Book Title: Jain Dharmani Prachin Arvachin Sthiti
Author(s): Buddhisagar
Publisher: Shankarlal Dahyabhai Kapadia Ahmedabad

View full book text
Previous | Next

Page 58
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૫ ) ક્ષત્રિયો અને ક્ષત્રિય રાજાઓને જન ધર્મની શ્રદ્ધામાં સ્થિર કરીને દારૂપાન માંસાહારી છતાં શ્રેણિક રાજાની પેઠે અવિરતિ સમ્યગદષ્ટિ જ તરીકે રાખ્યા હોત તો ક્ષત્રિય અને ક્ષત્રિય રાજાઓ જન તરીકે કાયમ રહ્યા હેત પણ આ બાબતમાં તેમણે શા માટે લક્ષ્ય ન દીધું તેનું કારણ સમજી શકાતું નથી. શ્રી નેમિનાથના વખતથી ચારે વર્ષોમાં જન ધર્મ અને વેદધર્મ એ બે ધર્મ પ્રવર્તતા હતા. વેદધર્મીઓએ જેને ઉપર શંકરાચાર્ય વગેરેના વખતમાં જુલ્મ ગુજારવામાં બાકી રાખી નથી એમ શંકરદિગવિજય વગેરેથી માલુમ પડે છે. ધર્મના નામે જન રાજાઓએ અને જૈન ક્ષત્રિયોએ કદિ અન્ય ધર્મીઓ સામે તરવાર ઉગામી નથી એમ ઇતિહાસથી સિદ્ધ થાય છે. વેદધર્મીઓનું જોર થવાથી મારવાડ વગેરેમાં રહેલા ક્ષત્રિય જેનેને વ્યાપારી કોમ તરીકે ફેરવી નાખવામાં જૈનાચાર્યોએ તે વખતને અનુસરીને લાભ દેખ્યો એમ તેમના કૃત્ય ઉપરથી માલુમ પડે છે. કદાપિ એમ પણ બની શકે કે ક્ષત્રિય જૈનોએ પિતાની મેળે વ્યાપાર કરીને ઇંગ્લીશાની પેઠે શાંત જીવન ગુજારવા વણિવૃત્તિ સ્વીકારી હોય. કેટલાક અણસમજુ વિદ્વાનો કહે છે કે જૈનાચાર્યોએ ક્ષત્રિયોને વાણિયા બનાવી દીધા તેથી મુસલમાનોનું જોર ફાવ્યું અને વળી વિશેષમાં કયે છે કે-જે વેદધમને પાછે ઝુંડો ન ફરક હોત તે જૈનાચાર્યોની દયાના ઉપદેશથી બાયલા બનેલા ક્ષત્રિો મુસલમાનોની સાથે દેશનું રક્ષણ કરવા - મર્થ થાત નહિ. આ સંબંધી પ્રખ્યાત ગુર્જર કવિ દલપતરામ ડાહ્યાભાઈ પિતાના જ્ઞાતિનિબંધ નામના પુસ્તકમાં લખે છે કે – આગળની વખતમાં ઘણા રાજાઓ. જૈનધર્મી થયા હતા. તે ઘણી જીવદયા મનમાં લાવીને પિતાનું રાજ્ય જતે પણ લડાઈ કરવા હાતા નહિ. પછી પરદેશીઓએ આવીને તેઓની જમીન દબાવી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100