Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 01
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ધર્મ પ્રકાશ. વર્ષમાં તેમને યથાશક્તિ વિશેષ વિશેષ અરવદન આપવાનું કબુલ કરી હું વિરામ પામું છું, અને પરમાત્માની કૃપાથી મારા ઉત્પાદક, પિષક અને વાંચકો તેમજ મારા હિતેચ્છુઓ નિર્વિઘપણે પ્રસ્તુત વર્ષ નિર્ગમન કરે, તેમની આમેન્નતિ વિશેષ વિકાસ પામે, તેમની શુભ ધારણુઓ ફળીભૂત થાઓ, અને તેઓ શારીરિક અને માનસિક તંદુરસ્તી ભેગો એવી શુદ્ધ અંતઃકરણથી આશિષ આપું છું. મારો જન્મમાસ ચિત્ર છે કે જે શ્રી સિદ્ધચક મહારાજની ભક્તિ અને સિદ્ધાચળ મહાતીર્થની યાત્રાને પવિત્ર માસ છે. મારા ઉત્પાદકો પૈકી કેટલાએક પ્રસ્તુત વર્ષમાં એ બંનેની ભક્તિને લાભ લે છે અને લેવા ઈચ્છે છે. તેમના તરફની ઉત્તમ પ્રસાદી તરીકેનો એક લેખ પણ આ પ્રથમ અંકમાંજ દર્શન આપનાર છે, તે મારા વાંચકે તે લેખને લક્ષમાં લઈ એ ઉત્તમ ક્રિયાનું અનુસરણ કરવા - ત્પર થશે એમ ઈચ્છું છું, અને શ્રી સિદ્ધચક્ર તથા સિદ્ધાચળના અત્યુત્તમ મહાભ્યનું મનન કરવાની સ્થિતિમાં કાયમ રહી મારી ફરજ બજાવવા તત્પર થાઉં છું. ખાસ પ્રાર્થના. વિદ્વાન મુનિ મહારાજાઓ અને તેને સાક્ષરોને ખાસ પ્રાર્થના કરવામાં આવે છે કે અમારી તરફથી પ્રકટ થતા ગ્રંથોમાં તેમજ આ માસિકમાં અક્ષરરચના સંબંધી (મૂળમ), અર્થ સંબંધી અથવા બીજી કોઈ પ્રકારની ભૂલ દષ્ટિગોચર થાય 'તે તે તરતજ અમારી તરફ લખી મોકલાવવાની કૃપા કરવી, તેમાં કિંચિત્ પણ સકેચ કરે નહીં. અમે અમારી ભૂલ સુધારવા પુરા ઉકંઠિત છીએ, તેથી તેવા પ ઉપરથી ભલને નિર્ણય કરીને તે સુધારવા માટે બનતે પ્રયત્ન કરશું; ચાનીઆદ્વારા પ્રકટ કરવા યોગ્ય હશે તે તેમાં પ્રકટ કરશું અને બીજી આવૃત્તિમાં સુધારવા એગ્ય હશે તે તેમાં સુધારશું અર્થાત તેને માટે યથાગ્ય પ્રયત્ન કરશું. પરંતુ જે કઈ મુનિરાજ કે શ્રાવક તેવો પત્ર લખવામાં પ્રમાદ કરશે તે અમારી ભૂલ કાયમ રહેવાથી તેના સંખ્યાબંધ વાંચનારાઓને પણ ભૂલમાં રાખનારા થશે એટલું. ધ્યાનમાં રાખશોતે સાથે એવી ભૂલ લખવાથી અમને કિંચિત્ ૫ણ ખેદ થશે નહી એ સત્ય સમજશે. કિ બહુના ! મંત્રી, જિનમ પ્રસારક સભા. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40