Book Title: Jain Dharm Vikas Book 02 Ank 04 05 06
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 38
________________ ૧૪ જનધર્મ વિકાસ, હૃદયની સાથે અંતિમ નિર્ણય કરી તેને ગોપવી રાખી, વડીલોની આજ્ઞાનું વિશ્વાસ સંપાદન થઈ શકે તેવી રીતે પાલન કરવા લાગ્યા, પરંતુ આવી આજ્ઞા પાલનની પહેલાં વડીલો પાસેથી તેમણે લગ્નગ્રંથીથી ન જોડવાની કબુલાત મેળવી લીધેલી. આ રીતે વડીલેને વિશ્વાસ મેળવી લીધેલ હોવાથી વડીલે હવે નિશ્ચિત થઈ ગયા હતાં. દરમિયાન એકાએક કઈક શુભ ગના બળે કરીને હૃદયમાં ગુંગળાઈ રહેલ વૈરાગ્ય ભાવનાનો વાળા પ્રગટી નીકળ્યો, અને આપ્તજનોથી છુપી રીતે પિતાના વતનથી આ સંસારી વેષમાં પાછા જન્મભૂમિ ઉપર પગ ન મુકવાને મજબુતનિર્ણય કરીને, એક અંધારી રાત્રિએ ઉદ્ધારકની શોધમાં નીકળી પડયા, અને શોધ કરતાં સિદ્ધપુર તાબે દાહદ ગામમાં કે જ્યાં મુનિશ્રી સિદ્ધિ વિજયજી મહારાજ હતા ત્યાં આવ્યા, અને અભુદ્ધિઆ સહિત વંદન કરી વિજ્ઞપ્તિ કરી કે ગુરૂવર્ય મારે આ અસાર સંસારરૂપી ભવસમુદ્રમાંથી ઉદ્ધાર કરો. પ્રત્યુત્તરમાં ગુરૂ મહારાજે ફરમાવ્યું કે જૈન શાસ્ત્રના ફરમાન મુજબ માતા-પિતા અને વડિલજનેની સમ્મતિશિવાય કઈ પણ વ્યક્તિને અમારાથી ચારિત્રન આપી શકાય, માટે તમારા માતા-પિતાની અનુમતિ મેળવીને આવે એટલે તજવીજ કરીશું. આ સ્પષ્ટ અને સણસણતો જવાબ મળવાથી નિહાલચંદભાઈ વિમાસણમાં પડયા, અને હૃદયની સાથે માદરેવતન પાછા ન જવાનો દઢ સંકલ્પ વાંકાનેરથી નીકળતા પૂર્વે કરેલું જ હતું, એથી આ પ્રશ્નને હૃદયને ખૂબ વલોવી નાખ્યું. જાણે કે પિતાના માથે એક નવી આફત અચાનક ન આવી પડી હોય તેમ વિચારમગ્ન બની ગયા. પરંતુ વિચારણાના અંતે હૃદયમાં સ્કૂર્તિ આવી અને નીચે પ્રેરણાત્મક દેહરો યાદ આવ્યા. દળ ફરે વાદળ ફરે, ફરે નદીના પૂર, ઉત્તમ બેલ્યા નવ ફરે, પશ્ચિમ ઉગે સૂર. આ કથને તે એમના હૃદયને વામય બનાવી દીધું અને તરત જ નિણાત્મક વિચારે કરી લઈ નિશ્ચય કર્યો કે, સૌરાષ્ટ્રભૂમિમાંથી જે ભાવના એ નીકળ્યો હત, તે કાર્યને પૂર્ણ કર્યા વિના તે ભૂમિમાં તે જવાયજ કેમ ! સારાંશ વૈરાગ્ય વૃતિને અપનાવવા ભગીરથ પ્રયત્ન કરવો, એવા નિર્ણય સાથે ગુરૂસમીપ આંખમાંથી બે ઉષ્ણ અશ્રુ પાડીનેજ વિદાયગીરીની આજ્ઞા માંગી, જે મળતાંજ ઉપાશ્રયમાંથી નીકળી સ્નાન કરી દાહદ ગામના ભવ્ય જિનાલયમાં પ્રભુપૂજા, ભક્તિ કરી શાસનનાયક સમુખ નિર્ણય કરી, નિહાલચંદ પારેખ નામના મિત્રને તથા પિતાની સાથે છુપીરીતે સાધુના વેશના ઉપગરણે લઈને મહેરવાડાના રસ્તા તરફ ઉત્સાહપુર્વક પ્રયાણ કર્યું. દાહદથી મહેરવાડાના રસ્તે ડેક છેટે જતાં એક ઘનઘોર ઘટાદાર આમ્રવૃક્ષ નીચે શુભાગે વૈરાગ્યની

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104