Book Title: Jain Dharmani Prachin Arvachin Sthiti
Author(s): Buddhisagar
Publisher: Shankarlal Dahyabhai Kapadia Ahmedabad

View full book text
Previous | Next

Page 27
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૪) તેઓની વીરરસ કવિતાઓ સરખાવવાથી વધી જાય છે.” પૂર્વે એ જાતેમાં જૈનધર્મ ફેલાયો હતે. તેઓ જૈનધર્મના પૂજક હતા. પાછળથી જૈનધર્મ પાળનાર તરીકે તેઓ ઉપદેશના અભાવે રહી શકયા નહીં. હિન્દુસ્થાનની ક્ષત્રિય જાતે પહેલાં જૈનધર્મ પાળતી હતી. સર્વે તીર્થકર ક્ષત્રિય જાતમાં અવતરેલા હતા. અગ્નિકૂળના રાજાઓ જૈનધર્મી હતા–રાઠોડમાંની ધાંદુલ, ભા. ડાઇલ, ચાક્રીટ, દુહુરીયા, બેકા, બહુરા ચાજીરા, રામદેવ, કાછીયા, હાડિયા, ભાલાવાત, સુણ્ય, કાટાઈચા, મુહલી, ભોગદેવ, મહાઈચા, જેશીંગા, મુરસીયા, જેસીયા, જોરાવર વગેરે શાખાઓ જૈનધર્મવશી હોઈ શકે છે, એમ ટૌડ સાહેબ કહે છે. અમારે તો માનવું એવું છે કે શ્રી વીરપ્રભુના સમયમાં તથા શ્રી પાર્શ્વનાથના સમયમાં સૂર્યવંશી અને ચંદ્રવંશી રાજાઓ જનધર્મ પાળતા હતા. શંકરાચાર્ય થયા બાદ ધીમે ધીમે ચાહાણ વગેરે રાજાઓ હિન્દુ ધર્મ પાળવા લાગ્યા. હાલમાં જે વણિક જૈનો છે તેમાંના કેટલાક ચોહાણ વંશના છે. કેટલાક પરમાર અને શિશોદિયા રજપૂતે છે. કેટલાક ચાવડા રજપુત છે. એ ઉપરથી સમજી શકાશે કે જ્યારે જૈનધર્મની પડતીનો પ્રારંભ થયો ત્યારે જૈનાચાર્યોએ ક્ષત્રિયો કે જે જનધર્મમાં ચુસ્ત રહ્યા હતા તેઓને તેમાંથી જૂદા પાડયા અને તેઓએ વણિગ વૃત્તિથી પિતાની આજીવિકા શરૂ કરી. હાલ તેથી તેઓ જૈન વાણિયા તરીકે ઓળખાય છે. ઓશવાળ વગેરે જાતે રજપુત જેનો છે. જ્યારે મહમદ પિગંબરની અરબસ્તાનમાં ઉત્પત્તિ થઈ તે પહેલાં અરબસ્તાનના મક્કા શહેરમાં જૈન મૂર્તિઓ હતી અને તેમાંની કેટલીક પ્રતિમાઓને મહુવામાં લાવવામાં આવી હતી. એમ સમકિત પરીક્ષાના ટબમાં જણાવવામાં આવ્યું છે. તક્ષશિલા-ગીઝનીમાં શ્રી ઋષભદેવને સ્તંભ હતો એમ મથુરા તથા વિશાલા નગરીના સ્તૂપ પ્રસંગે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100