Book Title: Jain Itihas Author(s): Hemratnasuri Publisher: Jinshasan Aradhana TrustPage 13
________________ પ્રસ્તાવના ઈતિહાસ એ ધાર્મિક અને વ્યવહારિક નીતિરીતિનો આદર્શ છે. ધર્મના અને વ્યવહારનાં જુદાં જુદાં સ્વરૂપ અને તેના કાર્યો ઇતિહાસ ઉપર આધાર રાખે છે. દેશ અને કાલ એ ઉભયમાં જે કાંઈ તફાવત થતો આવે છે, તે ઇતિહાસ ઉપરથી સારી રીતે જાણી શકાય છે. તેથી દરેક ધર્મ ભાવનાને ધારણ કરનારા ધર્મિજનને ઇતિહાસના જ્ઞાનની પૂર્ણ આવશ્યકતા છે. જૈન ધર્મની ભાવના પ્રાચીન છે અને તે ભાવનાએ આ ભારત વર્ષ ઉપર જે અસર કરી છે, તે અવર્ણનીય છે. જૈન ધર્મની વાસના તે તે દેશકાલના વ્યવહારથી રંગાયેલી છે. તથાપિ તે અનાદિસિદ્ધ એક જ રૂપે સર્વત્ર જણાયેલી છે. જો આમ ન હોત તો આજ આપણને ધર્મ વિષે વિચાર કરવાનું કાંઈ સાધન મળત નહીં. ઇતિહાસ દ્વારા અનંતકાળના જુદા જુદા વિભાગ એક એક સાથે જોડાયેલા છે અને તેની અંદર તારતમ્યપણું રહેલું છે, જે પ્રમાણિક આગમ ઉપરથી સિદ્ધ થાય છે. જૈન ધર્મના ઇતિહાસનો આરંભ પ્રાચીન કાળથી શરૂ થાય છે. તે આપણા આગમકારો પોતાના લેખમાં દર્શાવી આપે છે. આપણાં પ્રમાણભૂત આગમ અવલોકતાં આપણી આગળ જૈન ઇતિહાસનો પ્રકાશ ખુલ્લી રીતે પ્રગટ થાય છે અને તેથી પ્રાચીન અને અર્વાચીન જૈન નીતિરીતિનું દર્શન સ્પષ્ટ રીતે થઈ શકે છે. આર્યાવર્તમાં અનેક પ્રકારની ધર્મભાવનાઓ પ્રાચીન કાળથી ઉદ્ભવેલી છે, પણ તે બધાનું સ્પષ્ટીકરણ કરવાને જેવી સામગ્રી જૈનધર્મની ભાવનામાં રહેલી છે, તેવી બીજી કોઈપણ ધર્મની ભાવનામાં નથી, એમ કહેવું એ અતિશયોક્તિ ભરેલું નથી. જૈન ધર્મના ઇતિહાસનો કાલ યુગ્મધર્મી મનુષ્યોથી આરંભાય છે. ત્યારથી તે આજ સુધીમાં જૈન ધર્મના પ્રણેતાઓએ અને સૂરિઓએ પોતાનામાં રહેલી જ્ઞાનશક્તિ તથા તેના ફળને પામવાની પ્રેરણાને સંતોષવા કેવા કેવા ધાર્મિક કાર્યો ઊઠાવ્યાં છે અને તે તે કાર્યોનું તેના આચાર વિચાર પર કેવું પ્રતિબિંબ પાડેલું છે, તથા તે પ્રતિબિંબમાં તેનો પરમાનંદ કેવે રૂપે ઝળક્યો છે એ બધું જાણવાનું સાધન જૈન ધર્મનો ઇતિહાસ છે. એ ઇતિહાસ વાંચવાથી આપણી 12 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 210