________________
સૌરાષ્ટ્રના નરરત્નના કાર્યોની સેંધપોથી.
૧૭૫
પછી ઉદયપુરમાં આવી વ્યાખ્યાનમાં પ્રચંડ ગજેનાથી તિર્થોદ્ધાર અને જિનાલનો ઉદ્ધાર કરવાને, અને તેની થતી આશાતના ટાળવાને ઉપદેશ આપી જુદી જુદી વ્યક્તિઓને બોલાવી, આશાતના ટાળવાની સમજુતી આપી ઘણીજ મહેનતે એક કમિટી મેતીલાલજી વહેરા અને મનેહરલાલજી ચતુરની આગેવાની નીચે બનાવી, તેનું નામ “મેવાડ જીર્ણોદ્ધાર કમિટી” રાખવામાં આવ્યું. અને તે દ્વારા મેવાડના તમામ જિનાલયેની આશાતના ટાળવાના, અને ચિતોડગઢ ઉપરના જિનાલયોને જીર્ણોદ્ધાર કરાવવા માટે રાજ્ય પાસેથી મંજુરી માગવાના પ્રયત્ન શરૂ કરાવ્યા.
ચિતેડ કિલ્લાના પ્રાચિન જિનાલયના જીર્ણોદ્ધારનું દ્રષ્ય.
બાદ ત્યાંથી વિહાર કરી આહડ અને પુર પધારતાં ત્યાં જિનાલયની સ્થિતિ નિહાળતાં, તેની આશાતના ટાળવા અને ધ્વજદંડા આદિ ચઢાવવા માટે ઉપદેશ આપતાં, સ્થાનિક સંઘની સમ્મતિથી તેનું કાર્ય “મેવાડ જીર્ણોદ્ધાર કમિટી” મારફત કરાવવાનું શરૂ કરાવ્યું. વળી ઉદયપુર સંઘના આગેવાનોની મેવાડના ઉદ્ધારના કાર્યને માટે વિચારણા કરવા અને અમારામાં ઉત્સાહ આપી સંગઠ્ઠિત કરવા માટે ચાતુર્માસ રોકાવાની આગ્રહભરી વિનંતી થતાં, ચાતુર્માસ રોકાવાનું નક્કી કરી પુરનો ધ્વજ દંડ મહોત્સવ ઉજવવા પધાર્યા. પુરના ધ્વજદંડ મહોત્સવને તમામ ખર્ચ શેઠ ભગુભાઈ ચુનીલાલ તરફથી આપવાને નક્કી થવાથી તેમના પુત્રશ્રીએ ધ્વજદંડ ચઢાવી ધ્વજા ફરફરતી મૂકી હતી. અને