Book Title: Jain Ramayan
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 9
________________ આંખો લાલ બની હશે, જેના કારણે તેમને સફેદ ફૂલ પણ લાલ જણાયાં હોય. વાસ્તવિક પરિસ્થિતિ તો એ છે કે સીતાજીને આવી સુગંધી વાટિકામાં પણ આનંદનો અનુભવ નહોતો થતો. આ આદર્શ સમજવો જોઈએ. આ પ્રમાણે કોઈ રામાયણના રચનાકારે રામની એક જ પત્ની દર્શાવી છે, તો બીજા ઉત્તરપુરાણ, મહાપુરાણ, પઉમચરિયું વગેરેમાં બહપત્નીઓ બતાવવામાં આવી છે. આ વિવાદમાં ન ઉતરતાં પત્નીના પતિ પ્રત્યેના સમર્પણભાવને આદર્શ તરીકે સમજવો જોઈએ. કોઈ રામાયણકર્તાએ રામને નીલવર્ણવાળા અને લક્ષ્મણને ગૌરવર્ણવાળા દર્શાવ્યા છે, જ્યારે બીજા ઉત્તરપુરાણ, પઉમચરિયમાં આનાથી વિરુદ્ધ વર્ણવાળા બતાવ્યા છે. આવી ચર્ચામાં ઉતર્યા વગર તેઓનો ભ્રાતૃપ્રેમ, અદ્ભુત પરાક્રમ જેવા આદર્શોનો વિચાર કરવો જોઈએ. કોઈ હનુમાનજીને બાલબ્રહ્મચારી બતાવે છે, તો કોઈ ના પાડે છે. પરંતુ બધા જ તેમના શ્રેષ્ઠ પરાક્રમ તથા રામચંદ્રજી પ્રત્યેના તેમના ભક્તિભાવની પ્રશંસા કરે છે. આ આદર્શ છે તેમ વિચારવું જોઈએ. કોઈ રામાયણકારે રામચન્દ્રજીને શ્રેષ્ઠ આધ્યાત્મિક પુરુષ બતાવ્યા છે, તો બીજાના મતાનુસાર તેમણે દીક્ષા લીધા પછી શ્રેષ્ઠ આધ્યાત્મિક પ્રવૃત્તિવાળા બન્યા, તેમ જણાવ્યું છે. આવી ચર્ચામાં પડ્યા વગર તેમના ઉત્તમ વ્યક્તિત્વને આદર્શ માનવો જોઈએ. ઘણા બધા સૂર્યવંશીઓએ સંયમ જીવન અપનાવ્યું છે, કવિ કાલિદાસે પણ કહ્યું છે કે – शैशवेऽभ्यस्तविद्यानां यौवने विषयैषिणां। वाद्धक्ये मुनिवृत्तीनां योगेनान्ते तनुत्यजाम् ॥ કોઈ રામાયણકારના મતાનુસાર રામ પાંચ-સાત હજાર વર્ષ અગાઉ થયા હતા, તો બીજાઓના અભિપ્રાય પ્રમાણે લગભગ પોણા બાર લાખ વર્ષ પહેલાં થયા હતા. તેથી એમ પણ બન્યું હોય કે જાદા-જાદા કાળમાં થયેલા રામની ઘટનાઓ અલગ પણ હોય. જેમ કે વૈદિક મહાભારતમાં કહ્યું છે કે જ્યારે કર્ણ, અર્જુનના બાણથી ઘાયલ થયા હતા. ત્યારે શ્રીકૃષ્ણજીએ બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને દાનની માંગણી કરી હતી. તેમની પાસે કાંઈ પણ ન હોવાથી, તેઓ પોતાનો સોનાનો દાંત પથ્થરથી તોડવા માંડ્યાં. આથી પ્રસન્ન થયેલા એવા શ્રીકૃષ્ણ, કર્ણને રોકીને કહ્યું- “કર્ણ! તમે સાચા દાનેશ્વરી છો. દાંત તોડશો નહિ. હું તો તમારી પરીક્ષા કરી રહ્યો હતો.” કર્ણએ પ્રત્યુત્તરમાં જણાવ્યું કે જો આપ મારા ઉપર પ્રસન્ન થયા હો, તો મારા મરણ પછી મારો અગ્નિસંસ્કાર કોઈ એવી ભૂમિ ઉપર કરજો, જ્યાં પહેલાં બીજા કોઈના અગ્નિસંસ્કાર ન થયા હોય. તેના મરણ બાદ શ્રીકૃષ્ણ, તેની અંતિમવિધિ કરવા માટે ઘણી જગ્યા (પૃથ્વી) ખૂંદી વળ્યા. છેવટે સમુદ્રની વચ્ચે આવેલા પર્વતની ટોચ ઉપર કર્ણનું શબ લઈને ગયા. ચિતા તૈયાર કરીને જ્યાં અગ્નિ સળગાવવા ગયા, ત્યાં આકાશવાણી થઈ કે - अत्र द्रोणानां शतं दग्धं, पांडवानां शतत्रयं । दुर्योधनानां सहस्त्रं, कर्णसंख्या न विद्यते।। અર્થાતુ :- અરે કૃષ્ણ ! અહીંયા સો દ્રોણાચાર્ય, ત્રણસો પાંડવો અને હજાર દુર્યોધનોની ચિતા સળગાવવામાં આવી ગઈ છે. જ્યારે કર્ણની સંખ્યા તો અગણિત છે. જેવી રીતે દ્રોણાચાર્ય વગેરે અનેક થયા છે, તેવી રીતે પોણા બાર લાખ વર્ષમાં, ઘણા બધા રામ વગેરે થયા હોય, તેવી શક્યતાને નકારી શકાય નહિ. આથી તેમની ઘટનાઓ પણ ભિન્ન થઈ હોય. જૈન સાધુ-સાધ્વીજીઓ મહાસતી સીતાજીને એટલું બધું મહત્વ આપે છે કે તેમનું નામ લીધા સિવાય પોતાના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 142