Book Title: Jain Ramayan Author(s): Gunratnasuri Publisher: Jingun Aradhak Trust View full book textPage 5
________________ |ી કરી છીણ - આજ સુધી પ્રાકૃત-સંસ્કૃત સિવાય હિન્દી, ગુજરાતી આદિ અનેક ભાષામાં રામાયણ છપાઈ ગઈ છે. એમાં કોઈક રંગીન ચિત્રો અને બીજા બ્લેક એન્ડવ્હાઈટચિત્રો સહિત જૈન રામાયણ છપાઈ છે. પરંતુ આજના આ ટી.વી. યુગમાં વાચકો ને ફોર કલરના ચિત્રો જ રુચિકર બને છે. અંગ્રેજીમાં કહ્યું છે કે “One picture is more than thousand words.” એક ચિત્ર હજારો શબ્દોથી પણ વધારે પ્રભાવક હોય છે. તેથી દીક્ષા દાનેશ્વરી આચાર્ય દેવશ્રી ગુણરત્નસૂરીશ્વરજી મ. સા.ના હૃદય માં ૧૪ વર્ષ પૂર્વે આ વિચાર અંકુરિત થયો. જોધપુર, પાલી, નાગોર, જાલોર, સિરોહી જૂનાગઢ, અમદાવાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, ડીસા, પાલનપુર આદિ સ્થાનોમાં પૂજ્યશ્રીના રામાયણ ઉપરના જાહેર પ્રવચનોથી ઘણા લોકો પ્રભાવિત થયા હતા. અરે ! બીકાનેરમાં અંજનાસુંદરી અને સીતાજી આદિના ઈતિહાસો સાંભળતા-સાંભળતા સોની વગેરે જૈનેતર લોકોની પાપણો પણ અશ્રુધારાથી ભીની થઈ હતી. તેથી ચિત્રમય જૈન રામાયણ બનાવીએ, તો પ્રવચનમાં ન આવી શકનાર શ્રોતાજનોને પણ એનો લાભ મળી શકે. રામાયણની ઉપયોગિતા પૂજ્યશ્રીએ પ્રસ્તાવનામાં જણાવેલ છે. ૧૪ વર્ષ પહેલા જાલોરના ચાતુર્માસમાં પૂજ્ય આચાર્ય દેવશ્રીએ પાલી નિવાસી આર્ટિસ્ટ શ્રી દિલીપભાઈ સોની ને માર્ગદર્શન આપીને ચિત્રો બનાવવાના કાર્યનું પ્રારંભકર્યું. ચાતુર્માસ પછી જ્યાં પણ પૂજ્યશ્રીની સ્થિરતા થતી ત્યાં આર્ટિસ્ટભાઈ માર્ગદર્શન પ્રાપ્ત કરીને ચિત્રકાર્યને આગળ વધારતા. જેમ ચૌદ વર્ષના વનવાસ પછી રામચન્દ્રજી અયોધ્યા પાછા આવ્યા હતા. તેમ ચૌદ વર્ષ પછી આ સચિત્ર રામાયણ આપના કરકમલોમાં આવી રહ્યું છે. પૂજ્ય આચાર્યદેવશ્રીને શાસનના અનેક કાર્યો હોવા છતાં ચિત્ર-લેખન આદિ તૈયાર કરીને અમારા ઉપર મહાન ઉપકાર કર્યો છે. આ કાર્યમાં મુનિશ્રી વૈરાગ્યરત્નવિ. મ. સા., મુનિ અર્ણરત્ન વિજયજી અને પ્રવર્તિની સાધ્વી શ્રી પુણ્યરેખાશ્રીજી મ.સા. ના શિષ્યા-પ્રશિષ્યા સાધ્વીજી હર્ષિતરેખાશ્રીજી, સા. નિમેષરેખાશ્રીજી, સા. રક્ષિતરેખાશ્રીજી, સા. ચિરાગરેખાશ્રીજી અને અન્ય પણ સાધુ-સાધ્વી ભગવંતોનો હાર્દિક સહયોગ રહ્યો છે. આ સર્વેને વંદન કરતા અમે આભાર માનીએ છીએ. આ જૈન રામાયણને પ્રકાશિત કરવામાં મુખ્ય સૌજન્ય, સંરક્ષક, ઉપસંરક્ષક અને શ્રુતભક્તોએ અવિસ્મરણીય સહયોગ આપ્યો છે. એ બધાનો અને આર્ટિસ્ટ દિલીપભાઈ સોનીનો અમે હાર્દિક આભાર માનીયે છીએ. મલ્ટી ગ્રાફીક્સએ છાપવાના કામમાં અદભૂત પરિશ્રમ લીધો છે. એમને ધન્યવાદ આપતાં એમની સેવાની અનુમોદના કરીયે છીએ. અમને વિશ્વાસ છે કે આ પુસ્તક આપને અવશ્ય ગમશે. આપ આપના સ્વજન, મિત્ર આદિને પણ આ પુસ્તક વાંચવા માટે પ્રેરણા કરજો. - શ્રી જિનગુણ આરાધક ટ્રસ્ટ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 142