Book Title: Jain Ramayan Author(s): Gunratnasuri Publisher: Jingun Aradhak Trust View full book textPage 8
________________ પ. પૂ. સંઘદાસગણિ મ. સા. રચિત વાસુદેવહિડી પ્રાચીન રામાયણ ગ્રંથ છે. પ. પૂ. આ. વિમલસૂરિજી રચિત પઉમચરિયં સૌથી વિખ્યાત ગ્રંથ છે. પ. પૂ. ગુણભદ્ર મ. સા. લિખિત ઉત્તર પુરાણ તેમજ પ. પૂ. ભદ્રેશ્વર મ. સા. લિખિત કથાવલિ પણ જૈન રામાયણ ગ્રંથ છે. પ. પૂ. સેન મ. સા. વડે લિખિત પદ્મપુરાણ, પ. પૂ. સ્વયંભૂ મ. સા. નું મહાપુરાણ, પ. પૂ. કૃષ્ણદાસ મ. સા.નું પુણ્યચંદ્રોદયપુરાણ, પ. પૂ. ધનેશ્વર મ. સા.નું શત્રુંજય માહાભ્ય, પ. પૂ. શિલાચાર્યનું ચોવન મહાપુરિસ ચરિયું, પ. પૂ. આ. હેમચંદ્રસૂરિજી મ. સા.નું ત્રિષષ્ઠી શલાકા પુરુષચરિત્ર વગેરે ગ્રંથોના આધારે અને ઉપલબ્ધ પુસ્તકોના આધારે પ્રસ્તુત પુસ્તકનું નિર્માણ કરવામાં આવ્યું છે. હું એ બધાનો આભારી છું. આ ગ્રંથના વાંચન, અધ્યયનથી આજના આધુનિક યુગમાં શું લાભ થઈ શકે ? સૌ પ્રથમ આજનું જનજીવન પાશ્ચાત્ય સંસ્કૃતિનું અંધાનુકરણ કરી રહ્યું છે. આજે સમસ્ત વિશ્વમાં એક કૃત્રિમ ઉપભોક્તાવાદ પર આધારિત પાશ્ચાત્ય સંસ્કૃતિનું નિર્માણ થઈ રહ્યું છે, ત્યાગ, ભ્રાતૃપ્રેમ પતિવ્રતા જેવા શાશ્વત મૂલ્યોને ઠુકરાવીને વ્યક્તિને સ્વાર્થ કેંદ્રિત બનાવવાનો પ્રત્યક્ષ સંદેશ આજનો ટી.વી. યુગ આપી રહ્યો છે. એવી વિકટ પરિસ્થિતિમાં શ્રેષ્ઠજીવનનું માર્ગદર્શક બની શકે છે જૈન રામાયણ. તેમાં આર્ય સંસ્કૃતિના માર્ગાનુસારી ગુણોરૂપી તળેટીથી લઈ જૈન સંસ્કૃતિના સમ્યગ્દર્શનપૂર્વક સંયમના સોપાન થકી મોક્ષના શિખર સર કરી શકાય. આર્ય અને જૈન સંસ્કૃતિની વિશિષ્ટતા બતાવનાર આ ગ્રંથમાં આપણને વ્યક્તિગત તનાવપૂર્ણ ક્ષણોમાં યોગ્ય નિર્ણય લેવા માટે માર્ગદર્શન મળે છે. રામાયણના દરેક પાત્રનું ભાષણ, સંભાષણ, મૌન, ક્રિયા, પ્રક્રિયા અને ધર્મસાધના આપણા માટે બોધકારક બને છે. રામાયણમાં વિમાનશાસ્ત્ર અને શસ્ત્રાસ્ત્રોનો ઉલ્લેખ પણ મળે છે. તેમાં રાજા મધુની પાસે અમરેન્ડે આપેલો પ્રક્ષેપાસ્ત્ર પણ શામિલ છે, જે લગભગ તેરહજાર કિ.મી. દૂર જઈને પ્રહાર કરી ફરી પોતાના સ્વામી પાસે આવી જતું. આ જ ગ્રંથોના અભ્યાસથકી કદાચ વિદેશી વૈજ્ઞાનિકોએ અનેક અન્વેષણ કર્યા હશે. રામાયણનું અધ્યયન આપણને આપણા વધતા તનાવ અને સામાજિક તનાવથી મુકાબલો કરવાનું શીખવે છે. સીતાના વિરહઅગ્નિમાં બળતા રામે પોતાનું દુઃખ ભૂલી જઈ જટાયુ, સુગ્રીવ આદિની સહાયતા કરી છે. આજે જ્યારે આપણા પોતાના અને સામાજિક સંબંધો ધીમે-ધીમે શિથિલ બનતા જાય છે. ત્યારે રામાયણ જ તેમને ફરીથી દૃઢતા પ્રદાન કરી શકે છે. આના વ્યક્તિગત, પારિવારિક, રાજનૈતિક, સામાજિક વગેરે કોઈ પણ સંદર્ભ હંમેશા માટે ચિરંજીવી છે. સર્વત્ર માર્ગદર્શક અને પ્રેરક છે, હતા અને રહેશે. રામાયણે આપણને જે ગૌરવશાલી અનામત સંસ્કૃતિ આપી છે, તેને ન આક્રમણ થકી ખુંચવી શકાય કે ન ક્રૂર નિયમો થકી રદબાતલ કરી શકાય, કારણ કે તે આપણા રક્તના પ્રવાહની અંદર વહે છે અને હૃદયની ધડકનોમાં સંભળાય છે. અલગ-અલગ રામાયણોની વિભિન્ન ઘટનાઓનો સમન્વય જુદા-જુદા રામાયણ ગ્રંથોનો હેતુ સામાન્યતઃ એક જ છે, તેમાં દર્શાવેલા સાંસ્કૃતિક, સામાજિક, ધાર્મિક તથા આધ્યાત્મિક આદર્શોને સમજીને લોકો પોતાના જીવનમાં અપનાવી જીવનને શ્રેષ્ઠ બનાવે. નાની-મોટી ઘટનાઓની ભિન્નતાના વિવાદમાં પડ્યા વગર, આપણે તેનાં આદર્શને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. જેમ કે, કોઈ રામાયણકર્તાએ એમ કહ્યું કે સીતાજીએ અશોક વાટિકામાં સફેદ ફૂલ જોયાં હતાં, તો બીજા કોઈએ જણાવ્યું કે તેમણે લાલ ફૂલ જોયાં હતાં. આવા વિવાદમાં પડ્યા વગર જો આ બન્ને હકીકતોનો સમન્વય કરવાનો પ્રયત્ન કરવામાં આવે, તો એમ પણ બની શકે કે વિરહાગ્નિથી રોઈ-જોઈને સીતાજીની www.ainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 142