Book Title: Jain Dharm Vikas Book 02 Ank 04 05 06
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 52
________________ ૧૫૪ જૈનધર્મ વિકાસ વ્યાખ્યાનમાં જ્ઞાન સબંધી ઉપદેશ આપતાં સંઘવી ઉજમસીભાઈના ટ્રસ્ટીએએ રૂ. ૫૦૦૦) ની રકમ આપવાથી “પન્યાસશ્રી રત્નવિજયજીગણિ”ના નામની પાઠશાળાની સ્થાપના કરી. ત્યાંથી વિહાર કરી પાટણ આવતા સંઘે એકત્ર કરેલ ભંડળમાંથી “શ્રી હેમચંદ્રાચાર્ય પાઠશાળાની સ્થાપના કરી. આ રીતે તેઓશ્રી જ્યાં પધારતાં ત્યાં જ્ઞાનની પરબ માંડવાને ખાસ ઉપદેશ આપતા હતા. પાટણમાં ઉંઝાના વૈદ્ય નગીનદાસ સાથે આગેવાને ચાતુર્માસ માટેની વિનંતી કરવા આવતાં, ચાતુમાસ માટે ઉંઝા પધારી અસાડ સુદિ ૧૦ના મુનિશ્રી સંપતવિજયજી મહારાજને વડી દીક્ષા આપતાં, તેઓના સગાઓએ ભવ્ય અષ્ટાહ્નકા મહોત્સવ અને શ્રીફળની પ્રભાવના કરેલ. ચોમાસા દરમિયાન સેવા ધર્મના ઉપદેશથી યુવકોમાં ઉત્સાહ વધતા “શ્રી જૈન સંગીત મંડળ અને શ્રી જૈન સેવા સમાજની સ્થાપના કરી, અને ચૌદપૂર્વ, અક્ષ્યનિધિ આદિ તપ કરાવી તેની ઉજવણી અષ્ટાદ્વીકા મહોત્સવથી કરાવી હતી. સં. ૧૯૭૫. ચાતુર્માસ પૂર્ણ થયે ઉંઝા સંઘ તરફથી તારંગાજીને સંઘ નીકળેલ તેમાં તારંગાજી પધારી, યાત્રા કરી શા. હઠીશિંગ ચકુભાઈના આગ્રહથી તેમના મહોત્સવ ઉપર અમદાવાદ પધાર્યા. અને લવારનીપળના આગેવાનોના આગ્રહથી ચાતુર્માસ રહ્યા. વ્યાખ્યાનમાં સૂત્રાદિ વાંચતાં તપની પુષ્ટી કરતાં, પાડાપળવાળા શા. કાળીદાસ મલીચંદની ઉપધાન કરાવવાની ભાવના થતાં તેમની વિજ્ઞપ્તિથી ભગુભાઈના વડે ઉપધાન કરાવ્યા. જેમાં આશરે દોઢસો વ્યક્તિઓએ પ્રવેશ કરેલ. આ મહોત્સવના અંગે માળાની ઉછામળી, અષ્ટાદ્વીકામહોત્સવ, વરઘોડે, ટીપ આદિ થઈ પચીસેક હજારને ખર્ચ થયેલ હશે. સં. ૧૯૭૬. ચાતુર્માસ પુર્ણ થયે લવારના, ડેહલાના, વારના, અને હાજા પટેલની પોળના ઉપાશ્રયના આગેવાનની પન્યાસજીશ્રી નીતિવિજયજી મહારાજને આચાર્ય પદ પ્રદાન કરવાની અત્યંત ઉત્કંઠા થતાં, તે આગેવાનોએ મહારાજશ્રીના પૂજ્ય ગુરૂવર્ય પન્યાસજીશ્રી ભાવવિજયજી મહારાજને ખૂબ ખૂબ આગ્રહભરી વિજ્ઞપ્તિ કરી, આચાર્યપદ આપવાની આજ્ઞા મેળવી, સંવત ૧૭૬ ને માગશર સુદિ ૫ ના શુભ દિને આચાર્ય પદવી આપવાની કુંકુમ પત્રિકા કાઢતાં, આ મહોત્સવમાં ભાગ લેવા દૂર દૂરથી અનેક ભક્તજનેએ હાજરી આપી હતી. આ મહોત્સવની ઉજવણી કરવાની જવાબદારી લવારનીપળના ઉપાશ્રયના આગેવાનોએ ઉપાડી લીધેલ હોઈ, અષ્ટાઢકા મહોત્સવલવારની પળના ઉપાશ્રયે થયે હતું. પ્રથમની તૈયારી મુજબ સંવત ૧૯૭૬ ના માગશર સુદિ ૫ ના મંગળ દિને શુભ મુહૂર્ત અને બળવાન વેગે પરમ ઉદ્ધારક પૂજ્ય ગુરૂવર્ય પન્યાસજીશ્રી ભાવવિજ્યજી ગણિવર્ય મહારાજના વરદ હસ્તે ભગુભાઈના વંડે, સુશોભિત મંડપની રચના કરી, સસરણ માંડી, ચતુર્વિધ સંઘની હાજરીમાં, ઉત્સાહના

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104