Book Title: Jain Dharm Vikas Book 02 Ank 04 05 06
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 96
________________ સધી માસ રહે, તે આંતર ભાવનાથી દરેકનું ખમી ખાવાની, દરેકને માઠું ન લાગવા દેવાની, અનુકુલ વૃત્તિ રાખવાની, જાતે સહન કરી લેવાની, દરેકનો સંગ્રહ કરવાની તેમનામાં વૃત્તિ હતી. નહીં કે અણસમજ કે નબળાઈથી હતી. જાણવા છતાં બીજાના દે, બીજાનું પિતાની તરફનું વર્તન ગળી જવું, વગેરે ધર્મ માટેના અનુકુલ પ્રતિકૂલ સંજોગોને ધ્યાનમાં લઈને હતું. સહન કરવામાં અવશ્ય સ્વપરને લાભ થાય છે. આવી જાતની સ્પષ્ટ માનસિક સમજથી મોટું મન રાખવામાં આવતું હતું. એ ઘણી વખત ખાનગી વાતચીતથી સમજવામાં આવેલું છે. આ ઉપર માનવ સુલભ નિર્બળતાઓ તેમાં ન હોય, કે નહોતી એમ કહેવાને બિકુલ આશય નથીજ. આવાજ મોટા મનથી વૃદ્ધ ગુરુની સેવા, ગમે તેવા સ્વભાવના શિષ્યાદિકને પિતાની પાસે સાચવીને મર્યાદા બહાર થવાને કે પડિ જવાને ઉત્તરોત્તર સંભવ ન પ્રાપ્ત થાય, તેથી ખબરદારીથી સહન કરી લેતા હતા. એટલું જ નહીં પરંતુ વડિલ તરીકેની પોતાની સત્તા અને અધિકારને ક્ષણભર બાજુએ રાખીને, પણ બીજા છ માટે કપરી તક સંભાળી લઈ સ્થિર કરવાના દાખલા તેમના જીવનમાંથી મળી શકે છે. - આચાર્યશ્રીએ વૈરાગ્ય વાસિત થઈને યુવાવસ્થામાં પ્રવેશ કરતાં પહેલાં જ આરંભ દીક્ષા સ્વીકારી હતી. તે સમયમાં તેમના કુટુંબીજને સગાં વહાલાંઓ સામાન્ય રીતે પિતાની આજુબાજુના સમાજમાં પ્રતિષ્ઠિત અને આગળ પડતા હતા. છતાં પિતાને હાથે દીક્ષા લઈને અમુક સમય સુધી ગામડામાં છુપા રહી ધીરજ કેળવવાના દાખલાથી તેમની તે વખતની તાલાવેલી કેવી હશે! તેનું અનુમાન તેના યશસ્વી જીવન ઉપરથી આપણે કરી શકીએ છીએ. યુવાવસ્થાની તેમની શાસન સેવાની ધગશ જાણીતી છે. જેને ધર્મ પમાડવા જાતે ગોચરી જતાં અને બાળકો તથા યુવક યુવતિઓને તે વખતે મંદિર ઉપાશ્રયના પરિચયને સરળ અને શક્ય બોધ આપતા હતા. એવી રીતે જેઓને શરમથી પણ દહેરે ઉપાશ્રયે આવતા કરેલા તેમાંના ઘણા ખરા પાછળ સારી નામાંકિત ધાર્મિક વ્યકિતઓ થઈ છે. અને તે તે કુટુંબમાં ધાર્મિક વારસા ટકી રહ્યા છે. વચલા વખતમાં ફેશન, શિક્ષણ, અને વિલાસી વાતાવરણના વખતમાં કંઈક યુવકે દહેરા ઉપાશ્રયની ઉપેક્ષા કરતા થઈ ગયેલ હતા. પરંતુ યુવાનીમાં આવ્યા પછી તે તદ્દન બેદરકાર બનેલા હતા, છતાં બાલ્યાવસ્થામાં ઉપદેશ આપેલા તેની શરમથી ફરી પાછા દહેરા ઉપાશ્રયમાં ખેંચી લાવી ધર્મમાં સ્થિર કર્યાના દાખલા છે. તેમની આવી છુપી અને મુંગી ઘણીએ શાસન સેવાઓ છે. એ ઉત્સાહના પૂરમાં તે પોતાના જમાનાની એક પ્રતિષ્ઠિત અને આગળ પડતી વ્યક્તિમાં ગણાયેલ છે. શિષ્ય સમુદાય પણ બહોળો મેળવી શકેલ છે. શ્રીગિરનાર, ચિત્રકૂટાદિ તીર્થોના જીર્ણોદ્ધારાદિક કાર્યમાં તેમને ફાળે અસાધારણ

Loading...

Page Navigation
1 ... 94 95 96 97 98 99 100 101 102 103 104