Book Title: Jain Dharm Vikas Book 02 Ank 04 05 06
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 69
________________ સારાષ્ટ્રના નરરત્નના કાર્યોની નોંધપોથી. ૧૭ અને રોકડ નાણાનું દાન દેતાં વાત્રોનાં ગરવ સાથે જય જય નંદા,જય જય ભદાના પ્રચંડ અવાજે સાથે સ્મશાન યાત્રા કાઢવામાં આવી હતી. બાદ ડહેલાના ઉપાશ્રયે દેવવંદનની વિધિ થઈ તેમાં સંમેલનમાં પધારેલ આખો સાધુ, સાધ્વીના સમુદાયે, હાજરી આપેલ હતી. જેમાં મુખ્યત્વે આચાર્યશ્રી વિજયનેમિસૂરિજી, આચાર્યશ્રી વિજયસિદ્ધિસૂરિજી, આચાર્યશ્રી વિજયદાનસૂરિજી, આચાર્યશ્રી સાગરાનંદસૂરિજી, આચાર્યશ્રી વિજયનીતિસૂરિજી, આચાર્યશ્રી જયસિંહસૂરિજી અને આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજી આદિ અનેક આચાર્યો, પદ, મુનિગણે અને સાધ્વી સમુદાય મળી આસરે સાતસે મહષિગણ અને ચતુવિધ સંઘ મળી હજારે માણસની હાજરી વચ્ચે દેવવંદન કરવામાં આવ્યું હતું. આમ જનતા એકી અવાજે કહેતું હતું કે પન્યાસ પ્રવરેજ સાચું મરી જાયું છે કારણકે કાળધર્મના દેવવંદનમાં આટલો મોટે મહષિગણને સમુદાય અને સમશાન યાત્રામાં આટલે માટે શ્રાવકગણને સમુદાય.અમદાવાદમાં સેંકડો વર્ષોમાં પણ જોવામાં આવેલ નથી. આ વિધિ સમાપ્ત થતાં સમેલનમાં પધારેલ મુનિગણ વિહાર કરવા લાગ્યા, પરંતુ આચાર્યદેવને તો સદગતના નિમીતે અષ્ટાદ્વીકા મહત્સવ ઘણી જ ધામધુમથી ડહેલાના ઉપાશ્રયવાળાને કરવાને હેવાથી રોકાયા હતાં. આ અષ્ટાલીકા મહત્સવમાં ડહેલાના ઉપાશ્રયના સંઘે ચારેક હજાર રૂપીઆ ખચી ઘણીજ ધામધુમપૂર્વક કર્યો હતો. દરમિયાન મુંબાઈના આગેવાનની આગ્રહ ભરી વિનંતી આવતાં પંદર શિષ્ય પ્રશિષ્યના પરિવાર સાથે, મેહમયી નગરી તરફ પ્રયાણ કરી સમય બહુ ટુંકે હોવાથી ઝડપભેર ખેડા, માતર, આણંદ, વડેદરા, ભરૂચ, સુરત, બીલીમોરા, વલસાડ, અમલસાડ, વરાર, અને તેની આજુબાજુના પ્રદેશમાં વિચરી મુંબાઈના પરાઓમાં થઈ,મોહમયી નગરીમાં ઘણુંજ આડુંબરિક સામૈયા સાથે પ્રવેશ કરી ગોડીજીના ઉપાશ્રયે ચાતુર્માસની સ્થિરતા કરી. સાથે બધા વિદ્વાન મુનિઓ હોવાથી મુંબાઈના અને પરાંઓના બધા સ્થળોએ વ્યા ખ્યાન, પચ્ચખાણ માટે મુનિઓને મોકલી, સમગ્ર મુંબાઈવાસીઓને સગવડ કરી આપી હતી. ચાતુમાસ દરમિયાનમાં તિર્થોદ્ધાર અને જીર્ણોદ્ધારને ઉપદેશદ્વારા સિંચન કરતાં, આસરે વીસેક હજારની રકમ ગીરનાર જીર્ણોદ્ધાર કમિટીને મેકલાવી હતી. સં. ૧૯૧. ચાતુર્માસ પૂર્ણ થયે મુંબઈના પરાંવાળાના આગ્રહથી પરાંઓમાં રોકતાં, મહા સુદિ ૪ ના અમદાવાદના ચંદુલાલભાઈને ભાગવતી દીક્ષા આપી મુનિ ચરણુવિજયજી તેમનું નામ પાડયું. બાદ વિહાર આગળ લંબાવતાંવાપીના આગેવાને ત્યાં પ્રતિષ્ઠા હોવાથી આમંત્રણ આપવા પધારતાં, અગાસી, પાલધર, અમલસાડ, બીલીમેરા, વલસાડ, સુરત, અને તેની આજુબાજુનાં પ્રદેશમાં વિચરી વાપી પ્રતિષ્ઠા મહોત્સવ માટે પધાર્યા. આ મહોત્સવની ધામધુમ નિહાળવા ધરમપુરનરેશ,

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104