Book Title: Jain Dharm Vikas Book 02 Ank 04 05 06
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 46
________________ T૧૪૮ જૈન ધર્મ વિકાસ. વાદના આગેવાની જ્ઞાનભંડારના અધુરા કામને પૂર્ણ કરવાની સાગ્રહ વિનંતી આવતાં કુંભારીયાજી, પાલણપુર, સિદ્ધપુર, ઉંઝા, મેસાણા, પાનસર, કલોલ, શેરીસા આદિ તીર્થોની યાત્રા કરી અમદાવાદ પધારી ડેહલાના ઉપાશ્રયે ચાતુર્માસ કર્યું. ચૌમાસા દરમિયાન જ્ઞાન ભંડારની પ્રાચિન તાડપત્રી પુસ્તકની મેળવણી અને લીસ્ટ બનાવવા સાથે વ્યાખ્યાન અને અધ્યયનમાં સમય પસાર કરતાં હતા. ચાતુર્માસમાં ચૌદપૂર્વ, અક્ષયનિધિ, ક્ષીરસમુદ્ર આદિ અનેક તપની આબરિક આરાધના થવા સાથે જ્ઞાનદ્રવ્યની પણ સારી ઉત્પન્ન થવા પામી હતી. વળી તેઓશ્રીની વૈરાગ્યમય દેશનાથી ઝવેરીવાડાની નીશાળના મોહનલાલભાઈ અને ઘાંચીની પળવાળા રવજીભાઈની વૈરાગ્ય વૃત્તિમાં વધારો થવા પામ્યું હતું. સં. ૧૯દદ. ચાતુર્માસમાં વૈરાગ્યવાસી થયેલા આત્માઓની પ્રવજ્યા લેવાની ઉત્કૃષ્ટ ભાવના થતા મહા સુદિ ૭ ના મેહનલાલભાઈને દીક્ષા આપી તેમનું નામ મુનિશ્રી મુક્તિવિજયજી પાડયુ, અને જેઠ સુદિ ૧૩ ના રવજીભાઈને દીક્ષા આપી તેમનું નામ મુનિશ્રી રાજવિજયજી પાડ્યું. જ્ઞાનભંડારના ઉદ્ધારનું કાર્ય બે વખત થઈને પંદરેક માસ કર્યું, છતાં પૂર્ણ થયેલ ન હોવાથી તે કાર્ય પૂર્ણ કરવાની આવશ્યક્તા હોવાથી બહારથી અનેક સ્થળોની આગ્રહભરી વિનવણી હોવા છતાં ડહેલાના આગેવાનોના આગ્રહથી જ્ઞાનભંડારનું કાર્ય પૂર્ણ કરવા ત્યાંજ ચાતુર્માસ કરવા રોકાયા. માસા દરમિયાનમાં પન્યાસશ્રી મેહનવિજયજી મહારાજના શિષ્ય મુનિશ્રી શાન્તિવિજયજીએ મા ખમણ અને બીજાઓએ સેળ, પંદર, અઠ્ઠાઈ આદિ તપની આરાધના કરતાં સંઘ તરફથી અનેક રચનાઓ અને શાન્તિસ્નાત્ર સાથે આડંબરિક અષ્ટાદ્વીકામહોત્સવ ઉત્સાહથી કરવામાં આવ્યું હતું. સં૧૯૬૭. ચાતુર્માસ પૂર્ણ થયા બાદ શેઠ મનસુખભાઈ ભગુભાઈ આદિ સંખેશ્વર કારખાનાની પેઢીના આગેવાનોની વિનવણીથી,પ્રાચિન સંખેશ્વરજી તીર્થની ભમતીની દહેરીઓની પ્રતિષ્ઠા કરાવવા સંખેશ્વરજી ગુરૂવર્ય સાથે પધાર્યા. તે વિધિ સમાપ્ત થતા ત્યાંથી પાટણ, ઉંઝા, સિદ્ધપુર, તારંગાજી થઈ શેઠ મણીભાઈ ગોકળભાઈ અને મહાસુખભાઈ આદિ સંઘના આગેવાનોના આગ્રહથી ચાતુર્માસ કરવા વીશનગર પધાર્યા. અને મુનિશ્રી તિલકવિજયજીને જેઠ સુદિ ૧૧ ના ચતુવિધ સંઘ સમક્ષ નંદિની ક્રિયા કરાવી બ્રાહતદીક્ષા વિધિ કરાવી. ચોમાસામાં તપ, ત્યાગ અને સયંમને સતત ઉપદેશ આપતાં, સ્થાનિક સંઘની ઉપધાન કરાવવાની ભાવના થતા આ સુદિ ૧૦ થી તેની શરૂઆત થઈ. તેમજ વિજાપુરના સંઘની પણ ઉપધાન કરાવવાની ભાવના થતા ત્યાં પધારવા વિનંતી આવતા, મુનિશ્રી દાનવિજયજીને સાથે લઈ પન્યાસજી મહારાજશ્રીએ ત્યાં પધારી, મુનિશ્રીને વિધિ વિધાનની એક અઠવાડીયુ રોકાઈ સમજણ પાડી, પાછા ગુરૂવર્યની સેવામાં વીસનગર આવી ઉપધાન સંપૂર્ણ કરાવ્યા.

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104