Book Title: Jain Ramayan Author(s): Gunratnasuri Publisher: Jingun Aradhak Trust View full book textPage 7
________________ પ્રસ્તુત પુસ્તક કરી શકશે. યુવાવર્ગ, આ ગ્રન્થમાં છળકતા વીરરસ અને વૈરાગ્યરસથી પ્રેરણા પ્રાપ્ત કરી શકે છે. પાપકાર્ય કરનાર રાવણને રોકવા માટે રામચંદ્રજી અને લક્ષ્મણજી ડર્યા નહોતા. વર્તમાનકાળ રામાયણથી કાંઈ વિશેષ ભિન્ન નથી. પાપી અને અધમ મનોદશા રાખનાર વ્યક્તિઓને રોકવા અને સદાચારની રક્ષા માટે પ્રયત્ન કરવો જોઈએ. રામાયણમાં માતૃપ્રેમનો અત્યુચ્ચ આદર્શ મળે છે. રામ-લક્ષ્મણ-ભરત-શત્રુનના મધુર સંબંધો, ઉત્કૃષ્ટ માર્ગાનુસારી ગુણો છે. આ આદર્શપુત્રોનું પોતાના માતા-પિતા પ્રત્યેનું વર્તન જોઈને આપણે આશ્ચર્યચકિત થઈ જઈએ છીએ. બધા પડ્યગ્નોની મૂલ-સૂત્રધાર કેકેયીને પણ વનવાસ જતી વખતે રામચંદ્રજી પ્રણામ કરે છે. ઓરમાન માતા કૈકયી પ્રત્યે પણ તે સગી માતા જેવો જ વ્યવહાર કરે છે. પિતાની દીક્ષા નિર્વિદન થાય, તે માટે રામ પોતે વનવાસ સ્વીકારે છે. ભ્રાતૃભક્ત લક્ષ્મણ તેમને અનુસરે છે. ઇચ્છા ન હોવા છતાં ઘણા કાળ સુધી શ્રીરામના આદેશથી ભરતે રાજ્યનો પદભાર સંભાળ્યો. એક બાજુ રામ માટે રાજમહેલ અને રાજભવનો ત્યાગ કરનાર મહાસતી સીતાજી છે, તો બીજી બાજુ સીતાજી તરફ આકર્ષિત થયેલા પોતાના પતિનો પ્રેમનો પ્રસ્તાવ લઈને સીતાની સમક્ષ આવનાર સતી મંદોદરી છે. પતિવડે દેશનિકાલ મળ્યા પછી પણ સીતાજી એમને દોષિત માનતાં નથી અને રામને માટે જ નહિ, પરંતુ સમસ્ત માનવ સમાજ માટે ઉપયુક્ત એવો ચિંતનાત્મક ધર્મસંદેશરામને મોકલાવે છે. ફક્ત પતિની ઇચ્છાથી અગ્નિદિવ્ય કરનાર સતી સીતાજી સંસારની ક્ષણભંગુરતાને સારી રીતે ઓળખતાં હતાં. તેથી જ અગ્નિદિવ્ય કર્યા પછી સામ્રાજ્ઞી થવાના વિકલ્પને ઠોકર મારીને શાંતિદાયી, મોક્ષદાયી અને જ્ઞાનદાયી દીક્ષામાર્ગનું જ ચયન કરે છે. રામને વનવાસની અનુમતિ આપતી વખતે કૌશલ્યાને જે દુ:ખ થયુ હતું, તેનાથી અનેકગણું અધિક દુ:ખ સીતાને અનુમતિ આપતાં થયું હતું. તે આપણી સામે સાસુનું આદર્શ દષ્ટાંત પૂરું પાડે છે. યુવાપેઢી રામાયણના પાત્રોના જીવનવડે નવા ધ્યેય અને આદર્શોના નિર્માણનું કાર્ય કરી શકે છે. ( બાળકો માટે આકાશગામી વિદ્યાધર, સીતાદિવ્ય, કૃત્રિમાકૃત્રિમ સુગ્રીવ, જટાયુ દેવ, અલશક્તિશાલી અને વિનમ્ર હનુમાન, ચમત્કારોના સર્જક વિવિધ દેવ વગેરે પાત્રો અદભૂત આકર્ષણ ઉભું કરે છે. શ્રીરામ પ્રત્યે એમનુ શું ઋણાનુબંધ હશે કે દેવલોકના વિભિન્ન સ્તરોથી જટાયુ વગેરે દેવો પૃથ્વી ઉપર ખેંચાઈ આવતા હતા. રામાયણના પ્રત્યેક પાત્ર ઉપર એક સ્વતંત્ર ગ્રંથ લખી શકાય, એવી વિશેષતા એક-એક પાત્રમાં ભરી પડી છે. કેટલાક બુદ્ધિજીવીઓ એમ માને છે કે જૈન સિદ્ધાંતોમાં અહિંસાને અનાવશ્યક મહત્વ આપવામાં આવ્યુ છે. તેથી જૈન ક્ષત્રિયો પોતાના ધર્મ સિદ્ધાંતોનો સ્વીકાર કરીને ક્ષાત્રધર્મથી દૂર થતા જાય છે. પરંતુ એમની ધારણા ખોટી છે ! કારણ કે રામ-લક્ષ્મણ, સીતાના શીલધર્મની રક્ષામાટે અપરાધી રાવણના વિરુદ્ધ યુદ્ધ કર્યું જ હતું. અન્યાય, અનૈતિકતા, અસદાચારના વિરોધમાં આવશ્યકતાનુસાર યુદ્ધનો સંદેશ આપનાર જૈન સિદ્ધાન્તનું આ પાસુ રામાયણમાં પ્રગટ રૂપે દેખાય છે.a Only a u ca con Internation www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 142