Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 01
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 18
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ધર્મ પ્રકાશ. સમજાય છે, અને તે ભૂલ સુધારવા બનતે પ્રયત્ન કરે છે. જેમ જેમ જીવ રવર્તિવ્ય સમજી સન્માર્ગે પળે છે, તેમ તેમ નિર્મળ જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્રવડે તે સહજ સ્વભાવમાં સ્થિરતા પામે છે. જેમ જેમ આમાના સહજ સ્વભાવમાં સ્થિર થવાય છે તેમ તેમ મનની ચપળતા–અસ્થિરતા દૂર થતી જાય છે, અને અનુક્રમે જેમ અમુક ઔષધિને વેગે પારો મૂછિત થાય છે, તેમ સમતાયેગે મન પણ મષ્ઠિત થઈ સ્થિર થઈ જાય છે. આવી રીતે અભ્યાસવડે જે મનને નિગ્રહ કરે છે તેઓ અનુક્રમે મન ઉપર મજબુત કાબુ મેળવી સર્વ ઇદ્રિને સ્વવશ કરી, કે. વળ આતમજ્ઞાનાદિક નિજ ગુણમાં સ્થિરતા ધારી સ્વ સ્વરૂપમાં મગ્ન રહે છે. સર્વ વિભાવના ત્યાગથી જેને સહજ સ્વભાવમાં યાને પરમાત્મ સ્વરૂપમાં લય લાગી છે તેને કેઈ પણ જાતની પુદગલ–ચેષ્ટા પ્રિય લાગતી જ નથી. એવા મહાનુભાવેજ આત્મિક પૂર્ણતાને પ્રાપ્ત કરી શકે છે. તેમને સર્વ ભવચેષ્ટ બાળલીલા સરખી ભાસે છે, ત્યારે તેથી ઉલટી ચાલે ચાલનારને ભવચક્કાજ પ્રિય લાગે છે, ઇન્દ્રિયજન્ય પદગલિક સુખજ તેમને ગમે છે, અને તેને માટેજ દિન રાત પ્રયત્ન સેવે છે. પરંતુ ચાર દિવસના ચાંદરડાની જેમ તે કારમું સુખ નષ્ટ થાય છે, ત્યારે તેમને ભારે ખેદ પેદા થાય છે, અને આર્તશદ્ર ધ્યાનથી મરણ પામી નીચી ગતિમાં ઉતરી જાય છે. પૂર્વે પ્રાપ્તસામગ્રીને સદુપગ નહી કરવાથી અને અસત્ માર્ગે પ્રવર્તવાથી જીવ અધોગતિ પામે તેમાં આશ્ચર્યકારી શું! જે ભવ્ય અને ભાગ્ય વેગે પ્રાપ્ત થયેલી શુભ સામગ્રીને સદુપયોગ કરવા ચૂકતા નથી તે તે ઉત્તરોત્તર ઉંચી ગતિને જ પ્રાપ્ત કરે છે. એવા હેતુથી શાસ્ત્રકાર મોક્ષાથી જનોને ઇન્દ્રિયને જય કરી શુદ્ધ ચારિત્ર સેવવા ઉપદિશતા સતા નીચે પ્રમાણે કથે છે– . विनेपि यदि संसारान्मोक्षप्राप्तिं च कांदसि ।। __तदिद्रियजयं कर्तु, स्फोरय स्फारपारुपम् ॥ १ ॥ ભાવાર્થ –“હે ભવ્ય! તું ભવબ્રિમણથી હીતે હોય અને તુજને મેક્ષસુખ પ્રાપ્ત કરવાની ખરી ઈચ્છા જાગી હોય તે ઇન્દ્રિયને નિગ્રહ કરવાને પ્રબળ પુરૂષાર્થ ફેરવ.” વિવેચન—જેમાં જન્મ જરા અને મરણ આદિ વ્યાધિ અને ઉપાધિ, તેમજ સગવિગજન્ય અનંત દુઃખ રહ્યાં છે, જે રાશી લક્ષ જવાનિવડે અતિ ગહન છે, અને જેને આદિ કે અંત જણાતું નથી, એવા ભયંકર ભવભ્રમહુથી છે ભદ્ર! જે તું ઉભો હોય, જે તુજને પૂર્વાનુભૂત અને પ્રત્યક્ષ અનુભવાતાં પારાવાર દુઃખથી નિર્વેદ જાગ્યો હોય, જે તુજને આ સંસાર કારાગ્રહ તુલ્ય ભાસતે હૈય, અને તેથી સર્વથા મુક્ત થઈ શાશ્વતા સુખ પામવા ખરી અભિલાષા જાગી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40