Book Title: Jain Dharm Vikas Book 02 Ank 04 05 06
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 34
________________ ૧૩૬ જેનધર્મ વિકાસ શાસન નાયકને પુષ્પાંજલી. લેખકઃ શાસ્ત્રી ગિરિજાશંકર મયાશકર પૂજ્ય આચાર્યદેવના સ્વર્ગગમનથી તે એક મહાન ધર્મધુરંધર, સત્ ગુણાલંકૃત, શુદ્ધ હૃદયી અને સર્વોત્કૃષ્ટ આચાર્યવર્યની આપણને ખોટ આવી પડી છે. ખરેખર, એ પરમપૂજ્ય આચાર્યદેવ શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજાના કાળધર્મ પામ્યાના શોકપ્રદ સમાચાર મારા જાણવામાં આવ્યા, તે વખતે મારું હૃદય એકદમ જાણે થંભી ગયુ હતું. તે વખતની મારી સ્થિતિ છેકજ ડામાડોળ થઈ પડી હતી, અને આજે પણ હજી તે વિચારોનાં વમળ મને આવ્યાજ કરે છે. એ સરળ સૂરીશ્વરને પ્રથમ પરિચય આજે લગભગ પંદર વર્ષથી પણ અગાઉ લવારની પિળના ઉપાશ્રયે મને થયેલ. વિદ્વાનો પ્રત્યેનું તેમનું એ લાગણીભર્યું વર્તન મને સ્મરણમાં તાજું જ રહે છે. તેમણે મારી તુરત જ કદર કરી હતી અને પિતાના સાધુસમુદાયમાં જે કોઈ ભણી શકે તેવા મહાત્માઓના અધ્યાપન માટે મને તેમણે પિતાના પંડિત તરીકે રાખ્યા હતા. અમુક વર્ષો સુધી તેમને નિકટ પરિચયમાં હું આવું છું અને તેમની ઝળહળતી ઉજજવળ સાધુતામાં ખરેખર હું મુગ્ધ બન્યો હતો. લગભગ ૭-૮ વર્ષો સુધી તેમની પાસે રહી મેં સાધુ વર્ગમાં અધ્યાપન કરાવેલું છે, તે અરસામાં મને જે આનંદ મળે છે, તે ખરેખર અવશ્ય છે. આશ્રયદાતા તે એવાજ હોવા જોઈએ કે, જે કેવળ નિઃસ્વાર્થ દષ્ટિએ મારા જેવા એક અન્યદર્શનને પણ પ્રેમાળ હૃદયે, કેવળ “વિતાનેવ વિજ્ઞાનાતિ વિજ્ઞાન પશ્ચિમ એ મહાવાક્યાનુસાર આશ્રય આપી આગળ વધવાને માર્ગ કરી આપનાર તરીકે નિર્ભયપણે જાહેરમાં આવે. મેં એક શબ્દકેષ–સંસ્કૃત ટુ ગુજરાતી ડિક્ષનરી “શબ્દાદર્શ' નામે લખીને તૈયાર કરેલ, પણ તેને પ્રેસમાં લઈ જઈ પ્રકટ કરવાની આર્થિક સ્થિતિ મારી નજ હતી. મેં મહારાજશ્રીને તે વાત કરી, ત્યારે તરત જ તેમણે કેવળ જ્ઞાનપ્રચારનેજ લક્ષ્યમાં રાખી મને માર્ગ કરી આપે. ૧૦૦ નકલે ખરીદી લેવા બદલ એકદમ ઉદાર વચન આપી દીધું કે, “તમે ભલે અન્યદર્શની છે, પણ આવા જ્ઞાન પ્રચારમાં મારે તમને યથાશક્તિ સહાય આપવી જોઈએ, અને તે માટે એક હજાર રૂપીઆ સુધી હું તમને આલંબન કરી આપીશ.” અહે! એ વખતની મારી આર્થિક સ્થિતિનું વર્ણન કહેવા હું અતિશય અશક્ત છું. આ સહાયથી મારા ઉત્સાહનો પાર ન રહો, અને તેજ ઉદાર સહાયના બળથી હું શબ્દકોષને પ્રેસમાં લઈ ગયે. આ રીતે તેમની જ લાગણીના બળથી તે કાર્ય સંપૂર્ણ નિવિદને પાર પડ્યું અને શબ્દકોષ લગભગ સર્વ ઉચ્ચકેટીના સાક્ષનાં પુસ્તકાલયમાં વિરાજમાન થઈ શકે.

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104