Book Title: Jain Dharm Vikas Book 02 Ank 04 05 06
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 97
________________ આચાર્ય વિજયનીતિસૂરીશ્વરજી મહારાજનું વક્તવ્ય ૧૯ છે. તે ઉપરાંત તારંગાઇ, કુંભારીયાજી તથા બીજા નાના મોટા ઘણું તીર્થોની ઉજવળતામાં તેમને ફાળે અદશ્ય છે તેમના જીવનમાં તીર્થો અને મંદિર તથા છ ધર્મમાં સ્થિર કેમ રહે. વગેરે ચિતાને મુખ્ય સ્થાન હતું. તેથી વારંવાર આણંદજી કલ્યાણજીની પેઢીને આગેવાને સાથે એ બાબતની વાટાઘાટમાં ઉતરતા હતા. આચાર્યશ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજથી તેમને એ બાબતમાં બીજો નંબર હતું. તેમને કેટલો સહકાર મળતો હતો. અને કેટલે તે મળતું તે બાજુએ રાખીયે, પરંતુ તેમના લક્ષ્યમાં તે કેન્દ્ર તરીકે હતું. પિતાની શક્તિ પ્રમાણે સહકાર મળે કે ન મળે તે પણ પોતાની રીતે કર્યો જતા હતા, તેમાં તેમને કેટલી સફળતા મળતી કેહતી મળતી તે બાજુએ રાખીએ, પણ તેમાં તેમની ખેલના નહી જ થઈ હોય, એમ કહેવાને પણ આપણે કદાચ તૈયાર ન થઈએ પરંતુ તેમની એ બાબતની અસાધારણ ધગશ હતી, અને બનતું કરી છુટવામાં અનુપેક્ષા હતી. એટલુંજ કબુલ કરવું મહત્વનું છે. શાસન સેવાને પ્રવાહ અખંડ વહે, અને સારામાં સારી પ્રભાવના કરે, તેવા પ્રકાશવંત મુનિ મહાત્માઓ બહાર આવે. તેવી તેમની હમેશની ભાવના રહ્યા કરતી હતી. અને તે ખાતર યથાશક્ય અનેક પ્રયાસ કર્યા જ કરતા હતા. પરંતુ સંજોગોએ અમુકજ પ્રમાણમાં ફળ આપ્યું છે. જે તેમના જીવનમાં માનસિક અસતેષ હતું. અને ઠેઠ સુધી તે મનમાં રહી જવા પામ્યો છે. મારી સાથેની ખાનગી વાતચીતમાં જ્યારે જ્યારે પ્રસંગ પડતા ત્યારે, અને છેલ્લામાં છેલ્લી તક વખતે પણ આજ ઝંખના ખાસ જોવામાં આવેલ છે. જો કે પાછળના વૃદ્ધાવસ્થાના કાળમાં કાંઈક માનસિક ઢીલાશને અંગે દરેક પ્રકારને ઉત્સાહ ધીમે પડે જ હતા. પરંતુ તેમની ભાવનાએ જવલંત હતી. જન્મવું અને મરવું તથા કોઈને કોઈ કામ કરવું એ તે મનુષ્ય માત્રને માટે નહી પરંતુ પ્રાણી માત્રને માટે સર્વ સામાન્યજ છે. પરંતુ વિશ્વના હિતમાં જીવનની જે વિશિષ્ટતાઓ એ નૈધવા લાયક ફાળો આવ્યો હોય છે. તેને જ સંગ્રહ ઉપયોગી થાય છે. એ વસ્તુને લક્ષ્યમાં રાખીને તેમના જીવનની મુખ્ય વિશિષ્ટતાઓને સંક્ષેપમાં નિર્દેશ કર્યો છે. ગીતાર્થ પરંપરા પ્રાપ્ત પૂર્વપુરૂષની સામાચારીને વારસો ઉત્તરોત્તર ઉત્તરાધિકારીઓના ટકાવવા અને લંબાવવા સાથે અનંત જીવોને કલ્યાણ સાધવાના અપૂર્વ સાધનરૂપ શ્રી જૈનશાસનની, તેના સાધનોની, સેવા અને અનેક જીવે તેને લાભ ઉઠાવે એ ભાવના હૃદયમાં રાખી, યથાશક્તિ સાચા દિલથી યશ અપયશની ઉપેક્ષા કરીને ઘણા અંશે નિષ્કામ ભાવે પ્રયત્ન યથાશક્તિ કરી છુટનાર, હાલના દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવના સંજોગેમાં શાસનના સ્તંભરૂપ એક

Loading...

Page Navigation
1 ... 95 96 97 98 99 100 101 102 103 104