Book Title: Jain Sahityana Kavya Prakaro Swaroop ane Samiksha Author(s): Kavin Shah Publisher: Shrutnidhi Ahmedabad View full book textPage 7
________________ | નમો નમઃ શ્રી ગુરુ વિક્રમસૂરયે // ગુરુદેવ આચાર્યશ્રી વિક્રમસૂરીશ્વરજી મ.સા.નો મિતાક્ષરી પરિચય જિન શાસનના તીર્થ પ્રભાવક આ. શ્રી વિક્રમસૂરિજીની જન્મભૂમિ વડોદરા જિલ્લાનું છાણી ગામ છે. છાણી ગામની પુણ્યવંતી ભૂમિમાંથી ઘણા સાધુ-સાધ્વીજીઓ દીક્ષિત થયા છે એવી ભૂમિના એક પનોતા પુત્ર વિક્રમસૂરિજી સંવત ૧૯૭૨ના જેઠ સુદ ૫ જનમ્યા. પૂર્વ જન્મના પુણ્યોદયે દીક્ષાની શુભ ભાવનાથી પુત્ર બાલુ અને પિતાશ્રી છોટાલાલે ગૃહત્યાગ કર્યો અને પૂ.આ. લબ્ધિસૂરીશ્વરજી પાસે માતાની સંમતિથી સં. ૧૯૮૬માં જેઠ સુ. ૩ના રોજ ચાણસ્મામાં દીક્ષા અંગીકાર કરી, પુત્ર બાલ વિક્રમવિજય અને પિતાશ્રી છોટાલાલ મુક્તિવિજય નામથી મોક્ષમાર્ગના યાત્રી બન્યા. ગુરુની નિશ્રામાં સંયમને અનુરૂપ ધાર્મિક અભ્યાસ, ૪૫ આગમ તર્ક અને ન્યાયનો અભ્યાસ કર્યો હતો. સંવત્ ૨૦૧૧માં માગશર સુ. ૬ ના રોજ સિદ્ધગિરિની શીતળ છાયામાં પૂ.આ.ભ. ભુવનતિલકસૂરિ મ.સા.ની નિશ્રામાં પન્યાસ પદવીથી વિભૂષિત કર્યા હતા. સંવત્ ૨૦૧૧ના વૈશાખ સુ. ૬ના રોજ સંગમનેરમાં (મહારાષ્ટ્ર)માં આચાર્ય પદ પ્રદાનથી અલંકૃત કર્યા અને વિક્રમવિજય-વિક્રમસૂરિના નામથી ખ્યાતિ પામ્યા. પૂજ્યશ્રીએ ભક્તામર સ્તોત્રની સતત ૧૮ વર્ષ સુધી આરાધના કરીને સિદ્ધ કર્યું હતું. વિપત્તિના સમયે આ સ્તોત્રના પ્રભાવથી સર્વ પ્રકારની અનુકૂળતા થતી હતી. ભક્તામર પૂજન વિધાન પૂ.શ્રીએ જિનશાસનને આપેલું એક અણમોલ ભેટયું છે. આજે ગામે ગામ મંગલ પ્રભાતે ભક્તામર સ્તોત્રનું સમૂહ પઠન કરીને ભાવિક ભક્તો ભક્તિમાં તલ્લીનતા સાધે છે. આ ભક્તામરના પ્રથમ પૂજન વખતે એક સાધ્વીજી મ.સા.ના અટકી ગયેલા બન્ને પગ અને સૂકાઈ ગયેલી નસો. ચમત્કારિક રીતે નવચેતન પામી અને સંપૂર્ણ આરામ થયાની ઘટના ઘટી હતી. ત્યારથી ૨૦ કિ.મી.નો વિહાર કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 392