Book Title: Jain Dharm Vikas Book 02 Ank 04 05 06
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 35
________________ શાસન નાયકને પુષ્પાંજલી. ૧૩૭ આ કાર્ય માટે તેમણે મને જે આલંબન આપ્યું હતું, તે માટેના આભાર પ્રદર્શનના શબ્દો પણ મારા લક્ષ્યમાં નથી આવતા ખરેખર, એ અદ્ભુત ગુણોને ભંડાર આજે આ ફાની દુનિયામાંથી અદશ્ય થતાં અને તે એક નિર્ભય આશ્રયસ્થાનની ખોટ પડી છે, એટલું જ નહિ પણ મારા જેવા અનેક આશ્રય લેનારાઓને પણ તેવીજ બિોટ જણાય છે. એ ધર્મપ્રેમ, પરમકારુણ્ય, સરળ સ્વભાવિત્વ અને શાંત-સૌમ્ય મૂર્તિ આદિ અનેક ગુણગણ જાણે કે આજે અદશ્ય થયેલ હોય તેમ જણાય છે. આ ક્ષણભંગુર સંસારમાં અનેક આત્માઓ આવે છે, ને જાય છે. પણ તે આગમન અને ગમનમાં સફળતા કોની? એ પ્રશ્નનો ઉત્તર જે યથાર્થ મેળવ હોય તો પૂજ્યપાદ બાળબ્રહ્મચારી તિર્થોદ્ધારક આચાર્યશ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજના જીવનમાંથી અવશ્ય મળી રહે છે. એમનો દિવ્ય આત્મા આજે આપણી વચ્ચેથી ભલે તે રહ્યો છે, પણ તેમને અજરામર યશરૂ૫ આત્મા તે આજે સર્વત્ર વિરાજી જ રહ્યો છે. આ સંબંધે અનુભવીએ ગાયું છે કે, "त एव जाता गण्यन्ते पंडितैः पुरूषोत्तमाः । नास्ति येष यशःकाये जरामरणजं भयम्" અર્થાત્ એવા મહા પુરુષોને જ પંડિત જગતમાં જન્મેલા ગણે છે, કે જેઓના યશરૂપ શરીરમાં વૃદ્ધાવસ્થા કે મરણનો ભય નથી. આ રીતે આચાર્ય મહારાજશ્રી વિજયનીતિસૂરીશ્વરજી પિતાના યશરૂ૫ શરીરથી તે અહીં છે. તેમનું સ્થલ શરીર ભલે આજે નથી. તે તે સર્વને ત્યજવાનું જ છે. આ વસ્તુ સ્થિતિને આપ સર્વે જાણો જ છે, એટલે હવે વધારે પિષ્ટપેષણું અસ્થાને છે. આપણે કેવળ હવે એજ ઈચ્છિએ કે તે ઉચ્ચકેટીના દિવ્ય આત્માને અબાધિત શાંતિ પ્રાપ્ત થાઓ. અતુ. ગુરૂદેવશ્રીના ચરણે. (રાગ હરીગીત છંદ) એક સમયે હું હર્ષથી, ફરવા જવાને નીસર્યો. ગુરૂદેવ તે સ્વર્ગે ગયા, સંદેશ એ કાને પડયો. આઘાત મુજ ઉરને થયો, બે આંખથી આંસુ સર્યા. આ શું થયું, અરેરે વિભુ ! ઉદગાર આ મુખેથી ખર્યા. વંદન તમારા ચરણમાં, હમ શીર તણું હમેશ હો. યાદી તમારી અંતરે, ચીકાલ તે વસતી રહે. સેનાપતિ શાસનતણું, તમ વિના સેના સુની. અમરાપુરીમાં વાસ લઈ, ચીરકાલની શાન્તિ ગ્રહી. તમ આત્મની ચીર શાતિ માટે, મુજ પ્રભુને પ્રાર્થના. શકા મુજ હૈયું થતું, ક્યાંજલી આ અપતા. રચયિતા. નામદાસ.

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104