Book Title: Jain Paramparano Itihas Vol 2 Author(s): Darshanvijay, Gyanvijay, Nyayavijay Publisher: Charitra Smarak Granthmala View full book textPage 6
________________ હવે પછી હવે પછી જૈન આગમે તથા ગ્રંથે વિવિધ સાહિત્યને દરિયે છે. તેમાં ઈતિહાસનાં અમૂલાં રત્ન પથરાયેલાં છે. સૌ કોઈ એ રત્નોને બહાર લાવવા ચાહે છે. અમે જેન પરંપરાને ઇતિહાસ ભાવ ૧ ના “હવે પછી”ના લખાણમાં જણાવ્યું હતું કે પૌરત્ય અને પાશ્ચાત્ય વિદ્વાને જૈન સાહિત્યને પ્રકાશિત કરવા અવારનવાર માગણી કરે છે. આથી અમે ઇતિહાસ જગતમાં ઉપયોગી એવા “પટ્ટાવલી સમુચ્ચય” ભા. ૧-૨ પ્રકાશિત કરાવ્યા હતા અને સળંગ ઇતિહાસ રજૂ કરવા “જેન પરંપરાને ઇતિહાસ” તૈયાર કરવા ધાર્યું હતું, જેમાં ૨૫૦૦ વર્ષના જૈનાચાર્યો, જૈન મુનિવરે, સાધ્વીજીઓ, રાજા, રાણીઓ, શેઠ, શેઠાણી, વિદ્વાન, દાનવીરે, વિવિધ વંશે સાહિત્યનિર્માણ, રચનાકાળ, લેખનકાળ, તીર્થો અને વિવિધ ઘટનાઓ વગેરે દાખલ કરવાં. આ ભાવનાથી ઉક્ત ઇતિહાસ માટે અમે નીચે મુજબ ધારણું રાખી હતી. ભા. ૧-નિગ્રંથગછ ચંદ્રકુલ વનવાસીગ૭ ચૈત્યવાસીયુગ), વીર - નિર્વાણુ સં. ૧ થી વિ. સં. ૧૦૦૦ સુધીનો ઇતિહાસ, દિગંબર આચાર્ય પટ્ટાવલી. ભાર-વડગચ્છ, વિ. સં. ૧૦૦૦ થી વિ. સં. ૧૨૫૦ ને ઈતિ હાસ, જેમાં વડગચ્છ, માનદેવગચ્છ, રાજગ૭, ધર્મશેષગચ્છ, પૂર્ણતલગચ્છ, રુદ્રપલ્લીયગ૭, ખરતરગચ્છ, પૂનમિયાગચ્છ, અંચલગચ્છ, આગમિકગચ્છ, ચતુર્દશીગચ્છ, કચલીગચ્છ, વાદિદેવસૂરિગચ્છ, નાગોરીગચ્છ, આરાસણગચ્છ, પાય ચંદગચ્છ વગેરેની પટ્ટાવલીઓ. ભા૦૩–તપાગચ્છ, સં૦ ૧૨૫૦ થી ૧૬૦૦ સુધીનો ઇતિહાસ, તપા ગચ્છના પટાગચ્છ, કડવામત, કામત, નાગપુરીયલકામત, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 820