Book Title: Jain Dharm Vikas Book 02 Ank 04 05 06
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 63
________________ સૌરાષ્ટ્રના નરરત્નના કાર્યોની સેંધપોથી. વદિ ૮ના મુનિશ્રી મેતીવિજયજી ગણિ, મુનિશ્રી મુક્તિવિજ્ય ગણિ, મુનિશ્રી તિલકવિજયજી ગણિ, મુનિશ્રી ઉદયવિજયજી ગણિ અને મુનિશ્રી કલ્યાણ વિજયજી ગણિવર્યને ચતુર્વિધ સંઘની સમક્ષ નંદિની ક્રિયા કરાવી, હજારેના સમૂહ વચ્ચે વાજીત્રાના મધુર નાદોના ગુંજારવ સાથે પન્યાસપદારોપણ વિધિ ઉત્સાહપૂર્વક કરાવી હતી. આ મહોત્સવની ઉજવળીમાં સંઘે પંચતીર્થની રચના, ભવ્ય અષ્ટલકા મહોત્સવ, વરઘોડા, નૌકારસી અને અષ્ટોતરી મહાપૂજા કરી પાંચેક હજારને સદવ્યય કરેલ હશે. ત્યાંથી વિહાર કરી અમદાવાદ પધારી માસકલ્પ રકાઇ મારવાડ તરફ પર્યાણ કરતાં, મેસાણામાં અમદાવાદના શાન્તિનાથની પિળવાળા સુરજમલ ભાઈને ભાગવતી દીક્ષા આપી તેમનું નામ મુનિશ્રી સુભવિજયજી પાડયું હતું. ત્યાંથી તારંગાઇ, કુંભારીયાજી, દેલવાડા, અવચળગઢ, બ્રાહ્મણવાડા, શિહિ, સીવગંજ, વાંકલી, તખતગઢ, ઉમેદપુર, અને તેની આજુબાજુના પ્રદેશમાં વિચરી તિર્થોદ્ધાર માટે ઉપદેશ આપતાં જાવાલના સંઘના આગેવાનોની અતિઆગ્રહભરી વિનંતીથી ચાતુમાંસ કરવા જાવાલ પધાર્યા. જ્યાં અષાડ સુદિ ૧૩ના સુરતના ડાહ્યાભાઈ અને મહુધાના જીવાભાઈને ભાગવતી દીક્ષા આપી અનુક્રમે મુનિશ્રી દેવેન્દ્રવિજય અને મુનિ શ્રી જીવવિજયજી તેમનું નામ પાડયું. ચાતુર્માસ દરમિયાનમાં ઉત્તરાધ્યયન આચારાંગ, કલ્પસૂત્ર, સૂગડાંગ, મહાનિષિથ, સમવાયાંગ અને ભગવતીજી આદિ સૂત્રાદિના સાધુ, સાધ્વીઓને વેગવહન કરાવ્યા હતાં. તેમજ વ્યાખ્યાનમાં તિર્થોદ્ધાર અને જીર્ણોદ્ધારને ઉપદેશ આપતાં મરૂભૂમિમાંથી આસરે વીસેક હજાર ગીરનાર જીર્ણોદ્ધાર કમિટીને મોકલાવ્યા. અને પાંચેક હજાર કુંભારીયાજી તીર્થની પેઢીને મોકલાવ્યા હતા. સં.૧૯૮૮. ચાતુર્માસ પૂર્ણ થયે કારતક સુદિ ૧૩ના મુનિશ્રી મહેન્દ્રવિમલજીને આ ચાર્યશ્રીના શુભહસ્તેગણિપદ આપી, કારતક વદિરના મુનિશ્રી મહેન્દ્રવિમલજી ગણિવર્યને, પન્યાસપદ અને પન્યાસજી શ્રી હર્ષવિજ્યજીના શિષ્ય મુનિશ્રી મંગળવિજયજી, પન્યાસશ્રી ઉદયવિજયજીના શિષ્ય મુનિશ્રી મનહરવિજયજી, અને મુનિશ્રી સંપતવિજયજીને ગણિપદ ચતુવિધ સંઘ સમક્ષ નંદિની ક્રિયા કરાવી હજારેના સમૂહ વચ્ચે આપેલ હતું, વળી પદવી પ્રદાનને મહોત્સવ મરૂભૂમિમાં આ પહેલે જ હેવાથી અનેક ગામમાંથી હજારો માણસ જોવા માટે એકત્ર થયેલા હતાં. આ મહત્સવમાં સંઘે ભવ્ય અષ્ટાદ્વીકા મહત્સવ, નૌકારસી અને શાન્તિસ્નાત્ર કરી પાંચેક હજારને સદવ્યય કર્યો હતે. ત્યાંથી વિહાર કરી મેટી મારવાડમાં પાલી પધાર્યા. જ્યાં ફલેધિના કીશનલાલજી સંપલ્લાલજીની કાપરડાજી તીર્થનો સંઘ કાઢવાની ભાવના થતાં, તેમની વિનંતીને માન આપી સંઘમાં પધારી, વચ્ચેના પ્રદેશોની યાત્રા કરતાં અને તીર્થોદ્ધારનો ઉપદેશ આપતાં કાપરડાછ પધારી ચાત્રા કરી, ત્યાંના આજુબાજુના પ્રદેશમાં સ્થાનકવાસી સંપ્રદાયને મેટો સમૂહ હોવાથી, તેમના ઉતાર માટે સાચું જ્ઞાન આપી તેમને જાગ્રત કરવાની આવશ્યકતા પર વ્યાખ્યાનમાં ઉપદેશ

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104