Book Title: Jain Dharm Vikas Book 02 Ank 04 05 06
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 49
________________ સૌરાષ્ટ્રના નરરત્નોના કાયોની પોથી. ૧૫ વિજ્યજી અને મુનિશ્રી ભક્તિવિજયજી આદિ પાંચ મુનિ પંગોને ગણિપદ આપ્યું. અને માગશર સુદ ૧૫ ના મંગળ પ્રભાતે શુભાગે ઘણાજ ભવ્ય મંડપમાં દૂર દૂર દેશાવરથી આવેલ અનેક ભક્તજને અને ચતુર્વિધ સંઘની સમક્ષ સમોસરણની રચના કરી, પન્યાસજી મહારાજશ્રી ભાવવિજયજી ગણિવર્ય અને પન્યાસજીશ્રી નીતિવિજયજી મહારાજે નંદિની ક્રિયા કરાવી પૂજ્ય ઉપકારક પન્યાસજીશ્રી પ્રતાપવિજયજી મહારાજના શિષ્ય મુનિશ્રી દેવવિજયજી ગણિ, ગુરૂવર્ય પન્યાસજીશ્રી ભાવવિજયજી મહારાજના શિષ્ય મુનિશ્રી દયવિજયજી ગણિ, પન્યાસજીશ્રી નીતિવિજયજી મહારાજના શિષ્ય મુનિશ્રી દાનવિજ્યજી ગણિ, મુનિશ્રી હર્ષવિજ્યજી ગણિ અને મુનિશ્રી વિનયવિજયજી મહારાજના શિષ્ય મુનિશ્રી ભક્તિવિજયજી ગણિ આદિ પાંચે મુનિવર્યોને વાજીના મધુર સ્વરેના ધ્વની સાથે પન્યાસપદ આરોપણ કર્યું. આ અપૂર્વ મહોત્સવની પૂર્ણતાએ વિહાર કરી સંખેશ્વર, ઉપરિયાસર, પાટડી,બજાણા, લખતર, લીંબડી ચુડા, રાણપુર, ધોળા થઈ વળા પધાર્યા. જ્યાં શારિરીક સ્થિતિના અંગે પછે. ગામના પ્રખ્યાત વૈદ્યોની સારવાર કરાવી, શ્રીસિદ્ધાચલજીને ભેટી પાછા ગુજરાત બાજુ આવ્યાં. જ્યાં વિરમગામના સંઘના આગ્રહથી ચાતુર્માસ માટે ત્યાં રોકાયા. ચાતુર્માસમાં તીર્થના મહિમા વિષે વ્યાખ્યાન આપતા કહ્યું કે તાજેતરમાં જ શ્રી સિદ્ધાચળના રખોપા તરીકે રાજ્યને આપવાની રકમ વધેલી હોવાથી, રખોપા ટીપમાં ભાગ્યશાળીઓએ સારી રકમ ભરી આપી. આમજનતા પાસેથી તે કરન લેવાય તેવો પ્રબંધ કરવાની આવશ્યકતા પર ભારપૂર્વક ઉપદેશ આપતા વિરમગામના સંઘ રખોપાની ટીપમાં રૂ. ૧૦૦૦૦) કરી આણંદજી કલ્યાણજીની પેઢીએ મોકલાવ્યા. સં. ૧૯૭૧. ચાતુર્માસ પૂર્ણ થયે ભોયણીજી, પાનસર, ડભોડા, દહેગામ, પ્રાંતિજ, ઈડર, ટીટેઈ અને તેની આજુબાજુના પ્રદેશમાં વિચરી કેશરીયાજી પધાર્યા. ત્યાંથી ઉદયપુરના આગેવાનોના આગ્રહથી ઉદયપુર પધાર્યા. જ્યાં માગસર વદિ ૧૩ મુનિશ્રી ચંદનવિજયજી એકાએક બિમાર થતા કાળધર્મ પામ્યા. તેમના નિમિત્તનો અખાદ્વીકા મહોત્સવ કરી, ત્યાંથી એકલિંગજી થઈ દેલવાડા, નાથદ્વારા, ફતેહનગર, કડા પાર્શ્વનાથ, આદિ મેવાડના પ્રદેશમાં વિહાર કરી ચિતોડ પધાર્યા. આ પ્રદેશના વિહારમાં ગોચરી પાણીની અનેક મુસિબતો પડતી હોવા છતાં પણ તેવી મુસિબતે વેઠીને પ્રદેશિક અનુભવ મેળવવા, અને જિનાલ તથા જૈનોની પરિસ્થિતિ નીહાળવાના ઉદેશે વિચરી, અનેક જગ્યાઓએ ઉપદેશ આપી જિનાલયની આશાતના ટળાવતા અને સ્થાનકવાસી ગૃહસ્થને પ્રતિબોધ આપતા, મેવાડ પ્રદેશ ફરી મરભૂમિમાં પધારી પંચતીર્થિની યાત્રા કરી આબુજી ઉપર પધારતા, આચાર્યશ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજને ત્યાં મેળાપ થતા બને એક અઠવાડીયુ સાથે રોકાઈ શાસન ઉદ્યોતના અનેક પ્રશ્નોની વિચારણું કરી. બાદ અમદાવાદ પાંજરાપોળના ઉપાશ્રયવાળા આચાર્ય મહારાજ

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104