________________
તેમના કર્મચારીઓ, કારીગરોએ આ નીતિનું બરાબર પાલન કરી ૭ મહિનામાં પૂરો ગ્રંથ છાખે છે. કામ સફાઈદાર કર્યું છે. ફરમાએ. પ્રેસમાં છપાયા ત્યાં સુધી તેમાં ગ્ય સુધારા-વધારા કર્યા છે પરંતુ પ્રેસમાં ફરમા છપાયા બાદ તેમાં વધારવા યોગ્ય છે જે સાહિત્ય મળ્યું તેને અમે “આટલું વધાર” આવા સંકેતથી આ ગ્રંથમાં પૂરવણી રૂપે દાખલ કરાવ્યું છે.
વાંચકને સાદર સૂચના છે કે તે તે સ્થાને તે તે ફકરાઓ જેડીને વાંચે.
૧૦-૧૧ શ્રીમાન સારાભાઈ પિપટલાલ ગજરાવાલા, શ્રીમાન ચંદુલાલ લખુભાઈ પરીખ–તેઓની વારંવાર પ્રેરણાનું જ આ પરિણામ છે કે, આ ગ્રંથ પ્રકાશિત થાય છે. ટૂંકમાં તે બને તે આ ગ્રંથના પ્રકાશનના સર્વ રીતે સૂત્રધાર છે.
એકંદરે દેવગુરુની કૃપાથી તથા ઉપરના સહકારીઓની શુભ કાળજીથી આ ગ્રંથનું કામ સરલ બન્યું છે.
આ ગ્રંથમાં પહેલા ભાગની જેમ અકારાદિ નામાવલિ (ઇફેકસ) આપી નથી, ભાવના છે કે ચારે ભાગોની અકારાદિ નામાવલિ (ઇડેકસ) ભાગ : ૫ માં આપવી.
આ ગ્રંથનું પ્રકાશન કદાચ વિલંબ થાત કિન્ત શેઠ મનુભાઈ જેસિંગભાઈ એ આર્થિક મદદ આપી જલદી પ્રકાશિત કરવા આગ્રહ કર્યો તેથી આનું પ્રકાશન સમયસર થયું તેને અમને હર્ષ છે.
પંન્યાસપ્રવર ચરણવિજયજી ગણિવર ઇતિહાસપ્રેમી મુનિવર છે. તેમણે આ ભાગની નકલે ખરીદી પ્રકાશકને વધુ ઉત્સાહી કર્યા છે તે ધન્યવાદને પાત્ર છે.
દેવગુરુની કૃપાથી શુભ સહકારી નિમિત્તે આવી મળતાં આ બીજો ભાગ પ્રકાશિત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org