Book Title: Jain Dharm Vikas Book 02 Ank 04 05 06
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 62
________________ - ૧૬૪ જનધર્મ વિકાસ સારો એકત્ર થયે હતું. અને મહોત્સવ ઘણાજ આડંબરિક દ્રષ્ય, ભવ્ય અષ્ટાૌકા મહત્સવ અને નકારસીઓથી ઉજવવામાં આવ્યું હતું. તેની સમાપ્તિએ જુનાગઢથી વિહાર કરી પાલીતાણા શ્રીસિંદ્ધાચલજીની યાત્રાએ પધાર્યા. જ્યાં ડાહ્યાભાઈ છોટાલાલ કસુબાવાળા સંઘ કાઢીને આવતાં તેમને તીર્થમાળ પહેરાવી, બાદ લવારની પળના આગેવાનોની વિજ્ઞપ્તિથી શ્રીસિદ્ધક્ષેત્રથી વિહાર કરી અમદાવાદ પધારી લવારનીપળના ઉપાશ્રયે ચાતુર્માસ કર્યું. ચોમાસા દરમિયાનમાં ઉતરાધ્યયન, આચારાંગ, કલ્પસૂત્ર, સૂગડાંગ, મહાનિષિથ, સમવાયાંગ અને ભગવતીજી આદિ સૂત્રોના યોગવહન કરાવ્યાં, અને વ્યાખ્યાનમાં જીર્ણોદ્ધારની પુષ્ટી કરતાં વીસેક હજારની રકમ ગીરનાર જીર્ણોદ્ધાર કમિટીને મોકલાવી હતી.. સ. ૧૯૮૬. ચાતુર્માસ પૂર્ણ થયે માગશર સુદિ પ ના પન્યાસજીશ્રી હર્ષ વિજયજી મહારાજના શિષ્ય મુનિશ્રી માનવિજયજી અને મુનિશ્રી ઉદયવિજયજીને ગણિપદ આપી અણાહ્નકા મહોત્સવ કરાવ્યા હતા. બાદ વિહાર કરી કપડવંજ, મેડાસા, ટીટેઈ આદિ થઈ કેશરીયાજીની યાત્રા કર્યા બાદ કેશરીયાજીમાં બાવળાના ધરમસીભાઈ તથા તેમના ધર્મપત્નીને સજોડે ઘણીજ ધામધુમથી ભાગવતી દીક્ષા આપી, અનુક્રમે મુનિશ્રી ભક્તિવિજ્યજી અને સાધવી શ્રીમંગળશ્રીજી નામ પાડ્યું. કેશરીયાજીમાંજ પન્યાસજીશ્રી ગુલાબવિજયજી મહારાજ કાળધર્મ પામવાના સમાચાર આવતાં દેવવંદન સમુદાય અને સંઘ સાથે કર્યું. બાદ ત્યાંથી વિહાર કરતાં રસ્તામાં મોડાસા લવારનીપળના આગેવાનની પન્યાસજી નિમિત્તેના અષ્ટાલીકા મહોત્સવ ઉપર અમદાવાદથી લવારની પળે પધારવાની વિનંતી આવતાં ઝડપી વિહાર કરી અમદાવાદ પધાર્યા. વળી ઉપાશ્રયમાં બેસનારા જેઓ વિશસ્થાનક તપ કરતાં હતાં તેઓની ઉદ્યાપન કરવાની ભાવના થતાં તેના અંગે રોકાવાની વિજ્ઞપ્તિ થતાં ત્યાં સુધિ રેકાઈ ઉદ્યાપન મહોત્સવ પૂર્ણ થવાથી, કપડવંજના આગેવાનોના આગ્રહથી અમદાવાદથી વિહાર કરી, કપડવંજ પધારી પંચના ઉપાશ્રયે ચાતુર્માસ કરવા રોકાયા. જ્યાં મહુધાવાળા શાન્તિલાલને ભાગવતી દીક્ષા આપી મુનિશ્રી મુક્તિવિજયના શિષ્ય તરીકે મુનિશ્રી સુંદરવિજયજી તેમનું નામ પાડ્યું. ચાતુર્માસમાં ઉતરાધ્યયન, આચારાંગ, કલ્પસૂત્ર, સૂગડાંગ, મહાનિષિથ, સમવાયાંગ, અને ભગવતીજી સૂત્રના ગહન કરાવ્યા. અને વ્યાખ્યાનમાં તીર્થોદ્ધાર અને તપ ઉપર ઉપદેશ આપતાં ગીરનાર જીર્ણોદ્ધાર કમિટીને અમુક રકમ મોકલાવી હતી. સં. ૧૯૮૭. ચાતુર્માસ પૂર્ણ થયે કારતક વદિ પના આચાર્યદેવશ્રીના વરદ હસ્તે પિન્યાસજીશ્રી પ્રતાપવિજયજી મહારાજના પ્રશિષ્ય મુનિશ્રી મતીવિજયજી, મુનિશ્રી ભક્તિવિજયજી, પન્યાસશ્રી દાનવિજયજીના શિષ્ય મુનિશ્રી તિલકવિજ્યજી, મુનિશ્રી ઉદયવિજયજી અને પન્યાસશ્રી હર્ષવિજયજીના શિષ્ય મુનિશ્રી કલ્યાણવિજયજીને - શણિપદ્ધ અને નવ દીક્ષિત મુનિશ્રી સુન્દવિજયજીને વડી દીક્ષા આપી, અને કારતક

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104