Book Title: Jain Dharm Vikas Book 02 Ank 04 05 06
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 99
________________ આચાર્ય વિજયનીતિસૂરીશ્વરજી. ૨૦૧ આચાર્ય વિજયનીતિસૂરિશ્વરજી. લેખક-ઝવેરી મુલચંદ આશારામ. બાળ અવસ્થામાં વ્યવહારીક અને ધાર્મિક જ્ઞાનની ઉપાસના કરી. પરંતુ જીવનનું વહેણને ધામિકજ્ઞાનની ઉપાસના તરફ વહેતું રહ્યું. પરિણામે અનેક ઉપાધિઓથી ભરેલા, સાંસારીક જીવન અને સાધુ જીવન વચ્ચેનો ભેદ એમને સમજાય. અને જીવનને રંગ ત્યાગી જીવનના રંગે રંગાવા માંડ્યો. કુટુંબી જનોએ એ ત્યાગી જીવનના રંગને ઝાંખે કરવાના પ્રયાસ શરૂ કર્યા. પરંતુ સાધ્યને સિદ્ધ કરવા પાછળની એમની તમન્નાએ, એ બધા અંતરાને વિખેરી નાંખ્યા. પરિણામે. સૌરાષ્ટદેશ, વાંકાનેર શહેર, શ્રીમાળી જ્ઞાતિ, ફૂલચંદભાઈનું કુળ અને ચેથીબાઈની કુક્ષીને આપણે નિહાલચંદભાઈએ ઉજળાં કર્યાં. સંવત ૧૯૪૯ ના અસાડ સુદી ૧૧ ને સોમવારે, અનેક આળ પંપાળથી ખરડાએલા, સંસારીક વસ્ત્રોને ઉતારી સાધુને વેશ ધારણ કર્યો. ગુજરાત અને મહેરવાડા વચ્ચે દેહદના ઉધ્યાનમાં આમ્રવૃક્ષની છાયા નીચે, આ સંસાર ચક્રની દેહદમાંથી સંસારી જીવનની હદ વટાવી સ્વયં સાધુ જીવનની ઉંચી હદમાં પગલાં માંડ્યા. અને એ હવે નિહાલચંદભાઈ મટીને મુનિ નીતિવિજયજી થયા. અને ગોહન, તપશ્ચર્યા અને જ્ઞાનની ઉપાસના કરતાં કરતાં, અનુક્રમે પન્યાસ, અને આચાર્ય વિજયનીતિસૂરિશ્વરજી થયા, - પવિત્ર સાધુજીવનની પ્રત્યેક ક્ષણ એ ત્રણે શાસનના હિતાર્થે વાપરવા માંડી. એ મહેરવાડા જાય, ત્યાં ધ્વજાદંડ ચઢાવવાની પ્રવવી શરૂ થાય અને એ સિદ્ધપુર પધારે ત્યાં, ઉપપ્પાનની ક્રિયા શરૂ કરાવે. એમને ખબર પડે કે ગુમાન વિજ્યજી માંદગીના બીછાને પડ્યા છે. તે તે તેમની વૈયાવચ્ચ કરવા અમદાવાદ દેડી જાય. એમને કેઈ આવીને કહે કે મહારાજ, મારી ઈચ્છા સંઘને લઈને સિદ્ધાચળ યાત્રાર્થે જવાની છે. ત્યાં તો એ તિર્થનું મહાત્મ સમજાવવા માંડે, અને તેના ઉત્સાહને પ્રેરણા આપે. સાથે સંઘમાં પધારે અને એની ભાવનાના રંગ ઘેરા કરી મુકે. એ પાટણ પધારે અને એમને જણાય કે, અહીં શ્રાવકેમાં કુસંપ પ્રવૃતી રહ્યો છે. ત્યાં તે કલેષના માઠા પરિણામ દાખવવા, એમની અમૃતસમી વાણી વહેવા માંડે, અને એ કલેષ અને કુસંપની આગ બુઝાઈ જાય. એ આઈ તપની તપશ્ચય વડે કમને તપાવવા માંડે. સંસારીક પીતા દર્શનાર્થે આવે મને જોઈ એમને પુત્ર મોહ ઉછળી આવે, એ શાનમાં સમજી જાય, અને સંસાર

Loading...

Page Navigation
1 ... 97 98 99 100 101 102 103 104