Book Title: Jain Itihas Author(s): Hemratnasuri Publisher: Jinshasan Aradhana TrustPage 14
________________ ધર્મભાવના સારી રીતે પુષ્ટિ પામે છે. એ સર્વ માન્ય જૈન ધર્મનો ઉદ્યોત ક્યારે થો અને કોણે કર્યો એ પણ તે ઉપરથી સમજવામાં આવે છે. તે સાથે જૈનનીતિ અને જૈનસંસાર પૂર્વકાળે કેવા હતા અને અર્વાચીનકાળે તેમાં કેટલો ફેરફાર થઈ ગયો છે, એ પણ આપણા જાણવામાં આવે છે. જેથી જૈન ઇતિહાસ જાણવાની પૂરી આવશ્યકતા સિદ્ધ થાય છે. તે માટે આ લેખનો શ્રમ સર્વ રીતે સાર્થક થવાની પૂર્ણ આશા બંધાય છે. આ ગ્રંથમાં જુદા જુદા છવ્વીશ પ્રકરણો પાડ્યાં છે. છેલ્લી અવસર્પિણીના ત્રીજા આરાને છેડે થયેલા સાતમા કુલકર નાભિ રાજાથી જૈન ઇતિહાસનો આરંભ કરવામાં આવ્યો છે. પહેલા તીર્થકર શ્રી ઋષભદેવ ભગવાનથી ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ સુધીનો ઇતિહાસ સંક્ષેપમાં આપ્યા પછી વર્તમાન શાસનના અધિપતિ શ્રી મહાવીર ભગવાનના નિર્વાણથી વીર સંવતની ગણના કરવામાં આવી છે અને તે પ્રસંગે બનેલા ધાર્મિક બનાવોનો સંક્ષિપ્ત ચિતાર આપવામાં આવ્યો છે. જે જાણવાથી જૈનશાસનની મહત્તા અને જૈનપ્રભાવિક પુરુષોએ કરેલા ધાર્મિક ઉદ્યોત વિષે વાંચનારને સારો બોધ પ્રાપ્ત થાય છે. આ ગ્રંથ જૈન ઇતિહાસના સંક્ષિપ્ત વિષયથી ભરપૂર છે. જો કોઈપણ જૈન આ લઘુ લેખને આઘંત વાંચે તો તે જૈન ઇતિહાસનું સારું જ્ઞાન ધરાવે તેમાં કોઈ જાતનો સંશય નથી. વિશેષમાં આ લઘુ ગ્રંથ જૈન પાઠશાળાના દરેક વિદ્યાર્થીને ઉપયોગી છે. જૈનધર્મમાં, જૈન ગૃહસ્થાવાસની સ્થિતિમાં અને આચાર વિચારમાં કેવું રૂપાંતર થયું છે ? જૈન સંસ્થાનની ઉન્નતિ અને અવનતિ કાળપાશમાં લપટાઈને કેવી રીતે થયેલ છે? જૈન વિદ્વાનોની, જૈન ગૃહસ્થોની અને જૈન મુનિઓની પૂર્વની પ્રૌઢતા, ઉદારતા, ઉત્સાહ, વૈર્ય અને શ્રદ્ધા વગેરે પૂર્વ ગુણો આ જમાનામાં કેવી રીતે લપટાયા છે? વર્તમાનકાળે યતિઓ અને ગૃહોમાં કેવી નિર્માલ્યતા, કેવો પ્રમાદ અને કેવા આચાર ચાલે છે, તે જોઈને એમ શંકા થયા વિના રહે જ નહીં કે જેઓના પૂર્વજો આવા મહાનું અદ્ભુત ગુણોવાળા થયેલા છે, તેઓના આ વંશજો હશે ખરા ! જો કે હાલ તેવી પૂર્વની સ્થિતિ ઉપર આવવાનાં સાધનો જોઈએ તેવાં મળી શકે તેમ નથી, તથાપિ જો તેવો ઉત્સાહ • રાખવામાં આવે તો તે પૂર્વજોના ઇતિહાસની વાતો વાંચવાથી આત્માને આનંદ થાય તેમ છે. અને તેવો આનંદ પ્રાપ્ત કરવામાં આ લઘુ પુસ્તક એક સાધનરૂપ થઈ પડશે એવી આશા રાખવામાં આવે છે. 13 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 210