________________
સુધારા માટે ઘણી કાળજી રાખી છે. તેમના તરફથી અમને બલવા, લખવા, વાંચવાની સાફ મનાઈ હતી, પણ સાથોસાથ તેમણે એટલી છૂટ આપી હતી કે આપની ખાસ ભાવના છે તે ધીમે ધીમે ઈતિહાસનું કામ કરતા રહે, સાવધાન પણ રહેવું. જરાક ખટકે દેખાય કે આરામ લેવું અને મને તરત ખબર આપવી. તેમની આ કીમતી સમ્મતિથી આ ગ્રંથના કામનો પ્રારંભ થયે.
૨ શ્રીમાન શેઠ મનુભાઈ જેસિંગભાઈ –સાધારણ રીતે મોટા શહેરમાં જૈન સમાજમાં સંઘના જ્ઞાનદ્રવ્યને મેટો સંગ્રહ છે, પણ તેના વહીવટદારોમાં કઈ કઈ એવા હોય છે કે જે સરસ્વતીને નહીં પણ માત્ર લક્ષ્મીને જ ઓળખતા હોય છે. આથી તેમાં એ દ્રવ્યને સદુપયોગ કરવાની આવડત જ હેતી નથી.
બીજી તરફથી જેનસમાજમાં એવા વિવેકી જેને પણ છે, કે જે પિતાની જાત મહેનતથી લક્ષ્મી મેળવી, તેને સત્પાત્રમાં વાવે છે. શ્રીમાન શેઠ મનુભાઈ જેસિંગભાઈ કાલિદાસ આવા વિવેકીએમાંના એક છે, જેમણે જૈન સાહિત્યના વિવિધ ગ્રંથે પ્રકાશિત કરાવ્યા છે. તેમણે આ ઇતિહાસને ભા. ૧ વાંચીને જણાવ્યું કે, “આપ આને ભા. ૨ જે જલદી પ્રકાશિત થાય તેમ કરે. પ્રારંભિક આર્થિક રકમ રેકવાની જરૂર પડે તે મને લાભ આપવા કૃપા કરજે.” મનુભાઈની આ પ્રેરણાથી અમારા ઉત્સાહમાં ઘણો વધારે કર્યો.
૩-૪. પં. વિકાશવિજયગણિ, મુનિ શ્રીચંદ્રોદયવિજય–તેઓ તે ૨૦ વર્ષના જૂના સ્નેહી મુનિવરે છે. અમે જેન સોસાયટીમાં હતા ત્યાં પણ શ્રીયુત આશારામભાઈ વગેરે સંઘ અમારી ભક્તિમાં ઉત્સુક હતું પરંતુ આગમપ્રભાકર પૂર પુણ્યવિજયજી મહારાજ તથા ઉક્ત મુનિવરે અને નગરશેઠ કુટુંબના ગુરુભક્ત ભાઈઓને આગ્રહ હતું કે અમે શહેરમાં ઉજમફઈની ધર્મશાળામાં આવીએ તે સારું. આથી અમો સં. ૨૦૧૫ના વૈ૦ વ૦ ૬ ના રોજ ઉજમફઈની ધર્મશાળાએ આવ્યા. પંન્યાસજી તથા ભક્તિપ્રિય મુનિ ચંદ્રોદયવિજયજીએ અમારી આજ સુધી સર્વ રીતે ભક્તિ કરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org