kavin Shah Publisher: Shrutnidhi Ahmedabad View full book textPage 6
________________ આવકાર...અંતરના ઉમળકાભર–આવકાર જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો :- સ્વરૂપ અને સમીક્ષા.” આ પુસ્તકનું નામ જ હૈયામાં અનેરા સ્પંદનો પેદા કરે છે. ગંભીર અને તલસ્પર્શી અથવા સંશોધનાત્મક એવું સાહિત્ય લગભગ હાલમાં બહુ ઓછું જોવા મળે છે. એવા અવસરે આવું ઉત્તમ સર્જન થાય. એ હકીકત મનને આનંદિત કરે છે. સંશોધનાત્મક સાહિત્યમાં સારું એવું ખેડાણ કરી ચૂકેલા ડૉ. કવિન શાહ આ વખતે એક નવા જ પ્રકારના ગ્રંથનું સર્જન કરીને આપની સાથે ઉપસ્થિત થયા છે. એનો આનંદ અનેરો અને ગૌરવપ્રદ પણ છે. આ પુસ્તકમાં તેઓશ્રીએ મુખ્ય વિભાગો પાડીને આપણને વિષયનું અવગાહન કરવા માટે ઘણી સરળતા કરી આપી છે. સ્વરૂપલક્ષી કાવ્ય પ્રકારો અને વસ્તુલક્ષી કાવ્યપ્રકારો. એમ બે વિભાગમાં વિવિધ કાવ્ય પ્રકારોની માહિતી દષ્ટાંત સહિત વિગતો આપી છે. વસ્તુલક્ષી કાવ્યોમાં ભક્તિપ્રધાન, છંદ મૂલક, સંખ્યામૂલક ઉપદેશ પ્રધાન કાવ્યપ્રકારોનો પરિચય આપવામાં આવ્યો છે. પ્રકીર્ણ વિભાગમાં અપરિચિત કાવ્ય પ્રકારોની દૃષ્ટાંત સાથે માહિતી આપવામાં આવી છે. આમાં પણ પ્રકીર્ણ વિભાગના કાવ્ય પ્રકારોનું નવુ સંશોધિત થાય એને ખૂબ જ જરૂરી છે. આવું કાર્ય કરવા કોઈ તૈયાર થાય અને કરે તો તેમાંથી કાવ્ય સાહિત્યની સમુદ્ધિનો વિશેષ પરિચય ચોક્કસ મળે તેમ છે. કાવ્ય પ્રકારની માહિતી આપતું અને ખૂબ જ મહેનત કરીને તૈયાર કરેલું એવું આ વિષયનું એક તદ્દન આગવું પુસ્તક પહેલી વાર પ્રગટ થાય છે. જૈન સાહિત્યના અભ્યાસ અને સંશોધન માટે વિશિષ્ટ ભોમિયા જેવું આ પ્રકાશન છે. આવું વિશિષ્ટ આગવું પુસ્તક પ્રકાશિત કરીને સંઘને ચરણે અર્પણ કરવામાં નિમિત્ત સ્વરૂપ લેખક પ્રકાશક સહાયક આર્થિક સહયોગી અને સૌએ ઉમદા પ્રકારનું પોતાનું કર્તવ્ય અદા કર્યું છે. ખરા અર્થમાં તેઓ સૌ ધન્યવાદને પાત્ર છે. શુભેચ્છા અને અનુમોદના સહ લેખકને આવકારતાં હર્ષની લાગણી અનુભવી વિરમું છું. લિ. આચાર્ય વિજયરત્નભૂષણસૂરિ જુહૂસ્કીમ, મુંબઈ (કાર્તિક પૂર્ણિમા) ૨૦૬૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 392