Book Title: Jain Ramayan
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 10
________________ શયન સ્થાનથી સો ડગલાની બહાર તેઓ પગ મૂકતા નથી. અહો ! આવા મહાસતી સીતાજીનો મહિમા કેવો અદ્ભુત જાદાં-જાદા મતોના વિવાદમાં પડ્યા વગર દરેક વ્યક્તિએ રામાયણના આદર્શોને જીવનમાં અપનાવવા માટે પ્રયત્ન કરવો જોઈએ. કવિ કબીરદાસજીએ પણ કહ્યું છે કે, जीवन ऐसा चाहिए, जैसे सूप सुहाय। सारसार को ग्रही ले, थोथा देई उडाय ॥ ઉપસંહાર આના પૂર્વે જે કહ્યું, તેનો ઉપસંહાર એટલો છે કે આપણે માતૃપ્રેમ, પિતૃભક્તિ, સાસુ-વહુનો પ્રેમ, દિયર-ભાભીનું વાત્સલ્ય, માતા-પુત્રીનો સ્નેહ, પત્નીનો સમર્પણભાવ, પતિના કર્તવ્યનું ઉત્તરદાયિત્વ આદિ માર્ગાનુસારી ગુણો સમાન ગિરિની તળેટીથી પ્રારંભ કરીને સમ્યગ્દર્શન, દેશવિરતિ, સર્વવિરતિ રૂપી સીડીથી ચઢીને ગિરિના શિખર સમાન મોક્ષનગર સુધી પહોંચવાનું છે. આ રામાયણમાં દૃષ્ટિગોચર થાય છે. જેમ (૧) દશરથના પિતા રાજા અનરણ્ય મિત્રના સંદેશથી, (૨) વૃદ્ધ કંચકીને જોઈ રાજા દશરથ, (૩) રાવણનું મૃત્યુ જોઈને વૈરાગી બનેલા કુંભકર્ણ, ઇન્દ્રજીતુ, મેઘવાહન, મંદોદરી, (૪) પિતાશ્રીની દીક્ષાથી ભરત, (૫) પુત્રનો વેરાગ્ય જોઈને કેકેયી, (૬) સંસાર સુખની અસારતા સમજીને સીતાજી, (૭) સૂર્યાસ્ત ને જોઈને હનુમાનજી, (૮) લક્ષ્મણનું મૃત્યુ જોઈને લવ-કુશ, (૯) દેવના પ્રતિબોધથી રામ, (૧૦) રામની દીક્ષા સાંભળીને શત્રુદન, (૧૧) લક્ષ્મણની ઉત્તરક્રિયાથી જાગૃત થયેલા સુગ્રીવ, બિભીષણ આદિએ વેરાગ્ય પામી દીક્ષા ગ્રહણ કરી આત્મકલ્યાણ કર્યું અને મોક્ષના ઉચ્ચ શિખર સુધી પહોંચી શક્યા છે. તેથી જ રામાયણને દીક્ષાની ખાણ કહેવાય છે. पुमर्थाः इह चत्वारः, कामार्थों तत्र जन्मिनाम्, । अर्थभूतौ नामधेयादनौँ परमार्थतः, । अर्थस्तु मोक्ष एवैको, धर्मस्तस्य कारणम् ।। ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થ કહેવાયેલા છે. પણ એમાંથી અર્થ અને કામ તો નામ માત્રના પુરુષાર્થ છે, જે પરંપરાએ અનર્થને સાધવાવાળા છે. ખરેખર તો મોક્ષ માત્ર એક જ સાચો પુરુષાર્થ છે અને ધર્મ તેનું કારણ છે. શાસ્ત્રકાર ભગવંતોએ ફરમાવેલ ટંકશાળી વચન છે કે જે ધર્મ મોક્ષના હેતુથી થાય છે, તે જ ધર્મ પુરુષાર્થ કહેવાય છે. બીજા નહિ. રામાયણના મુખ્ય પાત્રોનું ચિંતન, મનન કરતાં એ જ્ઞાન થાય છે. ઘણા પાત્રોએ મોક્ષપુરુષાર્થને પ્રધાનપણું આપી આત્મકલ્યાણ સાધ્યું છે. તમે પણ આવો મોક્ષ પુરુષાર્થ સાધીને પરંપરાએ શાશ્વત, અવ્યાબાધ એવા મોક્ષસુખને પ્રાપ્ત કરો, એ જ શુભેચ્છા. આ પુસ્તક અને પ્રાક્કથનમાં કાંઈ પણ શાસ્ત્ર વિરુદ્ધ લખાયું હોય, તો મિચ્છામિ દુક્કડં. ભાદરવા સુદ ૧૨ બુધવાર - ગુણરત્નસૂરિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 142