Book Title: Jain Dharm Vikas Book 02 Ank 04 05 06
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 41
________________ સૌરાષ્ટ્રના નરરત્નના કાર્યોની નેંધપોથી. ૧૪૩ પિતાશ્રી પાટણ પધાર્યા. વ્યાખ્યાનમાં વ્રત, તપ આદિ ઉપર વિવેચન આપતા તેમના પૂજ્ય પિતાશ્રીએ ચતુર્થવ્રત અગીકાર કર્યો. અને સંઘે તથા તેમણે મળી અષ્ટાલીકા મહોત્સવ ઘણુજ આડંબરથી કર્યો. તેમજ તે પાડાના શ્રાવક ગણ વચ્ચે જે વૈમનસ્ય હતું તે ઉપદેશદ્વારા સમજાવી મીટાવી દઈ બધાને એક્ય બનાવ્યા. સં. ૧૯૫૪. ચાતુર્માસ પૂર્ણ થયે મોહનલાલ મગનલાલ સાંકળચંદની ઉદ્યાપન કરાવવાની ઉત્કંઠા થતા, ગુરૂવર્યને પધારવાની વિજ્ઞપ્તિ કરતાં કારતક વદિ ૩ ને ગુરૂદેવ સાથે વિહાર કરી સીપેર પધાર્યા. જ્યાં તેમણે પચતીર્થોની રચના, ઉદ્યાપનના ઉપગરણો અને નૌકાદશી આદિમાં પંદરેક હજાર રૂપીઆ ખચી મહેત્સવ સારો કર્યો હતો. બાદ આજુબાજુમાં ફરી આગેવાનોના આગ્રહથી સીપોરમાં જ ચાતુર્માસ રહ્યા, અને તે આખા કાળ સુત્રાદિના અધ્યયનમાં પસાર કર્યો. સં. ૧૯૫૫. ચાતુર્માસ પૂર્ણ થયે તારંગાજી, ભેયણી, પાનસર અને આજુબાજુના પ્રદેશમાં વિચરી ગુરૂવયેની સાથે રાજનગર પધારી, લુહારની પિળના ઉપાશ્રયે ચાતુર્માસ કરી લાગલગાટ આઠ મહિના સુધિ દરરોજ સાત કલાક હરગોવનદાસ આદિ શ્રાવક ગણુ સમક્ષ સુત્રાદિનું વાંચન કરી, ઓગણચાલીસ સુત્રો યથાર્થ સંભળાવ્યા અને પિતે અવગાહન કર્યા. - સં ૧૯૫૬. ચાતુર્માસ સમાપ્ત થતા વડનગરના શેઠ નગીનદાસ જેઠાભાઈ તથા શા. વીરચંદ ખેમચંદ આદિની આગ્રહભરી વિનંતીને ધ્યાનમાં લઈ પાનસર, ભેયણીજી, મેસાણા, વિસનગર, સીપેર અને તેની આજુબાજુના ગામમાં વિચારી ચાતુર્માસ માટે વડનગર ગુરૂવર્યની સાથે પધાર્યા. દરમિયાનમાં વડનગરમાં કોલે. રાનો રેગ ફાટી નીકળતાં, લાકમાં નાસભાગ થતા, ઉપદેશ દ્વારા લોકોને જૈન શાસનમાં શ્રદ્ધા રાખી શાન્તિ રાખશે અને ધર્મના કાર્યોમાં મશગુલ રહેશે, તો જરા પણ વાંધો નહિ આવે તેમ જણાવતાં લેકેએ બહાર જવાનું માંડી વાળ્યું. અને પરિણામે આ જીવલેણ વિકાળ રોગના ભંગ એક પણ જૈન બાળક ન થયુ, તેથી જૈનેતર પણ જૈન શાસનની પ્રભાવના કરવા લાગ્યા. સં. ૧૯૫૭. ચાતુર્માસના અંતે પાટણના સંઘવી વધુભાઈ હેમચંદ તરફથી થનારા ઉદ્યાપન મહોત્સવ ઉપર પધારવા સાગ્રહવિજ્ઞપ્તિ આવતાં સીપર, તારંગાજી, ખેરાળુ, સીદ્ધપુર, ઉંઝા, ચારૂપ અને આજુબાજુના પ્રદેશમાં વિચરી પાટણ પધાર્યા. જ્યાં સુરતથી પન્યાસજીશ્રી ચતુરવિજયજી મહારાજને ગવહન કરાવવાની સુચના આવતાં, ઉગ્રવિહાર કરી રસ્તાના ગામની યાત્રા કરતાં સુરત પહોંચી છાપરીઆશેરીના ઉપાશ્રયે ચાતુર્માસ કર્યું. દરમિયાનમાં પૂજ્યગુરૂવર્ય મુનિશ્રી, ભાવવિજ્યજી મહારાજે શ્રીભગવતીજીના અને તે શ્રીમહાનિષીથના યોગવહન કર્યો. સં. ૧૫૮. ચાતુર્માસ પૂર્ણ થયે વિહાર કરી, સુરતના પરામાંજ પિતાના

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104