Book Title: Jain Dharmana Pushpaguchha Author(s): Bipinchandra H Kapadia, Ramanlal C Shah Publisher: Mumbai Jain Yuvak Sangh View full book textPage 6
________________ લાભ મળતો. નિવૃત્ત થયા પછી બિપિનચંદ્રભાઈ મુંબઇમાં સ્થાયી થયા અને ‘પ્રબુદ્ધ જીવન'માં લેખો લખવાનું શરૂ કરતાં અમારી જૂની મૈત્રી પાછી દૃઢ થઈ. છેલ્લા દોઢ દાયકામાં એમના ઘણા લેખો “પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થયા અને એમાંથી એમનો એક સંગ્રહ “જૈન ધર્મનાં સ્વાધ્યાય સુમન' પ્રગટ થયો, જેણે એ વિષયના વાચકવર્ગમાં સારો રસ જગાડ્યો છે. ત્યાર પછી પણ એમના લેખો આજ દિવસ સુધી પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થતા રહ્યા છે. વળી તેઓ તથા એમનાં પત્ની સો. પુષ્પાબહેન યુવક સંઘને વખતો વખત આર્થિક સહાય કરતા. થોડા વખત પહેલાં બિપિનચંદ્રભાઇનાં પત્ની શ્રીમતી પુષ્પાબહેનનો સ્વર્ગવાસ થયો. જીવનસંગિનીની વિદાયને કારણે તથા મોટી વયને લીધે એમની લેખન-પ્રવૃત્તિ થોડી મંદ પડી છે. તેઓ શ્રી મુંબઈ જૈન યુવક સંઘને ગ્રંથપ્રકાશન માટે તથા કરૂણાનાં કામો માટે પોતાનાં પત્નીની સ્મૃતિમાં સારી રકમ આપતા રહ્યાં ડૉ. બિપિનભાઈને એમના લેખોનો બીજો એક સંગ્રહ પ્રગટ કરવા માટે મેં સૂચન કર્યું તો એમણે એવી શરત કરી કે આપણી મેત્રીના પ્રતીક તરીકે આપણા બંનેના લેખોનો સંયુક્ત સંગ્રહ પ્રગટ કરવો જોઈએ. એમના પ્રેમભર્યા આગ્રહને વશ થઈ એમની શરત મેં સ્વીકારી છે અને એ રીતે આ સંગ્રહ કે જેના નામમાં સ્વ. પુષ્પાબહેનનું નામ સાંકળી લીધું છે તે પ્રકાશિત થાય છે. અમારો આ સંયુક્ત લેખસંગ્રહ તત્ત્વજિજ્ઞાસુ લોકોને અવશ્ય ગમશે એવી આશા છે. આ ગ્રંથના લેખન, સંપાદન, પ્રકાશન ઇત્યાદિ કાર્યમાં જેમનો સહકાર મળ્યો છે તે સર્વનો આભાર માનીએ છીએ. મુંબઈ, દશેરા, ૨૦૬૦ || રમણલાલ ચી. શાહ તા. ૨૨/૧૦/૨૦૦૪ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 364