________________
સૌરાષ્ટ્રના નરરત્નના કાર્યોની નોંધપોથી. ૧૩૯ સં. ૧૯૯૬ થી ૧૯૪ર. આ છ વર્ષનો કાળ ગુજરાતી બારાખડીથી છઠા ધોરણ સુધિનો વ્યવહારિક અને ધાર્મિક બે પ્રતિક્રમણ સુધીનો અભ્યાસ કરી,
પુત્રના લક્ષણ પારણામાં ” એ કહેવતાનુસાર આટલી નાની વયમાં પિતાની અધ્યયન શક્તિનો આપ્તજનેના ઉપર આભાસ પા. અને તેથી વડીલેમાં વ્યવહારિક અને ધાર્મિક વિશેષ અધ્યયન કરાવવાની ભાવના ઉત્કૃષ્ટ થઈ.
સં. ૧૯૪૨ થી ૪૬. આ ચાર વર્ષના કાળમાં રાજ્યભાષા (અંગ્રેજી) ના ચોથા ધોરણ સુધિ વ્યવહારિક અને ધાર્મિક પંચપ્રતિક્રમણ, નવત, જીવવિચાર, નવમરણાદિ સુધિનો અભ્યાસ કરતાં, અધ્યાપકે, કૌટુમ્બીજને, અને વિદ્યાથી સમૂ હનું આકર્ષણ ખેંચાતાં, તેઓશ્રીના વડીલેને વધુ અભ્યાસ કરાવવા મુખ્ય અધ્યાપકે ખૂબ ખૂબ આગ્રહ કરેલ, પરંતુ શાસનના આ ઝગમગતા સિતારાના હૃદયમાં ધાર્મિક જ્ઞાનની એટલી બધી છાયા પડી ગઈ કે, તેમને વ્યવહારિક કેળવણી મેળવવાનો વડીલે અને અધ્યાપકોનો અત્યાગ્રહ હોવા છતા મુદલ ઈચ્છા ન દેખાણી, એટલે નિરૂપાયે તેમને નિશાળ છેડવામાં વડીલેએ સંમતિ આપતાં નિશાળ છોડી છુટા થયાં.
સં. ૧૯૪૬ થી ૧૯૪૮, આ બે વર્ષના કાળમાં તાજેતરમાં જ નિશાળમાંથી છુટા થયેલ હોવાથી, સગાસંબધિઓને મળવા માટે આજુબાજુના પ્રદેશમાં છુટથી ફરવામાં, અને બને તેટલે વધુ પ્રમાણમાં ધાર્મિક અધ્યયન કરવામાં વ્યતિત કરવા સાથે ધાર્મિક અભ્યાસ સારા પ્રમાણમાં કરી શકવાનું સાધન વાંકાનેર કે આજુબાજુના પ્રદેશમાં ન હોવાથી, જ્યાં મુનિવર્યોનો અને ધાર્મિક અધ્યયન કરવાનું સાધન મળી શકે તેમ હોય તેવા સ્થળે વડીલોની અનુમતિ વિના ચાલ્યા ગયેલા. અને તેથી એવા ત્રણેક પ્રસંગોએ વડીલો તેમને પાછા પોતાના વતન બોલાવી લાવેલા. આ કાળ દરમિયાન તેઓના હૃદયમાં વિરાગ્યભાવનાને સ્થાન ખૂબજ મળ્યું. અને તેમની તેવી ભાવના વડીલોને જણાવતાં, તે દિશામાંથી તેમની ભાવના બદલવા, વડીલોએ તેમને લગ્નગ્રંથીથી જોડવા પ્રયત્નો કરવા માંડ્યા. તેમજ રાજકેટના મશહુર વકીલ લક્ષ્મીચંદ વાલજીને ત્યાં તેમના મામાએ કલાર્ક તરીકે ગોઠવી આર્થિક લાભમાં નાખ્યા. - સં. ૧૯૪૯ આ વર્ષના વસંત અને ગીષ્મ રૂતુના આઠ મહિના હૃદયમાં વૈરાગ્ય ભાવનાનો ઉત્કૃષ્ટ જવાળા પ્રગટેલો હોવા છતાં પણ માતાપિતાના જાણમાં ન આવે તેવી રીતે તેઓની દોરવણ મુજબ વર્તન કરતાં, પરંતુ અવાર નવાર વડીલોને વિનવણી કરવા લાગ્યા કે આ અસાર સંસારરૂપી ભવસમુદ્રમાં હેમાવવાની મારી મુદલ ભાવના નથી. મને તમો કેઈ પણ સંસારી પ્રવૃતિમાં જોડશે નહિ, તેમ સાફ સાફ સુણાવી દેતા હતા. છતાં વડીલોએ મોહને વશ થઈ તેમની આ વિનવણીને જરા પણ આવકાર ન આપ્યો, એટલે તેઓએ