Book Title: Jain Dharm Vikas Book 02 Ank 04 05 06
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 60
________________ જનધર્મ વિકાસ, દ્ધિાર માટે સંઘવી પાસેથી સારી રકમની સહાય કરાવી, સંઘથી છુટા પડી સૌરાષ્ટ્ર પ્રદેશમાં ફરી,જેતપુરના આગેવાની વિનંતીથી ચાતુર્માસ કરવા જેતપુર પધાર્યો ચાતુમસમાં શેઠ પાનાચંદમાવજીભાઈએ શ્રીભગવતીજી સૂત્રનું ઘણુજ ધામધુમથી વરઘેડે, રાત્રી જાગરણ આદિ મહોત્સવ સાથે વાંચન કરાવ્યું, તેમજ જીવદયા અને તપને ઉપદેશ આપતાં ત્યાંની પાંજરાપોળને ઉદ્ધાર આચાર્યશ્રીએ કરાવ્યું, અને સંઘ તરફથી ઉપધાન તપની આરાધના કરાવી, જેમાં સંઘે ચારેક હજારની રકમ ખર્ચે ભવ્ય રચનાઓ, અષ્ટાદ્વીકા મહોત્સવ, અને નૌકારસીઓ આદિ ર્યા હતાં. સં૧૯૮૪. ચાતુર્માસ પૂર્ણ થયે ગિરનારજીની યાત્રા અને જીર્ણોદ્ધારના કાર્યનું નિરીક્ષણ કરી, જુનાગઢથી ગુજરાત તરફ વિહાર કરતાં રસ્તામાં શેઠ વાડીલાલ પુનમચંદ રાધનપુરવાળાની ઉદ્યાપન કરવાની ભાવના થવાથી તેઓ વિનંતી કરવા આવતાં, તે બાજુ વિહાર લંબાવી સંખેશ્વરજીની યાત્રા કરી રાધનપુર આડબરિક સામૈયા સાથે પધાર્યા હતા. આ ઉજમણામાં વાડીલાલ શેઠે ઉપગરણે નકારસી અને વરઘોડા આદિમાં વીસેકહજારને સદ્વ્યય કરેલ હશે. ઉદ્યાપન મહોત્સવ પૂર્ણ થયે આચાર્યદેવને રાધનપુરના આગેવાનોની ચાતુર્માસ માટે આગ્રહ ભરી વિજ્ઞપ્તિ થતાં, ચાતુર્માસ કરવા સાગરના ઉપાશ્રયે રેકાયા. ચાતુર્માસમાં સંઘ તરફથી શ્રીભગવતીસૂત્રની વાંચના ઘણીજ ધામધુમ સાથેના વરઘોડા, રાત્રી જાગરણ અને પ્રભાવનાઓથી કરાવી હતી. તેમજ(રાધનપુરની આજુબાજુના) સ્વધર્મિબધુઓની આર્થિક અને જ્ઞાનની દયાજનક પરિસ્થિતિના નિવારણ માટે ઉપદેશ આપતા એક બોર્ડિગ ખેલવાની ચેજના વિચારી, અમુક ગૃહસ્થો પાસેથી વાર્ષિક પાંચ વર્ષ સુધિ અમુક રકમની મદદ આપવાની કબુલાત મેળવી, પ્રભુદાસ પંડિતની દોરવણી નીચે “વિદ્યાથી ભવન ” નામની સંસ્થા ઉઘાડવામાં આવી હતી. જે સંસ્થા અમુક વર્ષ ચાલ્યા પછી તેને સારે લાભ લેવા હેવાથી, મેરખીયા કાન્તિલાલ ઈશ્વરદાસની તે સંસ્થાને સ્વતંત્ર રીતે ચલાવવાની ભાવના થતાં તેઓએ તેવા પ્રકારની કારોબારી કમિટીને સુચના કરતાં, લાભાલાભનું કારણ જોઈ કારોબારી કમિટીએ તેમની ચેજનાને સ્વીકાર કરી, બેડિંગ કાયમી નભી રહે તેટલ ફંડ રાખવાની શરતે, તે સંસ્થા તેમના સ્વતંત્ર વહિવટ નીચે સેંપી દેતાં શેઠશ્રીએ તે સંસ્થા માટે પચાસ હજાર ખર્ચને એક ભવ્ય સરસ્વતીમંદિર અને ભેજનહેલ બંધાવવા, સાથે એક બેડર વ્યાજમાં નભી શકે તેટલી જંગી રકમ ઈલાયદિ કાઢેલ હોવાથી, જૈનયુગના આ ચળકતા સિતારાના સદુપદેશથી સ્થપાયેલ નાની સંસ્થા આજે એક સંગીન અને ગૈારવવંતી સંસ્થા બની રહી છે. આ સંસ્થાને શેઠશ્રીએ છેલામાં છેલ્લી ઢબના હરેક સાધનેથી વિભૂષિત બનાવી વિદ્યાથીભૂવનને એક આદર્શ સંસ્થા બનાવી છે. વળી ધાર્મિક

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104