________________
જૈન પરંપરાનો ઇતિહાસ
૧૧ જ્ઞાન હતું. તેમણે નેપાલસ્થિત ભદ્રબાહુ પાસેથી પ્રથમ દસ પૂર્વે અર્થસહિત અને અંતિમ ચાર પૂર્વો અર્થ વિના જ ગ્રહણ કર્યા હતા. આ રીતે આગમગ્રન્થોનો ક્રમશઃ હ્રાસ થવા લાગ્યો. તેમ છતાં ઘણા બધા પ્રામાણિક મૂલ આગમગ્રન્થ આજ પણ સુરક્ષિત છે. પરંતુ દિગમ્બરોની એવી ધારણા છે કે મૂલ આગમો બધા જ લુપ્ત થઈ ગયા છે.
જબૂના સમય સુધી દિગમ્બર અને શ્વેતામ્બર પરંપરાઓમાં ધર્માચાર્યોનાં નામ આદિમાં કોઈ અત્તર જણાતું નથી. બન્ને પરંપરાઓમાં તે સમાનપણે મળે છે. જો કે ભદ્રબાહુના જીવન સંબંધી ઘટનાઓની બાબતમાં બન્ને પરંપરાઓમાં વિભિન્ન માન્યતાઓ છે તેમ છતાં બન્ને પરંપરાઓમાં ભદ્રબાહુને સમાન સ્થાન પ્રાપ્ત છે. ભદ્રબાહુના ઉત્તરાધિકારીના નામના સંબંધમાં પણ કોઈ એક નિર્વિરોધ માન્યતા નથી. વચ્ચેના આચાર્યોનાં નામોમાં તો સારું એવું અંતર છે જ. આ બધી વાતોને જોતાં એવું લાગે છે કે દિગમ્બર તથા શ્વેતામ્બર બન્ને પરંપરાઓમાં ભદ્રબાહુ (શ્રુતકેવલી) નામના અલગ અલગ બે આચાર્યો થયા જે સંભવતઃ સમકાલીન હતા. શ્વેતામ્બર મત અનુસાર ભદ્રબાહુનું મૃત્યુ મહાવીરનિર્વાણથી ૧૭૦વર્ષ પછી થયું જ્યારે દિગમ્બર મત અનુસાર ભદ્રબાહુનું દેહાવસાન મહાવીરનિર્વાણના ૧૬૨ વર્ષ પછી થયું.
શ્વેતામ્બર માન્યતા અનુસાર ભદ્રબાહુ નેપાલ ગયા હતા અને ઘણા દિવસો સુધી ત્યાં તપસ્યામાં લીન રહ્યા હતા. તે વખતે દષ્ટિવાદનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે સ્થૂલભદ્ર તથા અન્ય સાધુઓ તેમની પાસે ગયા.
દિગમ્બર પરંપરા તો એ વાતમાં વિશ્વાસ ધરાવે છે કે ભદ્રબાહુ અન્ય સાધુઓ સાથે દક્ષિણ ભારત ગયા હતા. તે માને છે કે ચન્દ્રગુપ્તના શાસનકાળમાં (ઈ.સ. પૂર્વે ૩૨૨૨૯૮) જૈનસંઘના નાયક ભદ્રબાહુ હતા. તે અંતિમ શ્રુતકેવલી હતા. તેમણે બાર વર્ષ લાંબો દુકાળ પડવાની આગાહી કરી અને ઘણા બધા જૈન સાધુઓને સાથે લઈને તે દક્ષિણ ભારત જતા રહ્યા. ત્યાં જઈને તે બધા મૈસૂરના શ્રવણબેલગોલા નામના સ્થાને રહેવા લાગ્યા. ભદ્રબાહુનું મૃત્યુ ત્યાં થયું. શ્રમણધર્મના અનુયાયી રાજા ચન્દ્રગુપ્ત પોતાનું રાજપાટ છોડી શ્રવણબેલગોલા ગયા, ત્યાં ઘણા દિવસો સુધી એક ગુફામાં તપસ્યા કરતા રહ્યા અને છેવટે ત્યાં જ મૃત્યુ પામ્યા. સસ્પતિ
જૈનધર્મના પ્રસાર માટે સ્થૂલભદ્રના શિષ્ય સુહસ્તીએ અશોકના પૌત્ર તથા ઉત્તરાધિકારી રાજા સમ્પતિને પ્રભાવિત કર્યો. સમ્મતિના મનમાં જૈનધર્મનો વિસ્તાર કરવાનો ઘણો ઉત્સાહ હતો. તેણે આખા દેશમાં અનેક જૈનમંદિરો નિર્માણ કર્યા. સુહસ્તીના નિર્દેશનમાં ઉજજૈનમાં સમ્મતિએ એક ઘણો મોટો ધર્મોત્સવ કર્યો. તે સમયે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org