Book Title: Jain Ramayan Author(s): Gunratnasuri Publisher: Jingun Aradhak Trust View full book textPage 6
________________ પ્રસ્તાવના પાછળની ઘણી સદીઓથી ભારતના જ નહિ, પરંતુ સંપૂર્ણ વિશ્વના જનસામ્રાજ્યના હૃદયમાં જેટલો પ્રભાવ રામાયણ અને મહાભારતનો રહ્યો છે, તેટલો બીજા કોઈ ગ્રંથનો દેખાતો નથી. ભારતીય વ્યક્તિ, પછી ભલે તે કોઈ પણ પ્રાંતનો હોય, કોઈ પણ ધર્મ-સંપ્રદાયથી જોડાયેલ હોય, શહેરી હોય કે ગામડિયો, સુશિક્ષિત હોય કે અભણ, તે રામાયણથી પરિચિત તો હોય જ છે. રામાયણે આપણા નૂતન સાહિત્ય વગેરેને અત્યંત પ્રભાવિત કર્યું છે. વિદ્વાનોનું કહેવું છે કે વાલ્મિકી રામાયણના પૂર્વે પણ અનેક રામકથાઓ પ્રચલિત હતી, જેને મૌખિક પરંપરાએ જીવિત રાખી હતી. વાલ્મિકી રામાયણમાં પણ અનેક પ્રતિભાશાલીઓએ પોતાની બુદ્ધિ પ્રમાણે કાંઈક ઉમેરી નવી વિવેચના કરી છે. આવા યોગદાનથી રામાયણ પહેલાં કરતાં પણ રોચક બની છે. વાલ્મિકીની સાથેસાથે ‘તુલસી રામાયણ’ (વજભાષા), દુર્ગાવર કૃત ‘મીતરામાયણ’ (બંગાલી), દિવાકરભટ્ટ કૃત ‘રામાયણ' (કાશ્મીરી), એકનાથકૃત ‘ભાવાર્થ રામાયણ’ (મરાઠી), કંપનકૃત ‘પંપા રામાયણ’ (કન્નડ) વગેરે કેટલાક એવા ગ્રંથો છે કે જે પ્રાંતીય ભાષામાં લખાએલ છે. જેનું અંતરંગ તો લગભગ વાલ્મિકી રામાયણ જેવું છે. પરંતુ બહિરંગમાં એમના કર્તાઓની પ્રતિભાશક્તિના અગણિત આવિષ્કારોનો અનુભવ કરી શકાય છે. ભારતમાં યુગો-યુગોથી ચાલી આવતી મોલિક જૈન સંસ્કૃતિએ આર્ય સંસ્કૃતિને એક નવું અને અનોખું યોગદાન આપ્યું છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહની આગ્રહી જૈન ધર્મ સંસ્કૃતિ ભારત અને બીજા કેટલાક દેશોમાં મળે છે. જૈન સંસ્કૃતિએ રામાયણને અનન્ય મહત્ત્વ આપ્યું છે. જૈન રામાયણઃ લગભગ પોણા બાર લાખ વર્ષ પૂર્વે ભગવાન મુનિસુવ્રતસ્વામી થયા. એમની જ પરંપરામાં સુવ્રતમુનિ થયા. તેમના સાન્નિધ્યમાં રામચંદ્રજીએ સાધના કરી હતી. શરીર, ઉચ્ચત્વ અને આયુષ્યની ગણનાના આધાર ઉપર લગભગ પોણા બાર લાખ વર્ષ પૂર્વે રામ, લક્ષ્મણ, સીતા વગેરે થયા. એવું કેટલાક વિદ્વાનો માને છે. પાછળથી કેવલજ્ઞાની ભગવાન મહાવીર સ્વામીએ પોતાના કેવલજ્ઞાનવડે આ રામાયણના પ્રસંગોને જોયા અને એ પ્રસંગોને તેમના શિષ્ય ગણધર ગૌતમ સ્વામીએ સૂત્રરૂપે રચ્યા. તે પછી પરંપરાએ આ જૈન રામાયણ આચાર્ય શ્રી વિમલસૂરિ પાસે આવી, અને એમણે ૧૯૯૫ વર્ષ પૂર્વે પ્રાકૃત ભાષામાં ગાથા (શ્લોક)ના રૂપે પઉમચરિય નામના ગ્રંથની રચના કરી. તેમજ લગભગ ૯૦૦ વર્ષ પૂર્વે ત્રિશષ્ટિ શલાકા વગેરે ગ્રંથોની રચના થઈ. મોટાભાગનો જૈનેતર સમાજ અને કાંઈક હદે જેન બાળકો અને યુવાવર્ગ, જૈન રામાયણથી અજાણ છે. વર્તમાનના ગતિશીલ જીવનમાં સંસ્કૃત-પ્રાકૃત પુસ્તકો વાંચવા માટે કોઈની પાસે સમય નથી. તેથી વિદ્વદભોગ્ય ગ્રંથો અને મહાકાવ્યો વાંચનાર ઘટતા જાય છે. આથી ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં જૈન રામાયણની આવશ્યકતા લાગવા લાગી. જૈન રામાયણની વિશેષતા આ છે કે તે કોઈ પણ વયના વ્યક્તિને આકર્ષિત કરે છે. વૃદ્ધ લોકોને આમાં છળકતો વૈરાગ્ય નજરે પડે છે. જીવનના સારા-નરસા અનુભવો મેળવ્યા પછી અને વિશેષથી પોતાની સાથે બેસી ખાનારા, ખેલનારા અને વાતો કરનારાઓને મૃત્યુમુખે પ્રવેશતા જોઈ એમની સ્થિતિ પણ રામચંદ્રજીની જેમ ડોલાયમાન થઈ શકે. રામચંદ્રજીને જાગૃત કરવાનું જે કાર્ય જટાયુ અને કૃતાન્તવદન દેવે કર્યું હતું, કદાચ તે જ કાર્ય આપણા માટે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 142