Book Title: Jain Dharm Vikas Book 02 Ank 04 05 06 Author(s): Lakshmichand Premchand Shah Publisher: Bhogilal Sankalchand Sheth View full book textPage 9
________________ કાળધર્મનું, ખરું રહસ. જન્મવાનું પણું ન હોય. આજ મુદ્દા તરફ લક્ષ્ય રાખીને મહાપુરૂષો આપણને શીખામણ આપે છે કે “ભરવું તે એવું મરવું કે જેથી ફરી જન્મ લેજ ન પડે”. આનું તાત્પર્ય એ છે કે જેથી મુક્તિના સુખ મળે, તેવી નિર્મલ ધર્મારાધના પ્રમાદને ત્યાગ કરીને પરમ ઉલ્લાસથી કરવી, કારણ કે મોક્ષમાં ગયા પછી કાયમ ત્યાં રહેવાનું જ હોય છે. , આવી દઢભાવના વાળા મંત્રિ વસ્તુપાલના ધર્મગુરૂ, જૈનેન્દ્ર શાસનના મહાપ્રભાવક આચાર્ય મહારાજ શ્રી નરચંદ્રસૂરિજી મહારાજ એક વખત અયાનક, બીમાર પડી જાય છે. અવસ્થા વગેરે કારણોને લક્ષ્યમાં લેતાં જ્યોતિ: શાસ્ત્રના અનુભવથી સૂરિજી મહારાજ સમજી ગયા કે, હવે માહરે અંતિમ સમય નજીક છે. મંત્રિ વસ્તુપાલને આ માંદગીની ખબર પડતાં જલ્દી તે અહીં આવ્યા. અને વંદના કરીને બેઠાં. ગુરૂ મહારાજે કરેલા ઉપકારો યાદ કરીને અને ભયંકર માંદગી જોઈને તે રૂદન કરવા લાગ્યા. સૂરિજી મહારાજ જેકે નિસ્પૃહી અને નિર્મલ સંયમી હતા, તે પણ ગુણગ્રાહિમણાના સ્વભાવને લઈને તેમને મંત્રીની ઉપર અનહદ ગુણાનુરાગ હતું. તેથી તેમણે આશ્વાસન આપવાની ખાતરમંત્રીને ટૂંકામાં જણાવ્યું કે, હે મહાનુભાવ મંત્રી! હવે અમારો અંતિમ સમય નજીક છે. શ્રીજનેન્દ્રશાસનાનુયાયિ મહાપુરૂએ જગતના ભવ્ય જીની ઉપર જે મહા ઉપકાર કર્યા છે, તે અપેક્ષાએ અમે તમારી બાબતમાં કંઈ પણ કર્યું નથી. પણ અમારી ફરજ સમજીને અમે તમારા જેવા ભવ્ય જીને જે કાંઈ પરભવનું ભાતું પમાડયું હોય, તેમાં અમારા પૂજ્ય ગુરૂદેવને જ પસાય સમજ કે જેમના પસાયથી અમે યથાશક્તિ સ્વાર કલ્યાણ કરી શકીએ છીએ. માનવ જીવન એક બગીચો છે. એની અંદર વૈરાગ્ય, સમતા, ઉદારતા, ગંભીરતા, ક્ષમા, નમ્રતા, સરલતા, સંતોષ, સંયમ, બ્રહ્મચર્ય, સત્ય, દયા, વગેરે વિકસ્વર ફૂલે ધારણ કરનાર વિવિધ વૃક્ષો રહેલા છે. આસન્નસિદ્ધિક ભવ્યજી એ બગીચાના માળી જેવા છે. જેમ રાજાના બગીચાને કાળજીપૂર્વક કુશળ માળી સારી રીતે ખીલવે, એના ફૂલ, ફળ વગેરેને સાર સંતોષકારક લાભ જ રાજાને આપે, તે તે રાજા તરફથી સારો લાભ મેળવી શકે છે. એ રીતે ભવ્ય છે પણ જે માનવ જીવનને વિષય, કષાયરૂપિ ભયંકર ચેપી રોગની અસર ન થવા દે, અને બરાબર કાળજીપૂર્વક પ્રમાદનો ત્યાગ કરીને ખીલવે એટલે સંયમાદિ ગુણોને સાધીને નિમલ બનાવે, તે તે જરૂરી સગતિ (મેક્ષના સુખરૂપ લાભ) ને પામે છે. જે ભવ્ય છે પિતાની યોગ્યતા પ્રમાણે સર્વ વિરતિ, દેશવિરતિની સાધના, શ્રીજૈનેન્દ્રાગમને લખાવવા, દાન દેવું, કષાય મદને ત્યાગ કરે, નિર્મલ શીલની સાધના, નિર્મલભાવના ભાવવી, સવજીને ખમાવવા, વિવિધ તપશ્ચર્યા પૂજા પૌષધ, ઉપધાન, સામાયિક વગેરે ધર્મક્રિયા પરમઉલ્લાસથી કરે છે, અનેPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 104