Book Title: Jain Dharm Vikas Book 02 Ank 04 05 06
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth
View full book text
________________
સૌરાષ્ટ્રના નરરત્નના કાર્યોની સેંધપોથી.
૧૧
---
--
--
સુદિ ૩ ની અમદાવાદના બાલાભાઈને દીક્ષા આપી તેમનું નામ વિદ્યાવિજ્યજી પાડ્યું હતું. વળી ભઠીની બારીના આગેવાનોની વિનંતીથી વીરના ઉપાશ્રયે ચાતુર્માસ કરી વ્યાખ્યાનમાં તિર્થોદ્ધારનો ઉપદેશ આપનાં, ભોજન પાસેથી આસરે ત્રીસેક હજારની રકમ એકત્ર કરાવી ગીરનાર જીર્ણોદ્ધાર કમિટીને મોકલાવી હતી. વળી શેઠ ભગુભાઈ ચુનીલાલની ઉપધાન કરાવવાની ભાવના થતાં તેઓએ વિનંતી કરતાં ભગુભાઇના વંડે ઉપાધાન તપમાં બે વ્યક્તિઓને પ્રવેશ કરાવી ક્રિયા કરાવી હતી.
શેઠ ભગુભાઈ તરફના ઉપધાનનું દ્રવ્ય સં. ૧૯-૩, ભગુભાઈ શેઠના ઉપધાનને માળા પરિધાન મહોત્સવ પૂર્ણ કર્યા બાદ પાટણના સંઘવી નગીનદાસ કરમચંદ, કચ્છના સંઘમાં પધારવાની વિજ્ઞપ્તિ કરવા આવતા તેમની વિજ્ઞપ્તિ સ્વીકારી, સંખેશ્વરજી સંઘની સાથે જોડાવાની આશા આપેલ તેથી રાજનગરથી વિહાર કરી પાનસર, ભય થઈ સંખેશ્વરજી પધાર્યા.
જ્યાં ખેરાળથી સંઘ કાઢીને આવેલ સંઘવી ગોપાલદાસ છગનલાલને સંઘમાળ ચતવિધ સંઘ સમક્ષ નાની ક્રિયા કરાવીને પહેરાવી. ત્યાંથી નગીનદાસ સંઘમાં જોડાયા. સંખેશ્વરજીની પેઢીમાં તે વખતે સાધારણ અને ઉના પાણીના ખાતાઓમાં હેણું હતું, તે બન્ને ખાતાઓ આચાર્યદેવે ઉપદેશ આપીને સંઘવી નગીનદાસ અને સંઘવી ગેપાલદાસ પાસેથી ખુટતી રકમ અપાવી પુરા કરાવ્યા હતા.
આચાર્યશ્રી ભદ્રેશ્વર, કચ્છ આદિ પ્રદેશની યાત્રા કરી સૌરાષ્ટ્રના જુનાગઢ સુધી સંઘની સાથે પધારી, રેવતાચલ તીર્થની તીર્થમાળ સંઘવીની વિનંતીથી આચાર્યદેવે નાણુની ક્રિયા ચતુર્વિધ સંઘ સન્મુખ કરાવી સ્વહસ્તે પહેરાવી હતી. તેમજ જી

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104