Book Title: Jain Dharm Vikas Book 02 Ank 04 05 06
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 72
________________ ૧૭૪ જૈનધર્મ વિકાસ, E સિંચનથી બન્ને પક્ષનો સુમેળ સંધાઈ જતાં, જડઘાલી રહેલ કુસંપનું સંતોષજનક નિકંદન કરાવી આપી,ત્યાંથી ચારૂપ,તારંગાજીની યાત્રા કરી વડનગર, મેસાણા, પાનસર આદિ સ્થળોએ વિચરી અમદાવાદવાળાની વિનંતીથી લવારનીપળના ઉપાશ્રયે ચાતુમાંસ માટે પધાર્યા. જ્યાં એક બારેજાના રતનચંદને ભાગવતી દીક્ષા આપી તેમનું મુનિ રંગવિજયજી નામ આપ્યું. ચાતુર્માસ દરમિયાનમાં સાધુ સાધ્વીઓને ઉતરાધ્યયન, આચારાંગ, કલ્પસૂત્ર અને સૂગડાંગ આદિ સૂત્રોના ગવહન કરાવ્યા હતાં. સં. ૧૯૯૪. ચાતુર્માસ પૂર્ણ થયે આચાર્યદેવને શેઠ ચીમનલાલ મનસુખભાઈએ ચોમાસુ બદલાવવાનું નક્કી કરી વાજીત્રોથી સામૈયુ કરી પિતાના ઘેર લાવ્યાં અને સજોડે ચતુર્થવ્રતનાણ મંડાવી સંઘ સમક્ષ ક્રિયા કરી ગુરૂદેવના હસ્તના વાસક્ષેપથી અંગીકાર કર્યા. આ પ્રસંગે પ્રભાવના અને પૂજા આદિ કાર્યો ઘણાજ ઉદારતાથી કરવામાં આવ્યા હતાં. ત્યાંથી ઢાલનીપળવાળા ધેાળીદાસ ચીમનલાલે ઉજમણું પધરાવતાં, તેમની વિનંતી આવવાથી તેમને ત્યાં પધાર્યા. અને ઉજમણું સમાપ્ત થતાં ઉપાશ્રયે પધારી વિહાર કરી પ્રાંતિજ પધાર્યા. જ્યાં પાલણપુરના ડાહ્યાભાઈને ભાગવતી દીક્ષા આપી. મુનિશ્રી આણંદવિજયજી તેમનું નામ પાડયું. ત્યાંથી હીમતનગર, ટીટેઈ, ઈડર, ડુંગરપુર, થઈ કેશરીયાજીની યાત્રા કરી, ત્યાંથી મેવાડ ભૂમિમાં થતી જિનાલયની આશાતનાનું નિવારણ કરવાના ઉદેષથી મેવાડમાં વિહાર લંબાવતાં દરેક જગ્યાએ જિનમંદિરની આશાતના નિહાળતાં, તેનું નિવારણ કરવાને ઉપદેશ આપતાં ચિતડ પધાર્યા. જ્યાં દુનિઆના જગમશહુર ચિતોડના કિલ્લા ઉપર જિનાલયાના દર્શનાર્થે જતાં, આપણા પૂર્વજોના પ્રાચિન, શિલ્પ અને નક્સી કારીગરીની કળાથી ભરપૂર કરમાશાના સમયના, જિનાલયને મુસલમાની બાદશાહના હાથથી થયેલા ખંડિયેરેનિહાળતાં જ, આચાર્યદેવના હૃદયમાં અસહ્ય વેદના થતાં ગમગીન બની વિચારમગ્ન થઈ જતાં આ અશ્રુ ભીની થવા પામી, અને તેથી સાથેના શિષ્ય ગુરૂદેવની આંતરવેદના સમજી ગયા. અને વિજ્ઞપ્તિ કરી કે હે પ્રભો! આપના હૃદય પર આ જિનાલના ખંડિયેરે જેતાજ આઘાત કેમ થયે? આપ જેવા પુન્યાત્મા ભાગ્યશાળી તે ધારે તે આ જિનાલયોને જીર્ણોદ્ધાર કરાવી તેને પુનાજીવન આપી શકે તેમ છે! માટે કૃપા કરી ચિતડગઢના જિનાલયેના જીર્ણોદ્ધારનું કાર્ય હાથમાં ધરે, અને તેટલા ખાતર ઉદયપુર પધારી ત્યાંના આગેવાનેને ઉપદેશ આપી, રાજ્ય પાસેથી પરવાનગી મેળવવાનો પ્રયત્ન કરાવે. આ રીતે શિષ્ય સમુદાયને સંધ્યારે મળતાં આચાર્યદેવ હર્ષિત થયા, અને ત્યાંથી વિહાર કરી ફતેહનગર, કરેડાપાર્શ્વનાથ, કાંકરેલી, નાથદ્વારા દેલવાડા અને એકલીંગજી થઈ, ઉદયપુર પધાર્યા. રસ્તામાં મહુધા નિવાસી ચંપકલાલને ભાગવતી દિક્ષા આપી તેમનું પન્યાસ મુક્તિવિજયજીના શિષ્ય મુનિ ચિદાનંદવિજય નામ પાડયું.

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104