Book Title: Jain Dharm Vikas Book 02 Ank 04 05 06
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 70
________________ * * * જૈન ધર્મ વિકાસ, - - ---- ધર્મપ્રેમી મહારાજાધિરાજ મોહનદેવજી પધાર્યા. બાદ આચાર્યદેવને વંદન કરવા પધારતાં આચાર્યદેવે તેઓશ્રીને જીવદયાને ઉપદેશ મીઠીવાણી દ્વારા આપતાં, આચાર્યદેવની નિખાલસતા અને પ્રઢતાની તેમના ઉપર અસર પડતાં તેઓશ્રીએ આચાર્યદેવના આશિર્વાદની માગણી કરતાં, આચાર્યદેવે જીવદયા અને મનુષ્ય દયા ઉપર ખૂબ ઉપદેશનું સિંચન કરી તેવા કાર્યોમાં આપ હમેશાં મશગુલ રહે તેવા પ્રકારને આશિર્વાદ આપતાં, મહારાજાશ્રીએ વાસક્ષેપ નાખવાની વિનંતી કરતાં આચાર્યદેવે મંત્રાક્ષ ભણું, જ્ઞાન પૂજન મહારાજા પાસે કરવી, વાસક્ષેપ મસ્તકે નાંખી, જીવદયા પ્રેમી બનવાના આશિર્વાદ આપ્યા. આ રીતે આચાર્યદેવે મહારાજા મહાદેવશ્રીજીને ઉદ્ધાર કરી, પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થયે વાપીથી વિહાર કરી કાવી, ગંધાર, જંબુસર આદિની યાત્રા કરી ખંભાત પધાર્યા. અને ત્યાં ટૂંકા સમયની સ્થિરતા કરી સીધા ધોલેરા, ધોળકા ઉપર થઈ કાઠીયાવિાડમાં વિચરી પાલીતાણા પધારી શ્રી સિદ્ધાચલજી યાત્રા કરી, અમદાવાદ નિવાસી ચીમનલાલને ભાગવતી દીક્ષા આપી તેમનું નામ મુનિશ્રી ચંપકવિજયજી પાડ્યું. બાદ ત્યાંથી વિહાર કરી કંદબગિરી,તળાજા મહુવા,અમરેલી અને તેની આજુબાજુને પ્રદેશ વિચરી કુંડલા બે ભાગ્યશાળીઓને દીક્ષા આપવા પધારી, જેઠ સુદિ ૧૦ના શુભ દિને કુંડલાનિવાસી વલ્લભદાસ અને મનસુખલાલને ભાગવતી દીક્ષા આપી, અનુક્રમે મુનિશ્રી વલભવિજયજી અને મુનિશ્રી મલયવિજયજી તેમનું નામ આપી,કેચીનવાળા જીવરાજ ધનજીની પાલીતાણામાં ઉથાપન કરવાની ભાવના હોવાથી, તેમની આગ્રહભરી વિનંતીથી આચાર્યદેવ પાલીતાણા પધાર્યા. બાદ જીવરાજ ધનજી તરફથી પાંત્રીસ છોડનાં ઉદ્યાપનને મહત્સવ ઉજવવામાં આવ્યું. જેમાં ઉપગરણે, નૌકારસી, વરડે અને અષ્ટાહીકા મહોત્સવ આદિમાં થઈ ચાલીસેક હજારને સદવ્યય થયેલ હશે, તેમજ આચાર્યદેવના ઉપદેશથી એક ધર્મશાળા પણ પચાસેક હજારના ખર્ચે પાલીતાણામાં બંધાવેલ હોવાથી, તેમનાજ આગ્રહથી ચાતુર્માસ પણ તેમની જ ધર્મશાળામાં કર્યું. ચાતુર્માસ દરમિયાનમાં સાધુ, સાધ્વીઓને ઉતરાધ્યયન, આચારાંગ, કલ્પસૂત્ર, સૂગડાંગ, અને મહાનિષિથ આદિ સુત્રોના વહન કરાવ્યા. તેમજ વ્યાખ્યાનમાં તપ અને તિર્થોદ્ધારને ઉપદેશ આપતાં વાડીલાલ હઠીસંગની ઉપધાન કરાવવાની ભાવના થતાં, આચાર્યદેવને વિનંતી કરતાં ઉપધાન તપ આરાધકને પ્રવેશ કરાવી ક્રિયા કરાવી હતી. સં. ૧૨. ચાતુર્માસ પૂર્ણ થયે ઉપધાનતપ માળા પરિધાન મહત્સવની સમાપ્તિ થયા બાદ વિહાર કરી, જુનાગઢ પધારી રૈવતાચલની યાત્રા કરી અને -જીર્ણોદ્ધારના કાર્યની તપાસ કરી, ત્યાંજ પિસ વદિ ૬ નાં વલસાડના એક ગૃહ સ્થિને ભાગવતી દીક્ષા આપી, ઉપાધ્યાય શ્રીદયવિજયજી મહારાજના શિષ્ય મુનિશ્રી અરૂણવિજ્યજી તેમનું નામ પાડયું.બાદ ત્યાંથી વિહાર કરી માંગળ પરબંદર, મોરબી,

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104