Book Title: Jain Dharm Vikas Book 02 Ank 04 05 06
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth
View full book text
________________
સૌરાષ્ટ્રના નરરત્નના કાર્યોની
પોથી.
પાયચંદગચ્છી અને તપાછી આદિ સમગ્ર સમુદાયે એકત્ર થઈ મહત્સવની ઉજવણી માટે એક ટીપ કરી, પદવી પ્રદાનને મહત્સવ ઉજવવાને નીર્ણય કરી આચાર્યદેવને વિનંતી કરતાં, આચાર્યદેવે જેઠ સુદિ ૬ના મંગળ પ્રભાતે બળવાન
ગે શુભ મુહૂર્ત ચતુવિધ સંઘની સમક્ષ નંદિની ક્રિયા કરાવી, પન્યાસશ્રી હર્ષવિજયજીને આચાર્યપદારે પણ વાજીના મધુર ધ્વનીના સરેદે વચ્ચે હજારની મેદનીમાં આપી, ભવ્ય વરઘેડા સાથે જિનાલાએ દર્શન કરવા પધાર્યા. આ ઉત્સવમાં દરેક ફીરકાઓએ ખૂબજ ઉત્સાહથી લાભ લીધો હતો. ચોમાસા દરમિયાનમાં કીશનલાલજી શેઠે જિનાલય અને ધર્મશાળા તૈયાર કરાવી લીધી. તેમજ પિતાના તરફથી ઉપધાન તપની આરાધના કરાવવાની અને જિનાલયની પ્રતિષ્ઠા કરાવવાની વિનંતી કરતાં, આચાર્યદેવે ઉપધાન તપના આરાધકોને પ્રવેશ કરાવી ક્રિયા કરાવી હતી. આચાર્યદેવના ઉપદેશથી સંપતલાલ ગુલેચ્છાએ ભવ્ય પણ દર્શનીય અષ્ટાદ્વીકા મહત્સવ કર્યો હતો. અને કીશનલાલ શેઠે તે કાપરડાજીના સંઘથી માંડીને તે ઉપધાન આદિની ક્રિયા કરાવવા સુધિમાં સીતેરેક હજારથી પણ વધુ રકમને સદવ્યય કર્યો હતો. આ રીતે ચાતુર્માસમાં એકંદર ફલોધિના સંઘે આચાર્યદેવના ઉપદેશથી લાખેકની રકમને સદવ્યય કરેલ હશે.
સ, ૧૯૮૯. ચાતુર્માસ પૂર્ણ થયે ઉપધાનતપ માળારેપણુ અને જિનાલય પ્રતિષ્ઠા મહોત્સવ ઘણાજ આડંબર પૂર્વક સમાપ્ત કરી માગશર સુદિ ૫ ના ધાનેરાના ભુરમલજીને ભાગવતી દીક્ષા આપી તેમનું નામ મુનિ ભૂવનવિજયજી પાડયું. બાદ ફધિથી વિહાર કરી જોધપુર, પીપાડ, ભીલાડા, મેરતા, બીકાનેર, સોજિત, પાલી અને તેની આજુબાજુના પ્રદેશમાં વિચરી નાની મારવાડના તખતગઢમાં પધાર્યા હતાં. જ્યાં સંઘની પેઢીને તાળાં વાસેલાં હતાં. તેથી સંઘની વિનંતીથી ત્યાં રોકાઈ શાન્તિપૂર્વક જુદાજુદા પક્ષોને સાંભળી મીઠી વાણુથી ઉપદેશ આપી, સંઘમાં એક્યતા સ્થાપી, સંપ કરાવી, બધાને એકત્ર જમાડી, સંઘની પેઢીને વહિવટ સુવ્યવસ્થિત ચાલુ કરાવી તખતગઢથી વિહાર કરી, સીવગંજ, શીહિ, દેલવાડા, અવચળગઢ, કુંભારીયાજી આદિ સ્થળની યાત્રા કરી પાલણપુર પધાર્યા. જ્યાં આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીજીને ભેટ થતાં, અને આચાયોએ અરસપરસ મલી સમાજમાં ચર્ચાસ્પદ બનેલા વિષયેની વિચારણા કરી બનેનાં એકત્રિત ઉપદેશથી, પાલણપુરના સંઘે જિનાલયોની કેપીટલમાંથી જિનાલના રક્ષણ પુરતી રકમ રાખી, વધારાની રકમને જીર્ણોદ્ધારમાં ઉપિયોગ કરાવવાનું નકકી કર્યું. ત્યાંથી સીદ્ધપુર થઈ તારંગાજી પધારતાં અમદાવાદના આગેવાને વિનંતી કરવા આવતાં ખેરાળુ, મેસાણા, પાનસર થઈ અમદાવાદ પધારી લવારનીપળના ઉપાશ્રયે ચાતુર્માસની સ્થિરતા કરી, વ્યાખ્યાનમાં તપ અને જદ્ધાર ઉપર ઉપદેશ આપતાં વાડીલાલ છગનલાલ વાયવાળાની ઉપધાન

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104