Book Title: Jain Dharm Vikas Book 02 Ank 04 05 06
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 85
________________ જીવન પરાગ. તેમણે જેને જેને પરિચય સાથે કે જેને પરિચય આપ્યો તે સહુને મિત્ર બનાવ્યા. એથી પરિણામ એ આવ્યું કે વડીલ બનનાર ગુરૂ સ્થાનીય મિત્રોએ તેમને મેગ્ય માર્ગ ચિંધી ઉન્નત દશાએ પહોંચાડયા અને શિષ્ય સ્થાનીય કે ભક્તસ્થાનીય મિત્રોને તેમણે ગ્ય બનાવી સીધા રસ્તે લાવવા પ્રયત્ન કર્યો. આથી ગુરૂસ્થાનીયમાં વિનયી નમ્રપાત્ર અને યોગ્ય તરીકે પંકાયા મિત્રસ્થાનીમાં ઉપકારી તારક તરીકે ગવાયા. આ તેમની ત્રીજી જીવન પરાગ. સાધુ જીવનમાં તેમણે આચારાંગ સૂત્રના. 'अणगारे उज्जुकडे नियागपडिवन्ने अमाय कुब्वमाणे वियाहि" માયા અને કપટ વિનાના બાજુ મુનિઓ હોય, એ શબ્દને રંગેરગ ઉતાર્યો. અને સરળ તરીકેની એમની પ્રસિદ્ધિ આજે જગવિદિત છે. ગમે તેવા કપરા અને ગુંચવણ ભરેલા પ્રશ્નમાં પણ માનત્યાગી સરળતાએ તેમને સાધુજીવનમાં ઉચ્ચતર સ્થાને લાવવામાં અગ્રભાગ ભજવ્યું છે. મુમુક્ષુઓને પિતાને ત્યાં આવવાના આકર્ષણમાં, ધનવાનેને ધન વ્યય કરવામાં એગ્ય સ્થળે લાવવામાં અને કપરી રીતે થાય તેવા ગીરનાર જીર્ણોદ્ધારને સાંગોપાંગ પાર ઉતારવામાં આ સરળતાએ જીવનના સમગ્રરાહમાં સફળતા અપાવી છે. જૈન સમાજને આવા સરળ મહાપુરૂષની. જરૂર ખેટ પડી છે, નિઃશંક છે. • - આ તેમના જીવનની થી જીવન પરાગ. 'जाए सद्धाए निकरवंतो तामेव अणुफालिय वियहित्तु विसोत्तिअं' भाचारांग જે શ્રદ્ધાએ દીક્ષા લીધી તેજ શ્રદ્ધાએ તેમણે જીવન સર્વસ્વ વીતાવ્યું છે. અહિંથી મરી મારે ક્યાં જવું જોઈએ” એ ધ્યેયને જીવન આગળ રાખી દીક્ષા લીધી અને એને પૂર્ણ રીતે પાર પાડવામાં દીક્ષાને સમગ્રકાળ. અને જીવનના અંતની ઘડી સુધીને પણ એજ વિચાર એમના જીવનમાં સદાકાળ હતે. આ પાંચમી પરાગ. પુપની પરાગ ન માપી શકાય તેમ તેમના જીવનની પરાગ આપણે ન માપી શકીએ. સમજી શકીએ ગ્રહણ કરી શકીએ ને લાભ ઉઠાવવા ધારીએ તેનો લાભ પણ ઉઠાવી શકીએ.

Loading...

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104